CATEGORIES
આ ખરો બાલવીર...
અમદાવાદ શહેરના વસ્ત્રાપુર રોડની ફૂટપાથ પાસેથી પસાર થાવ ત્યારે એક નાનો બાળક રવિ અને વૃદ્ધ મહિલા અચૂક જોવા મળે. શાળા ચાલુ હોય ત્યારે એ ભણતો હોય અને બાકીના સમયમાં રમકડાં, કી-ચેન જેવી સામગ્રી નાનકડી સાઈકલ પર જ દુકાન સજાવી વેચતો જોવા મળે. શહેરની ફૂટપાથો, બાંધકામનાં સ્થળો, ખુલ્લા પ્લોટોમાં હજારો શ્રમિકો વસવાટ કરે છે. એક જગ્યાએ કામ પૂર્ણ થઈ જાય એટલે મજૂરોનો મુકામ બદલાઈ જાય.
અળસિયાં બનાવે આત્મનિર્ભર...
દક્ષિણ ગુજરાતનાં આદિવાસી ગામોમાં એક મોટી ક્રાંતિ જોવા મળી છે. સરકારે આદિવાસી મહિલાઓને અળસિયાં દ્વારા ખાતર બનાવવાની તાલીમ આપીને એમને એક વર્ષની અંદર સ્વનિર્ભર બનાવવાની જે ઝુંબેશ ઉપાડી હતી એના થકી હજારો કુટુંબોનાં જીવનધોરણ ઉપર આવ્યાં છે.
અમે બરફનાં પંખી
શિયાળો બેસતાંની સાથે હિમપ્રદેશોની નદીઓ થીજી જવાની શરૂઆત થઈ ચૂકી છે. પાણી બરફનું રૂપ ધારણ લઈ જાણે વહેવાનું બંધ કરી પોતાનો ખળખળતો થાક ઉતારવા વૅકેશન પર ઊતરી જાય. તોફાનોમાં દેવ અવ્વલ રહેતા કોઈ અળવતીરા છોકરાએ રૂમઝૂમતી નદીને સ્ટેય્ કહીને સ્થિર કરી દીધી હોય એવો મિજાજ વર્તાય.
મમતે ચઢ્યો છે મુંબઈ મેટ્રોનો મુદ્દો...
મહારાષ્ટ્રના રાજકીય આટાપાટાને કારણે મુંબઈની ‘મેટ્રો નંબર-૩'નો ઝઘડો કોર્ટમાં ગયો ને ખૂલી ગયો વીંછીનો દાબડો. પ્રજાની નજરમાં એકમેકને ઉતારી પાડવાની રાજરમતને કારણે મુંબઈગરાને હવે એક નહીં, ચાર મેટો લાઈન વિલંબથી મળશે.
એમને પણ આપીએ એક માર્ગ...
જંગલની વચ્ચેથી નીકળતાં હાઈ-વે, રેલવેલાઈન, કોરિડોર, વગેરેને કારણે પશુ-પંખીઓ બીજી તરફ મુક્તપણે જઈ શકતાં નથી. માર્ગ ઓળંગવામાં એ અકસ્માતનો ભોગ બને છે. કેટલાય જીવોની જાતિનિકંદનનું જોખમ ઊભું થયું છે. જો કે હવે વન્યજીવો પણ માનવનિર્મિત માર્ગો વિના અવરોધે ઓળંગી શકે એ માટે જાતજાતના ઓવરપોસ ને અન્ડરપાસ બની રહ્યા છે આ ક્ષેત્રે મહારાષ્ટ્રની કામગીરી ઉન્નત છે. જાણીએ, મુંબઈ-નાગપુર વચ્ચે બની રહેલા સમૃદ્ધિ મહામાર્ગમાં વન્યજીવોની અવરજવર માટે કેવા કીમિયા અજમાવવામાં આવ્યા છે.
પપ્પાની પ્રેરણાથી આપ્યું પતંગિયાંને નિમંત્રણ
એના ઘરના ફળિયામાં વેફર, કુરકુરેનાં પૅકેટ્સ જોવા મળે. મસાલા સિંગની નાની કોથળી પણ હોય અને પ્લાસ્ટિકની કોથળી પણ ત્યાં હોય. ના, આંગણામાં એ જ્યાં ત્યાં વેરાયેલી ન હોય. આ બધા પ્રકારની કોથળીમાં તો કોઈ ને કોઈ રોપ, છોડ વાવેલો જોવા મળે ગીરમાં થતાં શેમળાનાં વૃક્ષની કલમો હોય કે એવા અન્ય છોડ, આપણને એમ થાય કે આ કોઈ પર્યાવરણપ્રેમી વ્યક્તિની વાત છે.
શૈરની જેમ પાણીના પણ સોદા?
