CATEGORIES
આ તે કેવો ચૂંટણીપ્રચાર?
ચૂંટણી જીતવા અને કોઈને હરાવવા માટે ઉમેદવારો અનેક પ્રકારની તરકીબ અપનાવતા હોય છે, પરંતુ વલસાડ જિલ્લા પંચાયતની પારડી-સાંઢપોર બેઠકના મતદારોને કંઈ અલગ જ અનુભવ થયો. આ એક બેઠક જીતવા માટે ઉમેદવારી કરનારી એક મહિલાના પતિએ આખા મતવિસ્તારમાં દરેક ચાર રસ્તાનાં જંક્શન પર પાંચ લીંબુ, શ્રીફળ અને ચોખા નાખ્યાં. એમાં તો લોકોને કુતૂહલ થવા સાથે ભય પણ ફેલાયો.
અમદાવાદનું નામ કર્ણાવતી... થશે કે નહીં?
ગુજરાત સરકારે થોડા દિવસ પહેલાં ડ્રેગન ફ્રુટનું નામ બદલીને કમલમ કર્યું એટલે ઘણા અમદાવાદીઓ અને અમુક નેતાઓમાં ફરી ચર્ચા જાગી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી થશે કે નહીં?
અક્ષર પટેલ એક્સિડેન્ટલ ક્રિકેટર...
સૂકલકડી પુત્રને બૉડી બનાવવા અખાડામાં મોકલ્યો, પણ એ તો જિગ્નેશિયમને બદલે ક્રિકેટના મેદાન પર પહોંચ્યો અને... નડિયાદની ‘શારદા મંદિર સ્કૂલ’થી ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન સુધી અક્ષરની સફર બડી રોમાંચક છે.
મારુતિના મહારથી હવે રાજ્યસભામાં!
ગરીબ ખેડૂતના પુત્રએ મજૂરી કરી ભણતર લીધું અને લોન લઈ વેપાર કર્યો. કુરિયર સર્વિસ શૉપમાંથી પાંચસો કરોડની કંપની બનાવી. એ સંઘર્ષ, સાહસની સફળતા સાથે સેવાના સદ્ગુણથી રામ મોકરિયા હવે બન્યા છે રાજ્યસભાના સભ્ય.
રૂપિયા ઊગે છે બામ્બુ પર...
એક સામાજિક સંસ્થાને વિચાર આવ્યો કે ગ્રામવાસીઓને ઉદ્યોગની તાલીમ આપીએ. ૧૦ પછાત ગામ દત્તક લેવામાં આવ્યાં ને સર્જાયો ચમત્કાર, વાત મહારાષ્ટ્રના વિક્રમગઢ તાલુકાના ‘ગ્રીન ગોલ્ડ પ્રોજેક્ટ’ની.
મોટેરા સ્ટેડિયમના મોટા વિક્રમ...
કદથી લઈને સુવિધા ક્ષેત્રે અવનવા રેકોર્ડ તોડનારા અમદાવાદસ્થિત ક્રિકેટ સ્ટેડિયમના સર્જનની ભીતર...
વાંસના ટેકે બે પાંદડે થઈ રહ્યા છે આદિવાસી...
ગમે ત્યાં ઊગી નીકળતા બાબુ એટલે કે વાંસ એક પ્રકારનું ઘાસ જ છે. ઉત્તર-પૂર્વ તથા દક્ષિણનાં રાજ્યોમાં વાંસની અલબેલી કળાકૃતિ, ફર્નિચર તથા ઉપયોગી ચીજો બનાવવાનો વ્યવસાય ખૂબ ફાલ્યો છે. હવે ગુજરાતના વિસડાલિયા તથા મહારાષ્ટ્રના વિક્રમગઢમાં આદિવાસીઓને સમ્માનયુકત રોજગારી આપવાના ભાગ રૂપે શરૂ થયેલા ‘બામ્બુ પ્રોજેટ્સ’થી આદિવાસીઓનાં જીવનધોરણમાં ખૂબ સુધારો આવ્યો છે. અનેક રીતે ઉપયોગી વાંસના અર્થતંત્રમાં હજી તો અનેક પરિમાણ ઉમેરાવાનાં છે...
બીમારીનું આર્થિક દર્દ ઘટશે?
વીમા કંપનીમાં વિદેશી રોકાણની મર્યાદા વધારવામાં આવી છે અને અમુક સરકારી ઈસ્યોરન્સ કંપનીના ખાનગીકરણની તૈયારી પણ ચાલે છે. આવનારા દિવસોમાં લોકોને હેલ્થ પૉલિસીમાં વિવિધતા ઘણી મળશે, પણ ગ્રાહક તરીકે આપણે પણ થોડી તકેદારી લેવી પડશે.
