CATEGORIES
માગવાથી માન ન મળે...
હમણાં હમણાં ન્યાયતંત્રની ગરિમા ઝંખવાય એવા અનેક કિસ્સા બની રહ્યા છે અને સર્વોચ્ચ અદાલતે એ સામે ચિંતા પણ વ્યક્ત કરી છે. અનેક પ્રકારનાં સામાજિક માધ્યમ પર લોકો બેરોકટોક પોતાના અભિપ્રાય આપી શકતા હોય ત્યારે આવી સ્થિતિ આવે એ સમજી શકાય એમ છે. જો કે એ માટે માત્ર પ્રજાને દોષિત ઠેરવવાને બદલે ન્યાયતંત્ર તરફથી અરીસામાં જોવાનો પ્રયાસ થવો જોઈએ.
કૌસની બહારનું કૌતુક
કોંસની બહાર વિચારનારા માટે જિંદગી રિસ્ક પણ હોય છે અને ટ્વિસ્ટ પણ હોય છે.
મહાત્મા બનવાની સિક્રેટ રૅસિપી...
થોડા દિવસ પહેલાં ગાંધીજીનો ૭૩મો નિર્વાણદિન ગયો.
રેંટિયાનો રંગ લાગ્યો રે...
અમદાવાદના વિશ્વખ્યાત સાબરમતી (ગાંધી) આશ્રમની વિશ્વના અનેક મહાનુભાવોએ જુદા જુદા સમયે મુલાકાત લીધી છે.
કળિયુગની રામાયણ...
યુટ્યૂબ પર કૉમેડી વિડિયો મૂકીને તગડી કમાણી કરતા ટેલેન્ટેડ લોકોની કહાણી ચિત્રલેખાની કવર સ્ટોરીમાં વાંચી લીધી હોય તો એ પણ જાણી લો કે ઑક્ટોબર, ૨૦૨૦માં બંધ થઈ ગયેલી વિગો વિડિયો નામની ઍપને કારણે પણ ઘણી છૂપી ટેલેન્ટ બહાર આવેલી.
આ ટૉય ટ્રેનને બ્રેક નહીં લાગે!
એક બાજુ, પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની વાત અને બીજી તરફ, પર્યટકોને આકર્ષવાની જેમાં ભારોભાર શક્યતા હોય એ સ્થળ કે ચીજને તાળાં મારવાની તજવીજ. બોલો, આમાં ક્યાંથી મેળ બેસે?
અલવિદા અરવિંદ જોશી
મુઠ્ઠીઊંચેરા નાટ્યકર્મીની આખરી એક્ઝિટ કંઈકેટલાં નાટ્યસ્પંદન જગાવી ગઈ...
અર્થતંત્રને સ્વચ્છ અને સ્વસ્થ કરવાના લક્ષ્ય સાથે...આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધતું બજેટ
નિર્મલા સીતારમણે અગાઉનાં એમનાં ત્રણ બજેટની હતાશાને આ અંદાજપત્રથી દૂર કરી છે. ભારતને આત્મનિર્ભર બનાવવા રચાયેલા છ પાયાને મજબૂત રાખવા સરકારે એના અમલમાં પણ મજબૂત-મક્કમ રહેવું પડશે. ભારતની ગ્રોથ સ્ટોરીમાં વિશ્વાસ હોય એમના માટે ઈન્વેસ્ટમેન્ટનો આ ઉત્તમ સમય કહી શકાય.
ડડલાનીએ મારેલો ભગો ને એક અમર ગીતની ગાથા...
રઘુ એન્ટરટેનેન્ટ બિઝનેસમાં હોવા છતાં એ ભાગ્યે જ ટીવી જુવે છે. એમાંય ખાસ તો નાચવા-ગાવાના રિયાલિટી શો પ્રત્યે એને ભારે ચીડ છે, કેમ કે છેલ્લા થોડા સમયથી આવા રિયાલિટી શોમાં ટીવીસિરિયલને શરમાવે એવા નાટકીયવડા થઈ રહ્યા છે.