પાણી એ કુદરતી સંપત્તિ છે, પરંતુ છેલ્લાં કેટલાંક વરસોથી માનવજાત આ કુદરતી સંપત્તિને પોતાની સંપત્તિ બનાવવા બેસી ગઈ છે. પાણીનું વ્યાપારીકરણ તો ક્યારનું થઈ ગયું હતું. હવે તો પાણી શેરબજારમાં પણ પહોંચી ગયું છે. અમેરિકામાં તો પાણીના વાયદાના સોદા શરૂ થઈ ચૂક્યા છે. એ નોબત ભારતમાં પણ આવે તો નવાઈ નહીં.
નીચે ગાડી ઉપર પ્રાણી...
ઓસ્ટ્રેલિયામાં બ્રિસ્બન શહેરથી ૧૮ કિલોમીટર કેરાવાળા નામનું ફોરેસ્ટ છે.૬૦ કિલોમીટર લાંબા આ જંગલની વચ્ચે જ હાઈ-વે છે. બન્ને તરફનાં પ્રાણીઓને રસ્તો ઓળંગવામાં મુશ્કેલી પડે એટલે અહીં એક ઓવરપાસ બનાવ્યો છે.
તું તને આઝાદ કર..
એક માનસિક અવસ્થામાંથી બીજી માનસિક અવસ્થામાં પ્રવેશ કરવો ખાસ્સી જહેમત માગી લે એવું કાર્ય છે એ કિસાન આંદોલને પુરવાર કર્યું. જ્યારે તમે મનમાં ગાંઠ વાળીને જ બેઠા હો કે નવું કશું સ્વીકારવું જ નથી તો એ બંધિયારપણાની નિશાની છે.
તંતનો અંત લાવો...
કિસાન આગેવાનો, કૃષિબજારના દલાલો અને રાજકારણીઓને પોતપોતાની ભાખરી શેકવી છે એટલે જ ખેડૂત આંદોલન પૂરું થાય એ માટે નક્કર પ્રયાસ થતા નથી.
જિમ્મી... જિમ્મી.… જિમ્મી. ગેટ વેલ સૂન!
ક્રિસમસ વૅકેશનના મૂડમાં રઘુ નર્મદની મુદ્રામાં કપાળે આંગળી મૂકી આ અઠવાડિયે કયો ટૉપિક લેવો એ વિચારતો બેઠો છે ત્યારે એના વ્હોટ્સએપ પર મિત્રોના મેસેજિસના ઢગલા થાય છે, જેનો સાર એ છે કે ૨૦ ડિસેમ્બરે મિથુન ચક્રવર્તીએ મસૂરીમાં વિવેક અગ્નિહોત્રીની ધ કશ્મીર ફાઈલ્સના શૂટિંગ દરમિયાન પેટની પારાવાર પીડાને પગલે હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું. આમ તો બે-ત્રણ દિવસથી દુખાવો રહેતો હતો, પણ એ ગણકાર્યા વગર એમણે શૂટિંગ ચાલુ રાખ્યું, કિન્તુ ૨૦મીએ દર્દ અસહ્ય બનતાં શૂટિંગ થંભાવી દેવું પડ્યું.
ખાખી વરદીને લાગ્યો સર્જકતાનો રંગ
કોરોના કાળમાં હજી અનેક વ્યવસાય, સેવા અને કળાપ્રવૃત્તિ પહેલાંની જેમ ધમધમતાં થયાં નથી. જો કે એના પ્રયાસ શરૂ થયા છે. એ દોરમાં અમદાવાદની જાણીતી આર્ટ ગૅલરી હઠીસિંહ આર્ટ સેન્ટરમાં જાણીતા એસ્ટ્રેક્ટ આર્ટિસ્ટ અમદાવાદના અજય કુમાર ચૌધરીનાં ૧૭ એક્સ્ટ્રક્ટ પેન્ટિંગનું એકિઝબિશન એસ્ટ્રેક્ટ યોજાયું. ઉદ્દઘાટન વખતે અજય કુમારે બે લાઈવ પેન્ટિંગ કરી કલારસિકોને ખુશ કરી દીધા.
કમાલ ન્યુ યર... ધમાલ ન્યુ યર
આખી દુનિયાની જેમ આપણે ત્યાં પણ ઈશુના નવા વર્ષને આવકારવા જાતજાતની પાર્ટીનાં આયોજન થાય છે. જો કે વિશ્વના ઘણા દેશમાં સાવ જુદી રીતે ન્યુ યર સેલિબ્રેશન થાય છે. આપણે દશેરાએ રાવણનું પૂતળું બાળીએ એમ દક્ષિણ અમેરિકા ખંડના ઈક્વાડોર નામના દેશમાં ૧ જાન્યુઆરીએ ચાડિયો બાળવાનો રિવાજ છે. માન્યતા એવી કે ચાડિયાને ભડભડ સળગાવી મારીએ એટલે વીતેલા વર્ષમાં જે ખરાબ બાબત બની હોય એ બધી બળીને ભસ્મીભૂત થાય છે. ચાડિયો બનાવવામાં જૂના દસ્તાવેજો, કાગળ, વગેરેનો ઉપયોગ થાય છે.