બાંકડાને પણ એક બોલી હોય છે
પથારી પાસે આરામ હોય, ખુરસી પાસે વિશ્રામ હોય અને બાંકડા પાસે નિરાંત હોય. બાંકડાની પોતાની આગવી ફિલસૂફી છે. એ એક જ જગ્યાએ રહીને અનેક જણ સાથે સંપર્કમાં આવે છે. એનો ઠાઠ રાજા જેવો છે. એ કોઈ પાસે જતો નથી, બધાએ એની પાસે આવવું પડે.
ભાજપ જ ભાજપ!
કોંગ્રેસ કે પાંવ તલે ઝમીં નહીં, કમાલ હૈ ફિર ભી ઈન્હેં યકિન નહીં!
સન્નારીની સેવાદષ્ટિ...
પ્રજ્ઞાચક્ષુના રાઈટર તરીકે સેવા આપનારાં આ માનુનીએ આઈ સર્જ્યન બનીને કર્યાં અંધત્વનિવારણનાં પ્રશંસનીય કાર્ય...
હવેલીના રાજાએ મોતને કેમ વહાલું કર્યું?
દાદરા અને નગર હવેલીથી સાત વખત લોકસભામાં ચૂંટાયેલા સાંસદ આત્મહત્યા કરે? મોહન ડેલકરને ઓળખનારું કોઈ આ વાત માનવા તૈયાર જ ન હોય, પરંતુ ૨૨ ફેબ્રુઆરીએ મુંબઈના મરીન ડ્રાઈવસ્થિત સી ગ્રીન સાઉથ હોટેલમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળેલો મૃતદેહ મોહન ડેલકરનો જ છે એ નિશ્ચિત થતાં સમગ્ર સંધ પ્રદેશમાં ઉચાટ ફેલાઈ ગયો. બીજા દિવસે આ કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો. અહીંના મતદારોમાં પ્રિય તો કોઈક માટે માથાભારે એવા નેતા મોહન ડેલકર અચાનક જ આ રીતે વિદાય લેશે એવું એમને સપને પણ ખયાલ નહોતો. મોહન સનજીભાઈ ડેલકર એક એવા નેતા હતા, જે દરેક પક્ષથી ઉપર હતા. ૧૯૮૯થી ૨૦૦૯ સુધી સતત છ વખત એ સાંસદ રહ્યા. એ પછી ૨૦૦૯ અને ૨૦૧૪માં એમ બે વખત એમણે હારનો સામનો કર્યો, પણ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં અપક્ષ તરીકે એ ફરી વખત લોકસભામાં ગયા. એ કોંગ્રેસમાં રહ્યા, ભાજપમાં જોડાયા અને પોતાની નવજનશક્તિ પાર્ટી પણ બનાવી અને ચૂંટણી પણ જીત્યા.
જત ઉમેરવાનું કે...
ચિત્રલેખા, ૮ ફેબ્રુઆરી, ૨૦૨૧ના અંકમાં રાજકોટસ્થિત રાષ્ટ્રીય શાળાના ભૂતકાળ-વર્તમાન વિશેનો એક સરસ લેખ પ્રકાશિત થયો, જે વાંચી મુંબઈમાં વસતા વડીલ નટુભાઈ બુદ્ધદેવે ચિત્રલેખાને બિરદાવી થોડી વધુ માહિતી આપી.
ડેન્જરસ ઈશ્ક...
બાર વર્ષ પહેલાં જે પ્રેમી સાથે મળીને શબનમે પોતાનો સાત સભ્યનો પરિવાર ખતમ કરી નાખ્યો એ જ પ્રેમી એની ફાંસીની સજા મોકૂફ રાખવામાં મદદરૂપ થઈ શકે છે... સ્વતંત્ર ભારતમાં કોઈ મહિલાને ફાંસી આપવાની આ પહેલી ઘટનાનાં મૂળમાં છેઃ પ્યાર અને નફરત...
ચલ મેરે ઘોડે...
...ને પછી અસવારો છૂટ્યા તબડક... તબડક...
ગીરના સાવજ પર ધારદાર શિકારી નહોરના ઓળા...
એક બાજુ પ્રવાસીનાં ધાડેધાડાં ગીરના સિંહ જોવા ઊમટી પડે છે ત્યારે બીજી બાજુ સૌરાષ્ટ્રની શાન ગણાતા સાવજના શિકારની પ્રવૃત્તિ ફરી શરૂ થઈ હોવાના સંકેત મળ્યા છે. કેવાક છે આ ઘટનાના ભેદભરમ?
જ્યારે ટીવીચૅનલની દાંડાઈ સામે કવિવર્યની સાદાઈ જીતી ગઈ..