ડ્રેગનની ધમાલ, કમલમની કમાલ...
રૂપાણી સાહેબ, રૂપાણી સાહેબ, તમે ટૅગન ફ્રુટને કમલમ્ નામ આપીને ચીનને એવો જડબાતોડ જવાબ આપ્યો છે કે હવે ચીનાઓને સાત પેઢી સુધી આ વશ્વાધાત યાદ રહેશે.
એક સદી જૂની રાષ્ટ્રીય શાળામાં ફરી સંભળાશે બાળકોનો કલરવ
મહાત્મા ગાંધીજીના વિચારને કેળવણી દ્વારા વ્યક્ત કરવા માટે ૧૯૨૧માં રાજકોટમાં શરૂ થયેલી રાષ્ટ્રીય શાળાનાં વહીવટ-સંચાલન સામે અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા પછી હવે શતાબ્દી વર્ષમાં અનેક નવી યોજના થકી એને ફરી સજીવન કરવાના પ્રયાસ થઈ રહ્યા છે.
તમારા પોર્ટફોલિયોમાં રહેલા શેર વધે છે?
હાલ બજેટનું કાઉન્ટડાઉન ચાલુ છે. પચાસ હજારે પહોંચેલો સેન્સેક્સ એક લાખ થવાની આશાના કનકવા પણ ચગે છે. જો કે એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે, શેરબજાર ગમે એટલું વધે, પણ...
વિભાજિત દેશને બાંધી રાખવાની મથામણ
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાજકારણમાં દ્વેષ અને ધિક્કારની લાગણીનો જે ઉકરડો મૂકી ગયા છે એ સાફ કરવાની જવાબદારી હવે નવા પ્રમુખ જો બાઈડન પર આવી છે. ચીન અને પાકિસ્તાન મામલે બાઈડનની નીતિ શું છે એના પર ભારતની નજર હશે, પણ...
માથેરાનમાં ગુંજે છે જય શ્રી રામ ...
મુંબઈ નજીકના આ ગિરિમથકમાં ગુજરાતી શેઠિયાએ બનાવેલું રામમંદિર સ્થાપનાનાં સવા સો વર્ષમાં પ્રવેશી રહ્યું છે ત્યારે એક રોચક ફ્લેશ-બેંક અને રસપ્રદ વર્તમાનમાં લટાર...
ફૅમિલી ડૉક્ટરની જેમ હવે ફૅમિલી ફાર્મર!
પ્રાકૃતિક ખેતી કરતા ભૂમિપુત્રોને યોગ્ય બજાર અને શહેરીજનોને રાસાયણિક ખાતર વગરનાં કૃષિ ઉત્પાદનો મળી રહે એ માટે ભાવનગરમાં પ્રશાસનતંત્રની આ પહેલ પણ બિરદાવવા જેવી છે.
રીસ, ગુસ્સો ને આમાર મોમતા...
મારા પીયાઓ, હામેથી મને ય બોલાયવી ને હવે ચાળા પાડે છે. જાવ, ભાહણ નહીં દઉં... હંમેશાં સોગિયા મોઢે દેકારો મચાવતાં મમતા બેનરજી કાઠિયાવાડી હોત તો ૨૩ જાન્યુઆરીએ આવું કંઈક બોલ્યાં હોત.
આ નામનો તો મલાજો રાખો...
નાના-મોટા કોઈ પણ સરકારી કાર્યક્રમ હોય, એમાં હાજરી આપવા ફોટો પડાવવા રાજકારણીઓ પડાપડી કરતા હોય છે. જો કે એક વાર એ કાર્યક્રમ પતે એ પછી એમને એ તરફ જોવાનું સૂઝતું નથી.
હિટ થવા માટે હીન થવાનું?