કોરોના કે સાથ ભી. કોરોના કે બાદ ભી!
ગુજરાતમાં મહામારી કોરોનાના કેસ હવે ઘટ્યા છે ત્યારે કોરોનાની આડઅસરરૂપ “મ્યુકરમાઈકોસિસ નામની ચિંતાજનક બીમારીએ દેખા દીધી છે. આવો, જાણીએ એનાં કારણ અને મારણ વિશે...
અલવિદા...
છેલ્લા થોડા જ દિવસના ગાળામાં ગુજરાતના વિખ્યાત સાહિત્યકાર અને સંશોધક ડૉ. હસુ યાજ્ઞિક, જાણીતા સંપાદક અને પ્રકાશક જયંત મેઘાણી, આકાશવાણી-અમદાવાદનાં ભૂતપૂર્વ કેન્દ્ર નિયામક અને લેખિકા વસુબહેન ભટ્ટ તથા આકાશવાણીઅમદાવાદના ભૂતપૂર્વ સહકેન્દ્ર નિયામક અને જાણીતા પ્રસારણકર્મી સાદિક નૂર પઠાણ એમ ચાર મહાનુભાવે આપણી વચ્ચેથી કાયમી વિદાય લીધી.
અલગ છો તો આવું અનુકરણ શા માટે?
સંસદ કે રાજ્યોની વિધાનસભામાં ભારે બહુમતી ધરાવતા રાજકીય પક્ષો મનમાની કરે અને આદર્શ લોકશાહી પ્રણાલીને ચાતરી જાય એવા દાખલા. આપણે ત્યાં બહુ છે. કોંગ્રેસી રાજ દરમિયાન, ખાસ તો ઈન્દિરા ગાંધીના કાળમાં તો આવું અનેક વખત બનતું. કટોકટી એનું આપણા દિમાગમાં કાયમ માટે કોતરાઈ ગયેલું ઉદાહરણ છે.
સલામ...મુસીબતના મહાનદમાં સામા પ્રવાહે તરી આપણાં જીવન વહેતાં રાખનારા કર્મવીરોને!
આજથી સાતેક વર્ષ પહેલાં એક ફિલ્મ આવેલી લૂટેરા ઓ. હેકીની એક ટૂંકી વાર્તા પરથી વિક્રમાદિત્ય મોટવાનીએ સર્જેલી આ ફિલ્મ માટે અમિતાભ ભટ્ટાચાર્યે કેટલાંક હૃદયસ્પર્શી ગીતરચેલાં. એમાંના એકની પંક્તિ છેઃ કુછ માગના બાકી નહી, જિતના મિલા કાફી હૈ ઝિંદા હું કાફી હૈ..
સમૃદ્ધ શાહી વારસો
રાજા-રજવાડાંની ભૂમિ તરીકે ઓળખાતું રાજસ્થાન એની કળાત્મક હવેલી, અભેદ્ય કિલ્લા, ભવ્ય મહેલો, આસ્થાનાં પ્રતીક સમાં મંદિરો તથા નયનરમ્ય નજારા માટે પ્રખ્યાત છે. શૌર્ય અને વીરરસથી ભરપૂર એવા અહીંના પ્રત્યેક કિલ્લા અને મહેલ આ રંગીલા રાજ્યનો ઈતિહાસ વર્ણવે છે.
પોલીસને બચાવ્યા આ પોલીસે...
અજય કુમાર ચૌધરી રમદાવાદ
એ સ્ત્રી ક્યાં ગાયબ થઈ ગઈ?
કોરોનાને કારણે આર્થિક સંકટ આવી પડતાં એ મહિલાએ પોતાનાં બે બાળકોને ખાડીની વચ્ચોવચ પથ્થર પર મૂકીને આત્મહત્યા કરી લીધી કે એ ઘર છોડી ગઈ? પોલીસ માટે આ એક પેચીદો કેસ બની ગયો છે...
એ બન્યો અન્નદાતા...
ગોપાલ રાયઠઠ્ઠા મુંબઈ
લોઢું ગરમ છે ત્યારે જ હથોડો મારો!