એ ટીવી-દશ્ય રઘુના મગજમાંથી હટવાનું નામ લેતાં નથી. આમ તો રઘુ ક્વચિત જ ટીવી જુએ છે. એમાંય જ્યારથી નાચવા-ગાવાના આવા સ્પર્ધાત્મક શોને રડતી-કકળતી સિરિયલ જેવા નાટકીય બનાવી દેવામાં આવ્યા ત્યારથી એ પણ બંધ કર્યા. ગયા અઠવાડિયે મ્યુઝિકના રિયાલિટી શો ઈન્ડિયન આઈડોના એપિસોડમાં એક સમયના પ્રખ્યાત ગીતકાર સંતોષ આનંદ અતિથિવિશેષ તરીકે આવવાના છે એવી ખબર પડતાં રધુએ નિયત સમયે ટીવી સ્વિચ ઑન કર્યું તો એણે શું જોયું? એણે જોયું કે ૮૧ વર્ષી ગીતકારના દિલમાંથી જે વાત નીકળી, કેમેરા સામે એ જે બોલ્યા એનું ટીવીચૅનલે અત્યંત નાટકીય ઢબે પ્રદર્શન કર્યું. જે હાલતમાં એમને સેટ્સ પર લાવવામાં આવ્યા એ પણ અમાનવીય હતું. ખરેખર તો એપિસોડના પ્રસારણ પહેલાં એનો પ્રચાર કરી બને એટલા વધુ લોકો એ જુએ એવો ચેનલનો પ્લાન હતો, જેની સામે અનેક લેખક-ગીતકારે આક્રોશ વ્યક્ત કર્યો
છેવટે ડર સાચો પડ્યો...
આમ તો આ દશ્ય બધાની નજર સામે હતું. નિuતો ગાફેલ ન રહેવા ચેતવતા હતા અને મોટા ભાગના લોકો એમને ચોખલિયા ગણી નફિકરાની જેમ ફરતા હતા. પરિણામ ધાર્યા મુજબ જ આવ્યું છે.
આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ...
ગુજરાતી ભાષા પ્રચાર-પ્રસાર માટે આજકાલ ડિજિટલ માધ્યમનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. એ આવકાર્ય પણ છે.
નાની વયે સર કર્યાં મોટાં શિખર...
છ વર્ષની બાળકીની શું પ્રવૃત્તિ હોય? બાળસખા-સખી ધિંગામસ્તી ને થોડું ઘણું ભણતર. દાદા-દાદી પાસેથી વાર્તા સાંભળવાની. જો કે વડોદરાની વ્યાખ્યા દેસાઈની વાત જરા જુદી છે. વાઘોડિયા રોડ પર આવેલા શ્રી અંબે વિદ્યાલયમાં ધોરણ એકમાં અભ્યાસ કરતી છ વર્ષ વ્યાખ્યા આમ તો અન્ય બાળકો જેવું જ જીવન જીવે છે, પણ તાજેતરમાં એણે વિન્ટર ટ્રેકિંગ કરી ૯૬૫૦ ફૂટે આવેલું દેણકુંડ શિખર સર કર્યું. સાથે જ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સૌથી નાની ઉંમરની ટ્રેકિંગ કરનારી બાળકી તરીકે સ્થાન પ્રાપ્ત કરી લીધું.
કેલેન્ડરમાં કંડાર્યો વતનનો ઈતિહાસ...
૨૦૨૧નો પણ ત્રીજો મહિનો શરૂ થઈ ગયો, હવે તો કૅલેન્ડરના પણ બે મહિનાનાં પાનાં ભૂતકાળ બની ગયાં ત્યારે વળી કેલેન્ડરની વાત શું કરવાની, પરંતુ સૌરાષ્ટ્રના ઐતિહાસિક શહેર માંગરોળમાં એક સંસ્થાએ એવું કેલેન્ડર બનાવ્યું, જેનાં પાનાં પર સમય પસાર થાય છે, પરંતુ ઈતિહાસ જીવંત થાય છે.
આ સામ્રાજ્યવાદને ડામવો અનિવાર્ય છે!
પાછલાં કેટલાંક વર્ષોમાં કેટલીક ટેક્નોલૉજી કંપનીએ આપણી જિંદગીમાં આમૂલ પરિવર્તન આપ્યું છે, પણ એના આધારે આ કંપનીઓ આપણા જીવનનો કબજો લઈ લે એ ખોટું. આ જ કારણ છે એમની ઈજારાશાહી સામે લડવાનું.
શિક્ષક દંપતીએ શાળા-સંકુલમાં બનાવી લીલીછમ્મ વાડી
એક નાનકડો વિચાર કેવી રીતે બીજાને પર્યાવરણનું જતન કરવાની પ્રેરણા આપી શકે એનું એક સરસ ઉદાહરણ રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના ઓરી ગામની શ્રી પી.જે. શેઠ ઉત્તર બુનિયાદી વિદ્યાલય શાળાના શિક્ષક હર્ષદભાઈ રોજાસરા અને એમનાં પત્ની સ્મિતાબહેને આપ્યું છે.