સારી, રોમાંચક, રસપ્રદ કથાવસ્તુ અને માવજત ધરાવતી વેબ-સિરીઝ જોવાના ઘણા બહુ પ્રયત્ન કર્યા. ખેદ સાથે કહેવું પડે છે કે ઉપર મુજબનાં બધાં પરિબળમાં ફ્ટિ બેસતી ઘણી સિરીઝ ગાળોનાં છાંટણાં કે ભરમારને કારણે ચાલુ એપિસોડ સ્વિચ ઓફ કરવાની ફરજ પડી છે. ગાળ એ પોર્નનું શાબ્દિક સ્વરૂપ છે.
સાત અજાયબીમાંથી રચી આઠમી અજાયબી...
કરછમાં રહેતો એક યુવાન શિક્ષક દીવાસળી ગોઠવીને બનાવે છે જાત-ભાતના આર્ટ પીસ.
આ રીતે થાય લગ્નની ઉજવણી !
કોગેનાની મહામારીને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. એ ગાઈડલાઈનનો મને કે કમને લોકોએ અમલ કરવો પડે છે. ખાસ તો લગ્નપ્રસંગમાં. કન્યા અને વરપક્ષના બન્ને આમંત્રિતોની સંખ્યા ૧૦૦થી વધુ ન હોવી જોઈએ, રસ્તા પર બૅન્ડ વગાડવાનું નહીં કે વરઘોડો કાઢવાનો નહીં, વગેરે. એને કારણે ધામધૂમથી લગ્ન કરવા ઈચ્છતા લોકોના હાથ બંધાઈ ગયા છે.
આ રસ્તો કોઈને ક્યાંય લઈ નહીં જાય!
દિવસ વીતતા જાય છે એમ પાટનગર દિલ્હીને ભરડો લઈ લે એવું ખેડૂત આંદોલન વધુ વકરતું જાય છે.
અહિંસાંની કેળવણી... ગાંધીવિચારથી!
ગાંધીવાદી સંસ્થાનાં બિલ્ડિંગોની જાળવણી માટે ગુજરાત સરકારે સહાય આપીને ઈમારતોની સાથે ગાંધીવિચારનો પાયો પણ મજબૂત કર્યો.
વર્ષાઋતુમાં ખીલી ઊઠતું રંગીલું રાજ્ય
કાળા ભમ્મર મેઘ વિશાળ આકાશમાં છવાતા જાય છે. વેગથી વાતો પવન અડાબીડ જંગલનાં વૃક્ષોમાં એક કંપન ઉત્પન્ન કરી જાય છે. પંખીઓ મૌન છે. લાંબા સમયથી તરસી ધરતી પણ જાણે પોતાનો શ્વાસ રોકીને બેઠી છે વીજળીના કડાકાભડાકાના અવાજની પ્રતીક્ષામાં. હા, અવાજ... સૃષ્ટિને જીવન આપતી ઋતુ એટલે કે પહેલા વરસાદના સંદેશાનો અવાજ
મળો સિંહના સખાને...
ગીરના સિંહ રાજકોટ તરફ આવ્યા અને કોઈ ને કોઈ પશુનું મારણ કર્યું. આવી ઘટના એકાદ મહિનાથી છાશવારે બને છે. સિંહ અને માણસનું સહઅસ્તિત્વ હંમેશાં ચર્ચાનો વિષય રહ્યું છે. શહેર-ગામ ભણી સિંહનાં પગલાં વળી રહ્યાં છે એવા બનાવો વચ્ચે મળીએ સિંહના એક પ્રેમીને. સિંહ એમના વિશે અભ્યાસનો નહીં, અનુભવનો વિષય છે. સિંહને એમણે જાગ્યો હોય કે ન હોય, માણ્યો બહુ છે.
વાહ, હીરો!
મુંબઈ ટ્રાફિક પોલીસનો પહેલો 'હીરો એવોર્ડ' મળ્યો એક મહિલા ટ્રાફિક કૉસ્ટેબલને.
મહાત્મા ગાંધી-કલ, આજ ઔર કલ!