ચીન સાથેની રાજદ્વારી લડતમાં થાપ ખાઈ ગયેલી ભારત સરકારે આરબ દેશોના મામલે ખાસ્સી કુનેહ દેખાડી છે. દેશના લશ્કરી વડા મનોજ નરવણેએ હમણાં સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને સાઉદી અરેબિયાની મુલાકાત લીધી. ભારતના સેનાપતિની આરબ દેશોની સત્તાવાર મુલાકાતનો આ પહેલો કિસ્સો છે. લશ્કર તથા સરકારના વરિષ્ઠ અધિકારીઓ આગામી દિવસોમાં કતાર, ઓમાન અને કુવૈત સહિતનાં આરબ રાષ્ટ્રોની મુલાકાત પણ લેવાના છે.
શરીર દિવ્યાંગ... ભાવના દિવ્ય
જરા વિચાર કરો નવ મહિનાના એક બાળકને તાવ આવે. તાવની દવાનું રિએક્શન આવે અને પરિણામે કમરથી નીચેનું શરીર સાવ ખોટું પડી જાય... કાખઘોડી કે વાહન વગર ન ચાલે એનું જીવન કેવું હોય? વળી, પરાવલંબી જીવન જીવનારાની માનસિક સ્થિતિ કેવી થઈ હોય? રાજકોટમાં વસતા અભિષેક કારિયાનું જીવન આવું હોવા છતાં એમને જોઈને પેલું ફિલ્મગીત યાદ આવ્યા વગર ન રહે તુમ બેસહારા હો તો... કિસી કા સહારા બનો, તુમ કો અપને આપ હી સહારા મિલ જાયેગા..
આ પોસ્ટ કોના માટે છે?
પોસ્ટની વ્યાખ્યાએ ગજબનું શીર્ષાસન કર્યું છે. પહેલાં પીળચટ્ટી ટપાલની ગણના પોસ્ટમાં થતી. ઘરસંસાર વિસ્તરે એમ એમાં ઈલૅન્ડ લેટર, પરબીડિયાં, તાર, વગેરેનો સમાવેશ થતો ગયો. મુખ્યત્વે ખાખી ડ્રેસ અને ટોપી પહેરેલો ટપાલી ઘરઆંગણે ડિલિવરી કરી જાય એ પોસ્ટ એવી સમજણ હતી. શેરીમાં ખોડાયેલા લાલ પોસ્ટ બોક્સમાં સુંવાળી ટપાલ સરકાવતાં થતો રોમાંચ એ જ શેરીના મંદિરમાં થતી સમૂહઆરતીથી જોજનો આગળ નીકળી જતો.
યુનિફૉર્મનાં ચિત્રણમાં દરકારી-બેદરકારી...
હેલ્લો ફ્રેન્ડ્સ... રઘુ આ લખવા બેઠો છે ત્યારે એનાં ગૂગલ, યૂટ્યૂબ, જીમેઈલ, વગેરે ડાઉન છે, પણ ટ્વિટર ફેસબુક ચાલુ છે. રાબેતા મુજબ એની પર લોહીપીણા વર્સિસ ઠાવકા-ઠરેલ યુઝર્સની બાધાબાધી ચાલી રહેલી જોવા મળે છે.
કાળકોટડીમાં સેવાનો અકલ્પનીય અનુભવ
ડૉ. દિલીપ પટેલ કેલિફોર્નિયા, અમેરિકા
વાહ, કેળના રેસામાંથી બનશે ખાદી!
કચરામાં ફેંકાતા કેળના થડમાંથી ખાદી જેવા દોરા બનાવી તૈયાર થશે ઉચ્ચ દરજ્જાનું કાપડ.
લ્યો, હવે અહીં બેઠાં બેઠાં કરો...દુનિયાભરની કંપનીના શેરમાં રોકાણ
‘ફેસબુક’, ‘એમેઝોન’, ‘ઍપલ’, ‘નેટફ્લિક્સ’, ‘ગૂગલ’, ‘માઈક્રોસૉફ્ટ’નાં નામ તમે સાંભળ્યાં જ હશે. આ બધાંનો ક્યાંક ઉપયોગ પણ કરતા હશો, પરંતુ આ કંપનીના શેરમાં રોકાણ કરવાનું વિચાર્યું છે ખરું? રોકાણ કરવા જેવું પણ ખરું. ચાલો, સમજીએ...
કેવું હશે નવું સંસદ ભવન?
દિલ્હીની શાન બનનારા નવા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના પહેલા ચરણમાં હમણાં સંસદ ભવનનું ભૂમિપૂજન થયું. જાણીએ, શું છે એની વિશેષતા?
વર્ષો પહેલાં ઢોળાયેલા દૂધ માટે હવે કેમ કાગારોળ?
વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં કેન્દ્રસ્થાને રહેલા ગાંધી પરિવારનો પ્રણવ મુખરજી અને શરદ પવાર તરફનો અણગમો જગજાહેર છે એટલે આ બન્ને આગેવાનોને વડા પ્રધાનપદથી દૂર રાખવા પાછળ કોનો દોરીસંચાર હતો એ સમજવા લાંબું વિચારવાની જરૂર નથી.