વિદેશી ટ્વિટર સામે દેશી કૂ...
મિત્રો, આજથી હું ટ્વિટર છોડી રહ્યો છું.
મફત ભોજન પીરસી સંતોષનો ઓડકાર લેતા પેન્શનર...
બાળપણમાં ઘેર ઘેરથી લોટ માગીને ગુજરાન ચલાવતી એક વ્યક્તિ આજે બીજાના જઠરાગ્નિ ઠારવાનું કામ કરતી હોય એ હકીકત આપણને સહેજે લાગણીશીલ બનાવી દે.
દસ કરોડનું ઝાડ!
ઘટાદાર એક વૃક્ષનું વાર્ષિક મૂલ્ય કેટલું? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શરદ બોબડેની અધ્યક્ષતા ધરાવતી ખંડપીઠના સભ્ય જસ્ટિસ એ.એસ. બોપન્ના અને વી. રામસુબ્રહ્મણ્યમે અભ્યાસ કરી નક્કી કર્યું કે એક વૃક્ષનું મૂલ્ય રૂપિયા ૭૪,૫૦૦ થાય.
લેટ નથી ચૉકલેટ...
૯ ફેબ્રુઆરીએ ચૉકલેટ ડે ગયો ત્યારે સોશિયલ મિડિયા પર જાતજાતના શેપવાળી ચોકલેટ જોઈને મોંમાં પાણી આવી ગયું. જો કે એક ચોકલેટચાહક ફ્રેન્ડને ફોન કર્યો તો એણે તનીશાને જ્ઞાનગંગામાં ડૂબકી ખવડાવી કહ્યું કે વર્લ્ડ ચૉકલેટ ડે તો છેક ૭ જુલાઈએ છે. પછી તેનીશાએ જ ગૂગલ પર સર્ફ કર્યું તો દિમાગ ચકરી ખાઈ જાય એટલા ચોકલેટ ડે મળ્યા, જેમ કે ૯ ફેબ્રુઆરીએ સાદો ચૉકલેટ ડે ગયો.
ફિટનેસમાં છે ના દાદી...
Cી ત્રણ બ્લૉકેજના હાર્ટ અટેક બાદ એન્જિયોપ્લાસ્ટી કરાવનારાં આ દાદીએ યોગ્ય વ્યાયામ અને આહારપદ્ધતિથી પોતાની જાતને તો તંદુરસ્ત રાખી છે, પણ ક્વે એ અન્ય મહિલાઓને પણ ફ્રીમાં ફિટનેસ ટ્રેનિંગ આપે છે. સમીર પાલેજા
ડિરેક્ટર-ઍક્ટરની રૉયલ ખિટપિટ...
જીવનચરિત્ર રઘુનો અતિપ્રિય વાચનપ્રકાર છે. જો એ પ્રામાણિકપણે લખવામાં આવ્યું હોય તો એમાંથી જે-તે વ્યક્તિ વિશેની વાતો જાણવા મળે છે. આ જુઓઃ આપણા અભિજાત જોશીએ એક પુસ્તક લખ્યું છે અનસ્ક્રિપ્ટેડ. ...કન્ફર્મેશન ઓન લાઈફ એન્ડ સિનેમા, જે પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ પ્રકાશિત થયું. પુસ્તકમાં અભિજાતદાદાએ નિર્માતા-દિગ્દર્શક વિધુ વિનોદ ચોપરાનો સિનેમાપ્રવાસ આલેખ્યો છે, જેમાં વિધુજીના એક મહત્ત્વાકાંક્ષી ચિત્રપટ એકલવ્યઃ ધ રૉયલ ગાર્ડના નિર્માણ વિશેનો એક રસપ્રદ પ્રસંગ છે.
કારણથી તારણ તરફ લઈ જતી સમજણ
આત્મનિરીક્ષણ પછી આવતાં આંસુ આનબળાઈની નિશાની નથી, નિષ્કર્ષનો સ્વીકાર છે. એમાં અનેક સારા-માઠા પ્રસંગો વણાયેલા હોય. ફ્લેશ-બૅકમાં લઈ જતાં સેપિયા સંવેદનો સમાયેલાં હોય, કોઈને કહી ન શકાઈ હોય એવી વાતોનું મૌન અને કહેવી નહોતી જોઈતી એવી વાતોનો ભાર પણ તણાયેલો હોય. આત્મનિરીક્ષણ એક એવી પ્રક્રિયા છે, જે બહુ મોડી કાર્યરત થાય તો અનેક વર્ષોનું નુકસાન જવાની શક્યતા રહે છે.