મુંબઈસ્થિત કાંદિવલી એજયુકેશન સોસાયટી (કેઈએસ) સ્થાપિત ગુજરાતી ભાષા ભવન અને પરિવર્તન પુસ્તકાલયે સંયુક્ત રીતે મહાત્મા ગાંધી પુણ્યતિથિ નિમિત્તે ૩૦ જાન્યુઆરીએ ગાંધીજીના જીવન વિશે એક વાર્તાલાપનું આયોજન કર્યું છે, જેનું શીર્ષક છે: મહાત્મા ગાંધીગઈ કાલે, આજે અને આવતી કાલે.
મામલો મમતે ચડ્યો છે...
કૃષિ સુધારણા કાયદા સામેનું ખેડૂતોનું આંદોલન ખેંચાતું જ ચાલ્યું છે. સરકારે કાયદા પાછા ખેંચવાની ખેડૂત આગેવાનોની એકસૂત્રી માગણી નકારી કાઢી એ પછી મામલો સર્વોચ્ચ અદાલતમાં ગયો અને ધારણા મુજબ જ અદાલતે એક સમિતિ રચવાનું જાહેર કરી દીધું. જો કે સમિતિ માટે કોર્ટે સૂચવેલા ચારેચાર સભ્યો અગાઉ સરકારી કાયદાની તરફેણ કરી ચૂક્યા હોવાથી કિસાન સંગઠનોએ એમનામાં અવિશ્વાસ વ્યક્ત કરી સમિતિનો બહિષ્કાર ઘોષિત કર્યો. પછી તો સમિતિના એક સભ્ય પણ એમાંથી છૂટા થઈ ગયા. અદાલતે સમિતિને દસ દિવસમાં પહેલી બેઠક યોજવાની મહેતલ આપી હતી, પણ ખેડૂતો આ સમિતિ સામે ઉપસ્થિત થવાના જ ન હોય તો આખી કસરત નકામી કરે.
વનઅધિકારીનાં પગલાંએ ગભરાવ્યા...
૧૬ જાન્યુઆરીની રાતે દીપડાનાં પદચિહ્ન (ફૂટપ્રિન્ટ) અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં જોવા મળ્યાં હોવાથી ગામલોકો તથા પશુપાલકોને જાણ કરવામાં આવે છે કે ખુલ્લામાં સૂવું નહીં તથા રાતે આવતાં-જતાં ધ્યાન રાખવું.મોડી રાતે જવું અનિવાર્ય હોય તો સાથે બૅટરી અને અવાજ કરે એવી વસ્તુ રાખવી. જો દીપડા જેવું વન્યપ્રાણી દેખાય તો અમારા કર્મચારીઓનો સંપર્ક કરવા વિનંતી...
સુપરકારના મહાન સર્જકની સુપર મહામુશ્કેલી!
બોલીવૂડ સ્ટાર્સ, સેલિબ્રિટી તથા કૉર્પોરેટ માંધાતા માટે વૈભવશાળી, આધુનિક સાજસજાવટવાળાં વાહન તૈયાર કરનારા કાર-ડિઝાઈનરની ચીટિંગ માટે થયેલી ધરપકડે ઑટો-વર્લ્ડમાં આશ્ચર્યનાં વમળ સર્યો છે. અન્ય કૌભાંડ ઉપરાંત કોમેડિયન કપિલ શર્મા પાસેથી વેનિટી વેન બનાવવા આશરે છ કરોડ રૂપિયા લઈને પછી ‘બાબાજી કા ઠુલ્લુ’ બતાવનારા ને હાલ જેલની હવા ખાઈ રહેલા દિલીપ છાબરિયાના ઉત્થાન ને પતનની કહાણી દિલચસ્પ છે.
...ને હવે પડદો ઊઘડે છે!
કોરોનાને પગલે આવેલા લૉકડાઉન પછી ફિલ્મ અને નાટક થિયેટર ધીમે ધીમે ઊઘડી રહ્યાં છે. કોરોનાની ગાઈડલાઈન સાથે જે થિયેટર શરૂ થયાં છે ત્યાં હજી એની રોનક પાછી નથી આવી.