હજી આપણે કેટલી વસતી જોઈએ?
ABHIYAAN|July 30, 2022
ચીન સાથે વસતીની સરખામણી માત્ર વસતી વડે ન થાય. કોની પાસે કેટલી જમીન અને રહેવાની, ખેતીવાડીની મોકળાશ છે તે પણ જોવું પડે. બીજો વિચાર એ કરવો પડે કે ભારતમાં વધી રહેલી વસતીથી વિકાસ વધી રહ્યો છે કે પછી અફાટ માનવસાગર વિકાસમાં બાધારૂપ બની રહ્યો છે?
વિનોદ પંડ્યા
હજી આપણે કેટલી વસતી જોઈએ?

હમણાં સંયુક્ત રાષ્ટ્રસંઘના આર્થિક અને સામાજિક બાબતોના વિભાગ દ્વારા જગતની વસતિ વિશે એક સવિસ્તાર રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો. દુનિયાએ તેની નોંધ લીધી, પણ ભારતે સૌથી વિશેષ નોંધ લેવાની જરૂર છે. રિપોર્ટ પ્રમાણે આવતા વરસના કોઈક મહિનામાં વસતિની સંખ્યા બાબતે ભારત ચીનને પાછળ રાખી દેશે. આજથી ચારેક વર્ષ બાદ આવી સ્થિતિ પેદા થશે એવી ધારણા હતી. અમુક અખબારોએ શીર્ષકો આપ્યાં કે ચીનને પછાડીને ભારત આગળ નીકળી જશે. અરે, પછાડશે કે ચીનને વધુ મજબૂતાઈથી ઊભું કરશે? દરેક વાતમાં પ્રથમ આવવું એ સિદ્ધિ બનતી નથી.

ચીન સાથે વસતીની સરખામણી માત્ર વસતી વડે ન થાય. કોની પાસે કેટલી જમીન અને રહેવાની, ખેતીવાડીની મોકળાશ છે તે પણ જોવું પડે. બીજો વિચાર એ કરવો પડે કે ભારતમાં વધી રહેલી વસતીથી વિકાસ વધી રહ્યો છે કે પછી અફાટ માનવસાગર વિકાસમાં બાધારૂપ બની રહ્યો છે?

દુનિયાનાં ઘણાં નાનાં સિટી-સ્ટેટ (જ્યાં શહેર જ પોતે એક દેશ છે)માં ચોરસ કિલોમીટર દીઠ વસતીની ગીચતા અથવા ઘનતા ભારત કરતાં વધુ છે, પણ એમાંના મોટા ભાગનાં આપણાં સુરત કરતાં નાનાં શહેરો અથવા ટાપુઓ છે. અમુકની વસતી તો માત્ર હજારોમાં છે. ફ્રાન્સની દક્ષિણે આવેલું મોનેકો સિટીસ્ટેટ ખૂબ સમૃદ્ધ લોકોનું આકર્ષક શહેર છે. શહેરમાં ઘણી આલીશાન, વૈભવી ઊંચી ઇમારતો છે. હોલિવૂડનાં કલાકારોનાં નિવાસસ્થાનો છે. વૈભવી નૌકા સ્પર્ધાઓ અને ગ્રાન્ડ. પ્રિમિયર મોટરકાર રેસ યોજાય છે. આ શહે૨-રાજ્યમાં પ્રત્યેક ચોરસ કિલોમીટર દીઠ ૧૯,૩૬૧ (વીસ હજારની નજીક) લોકો વસે છે. ભારતમાં આટલી ગીચ જનસંખ્યા હોય તો? ખાવાનું ક્યાં ઉગાડવું? ક્યાંથી લાવવું? જમીન બચવાનો સવાલ નથી. ભારત જેવો દેશ, જ્યાંની પ્રજા જલ્દીથી વિકાસના રસ્તે ચડતી નથી ત્યાં આટલી બધી વસતી પોસાય નહીં. ઘરઆંગણાના અર્થતંત્ર અને સમાજવ્યવસ્થાના સંદર્ભમાં પણ ન પોસાય અને વૈશ્વિક પર્યાવરણના સંદર્ભમાં પણ સારી વાત નથી. વિકસિત દેશોએ દાયકાઓથી વસતીનું પ્રમાણ નિયંત્રણમાં રાખ્યું છે, માત્ર ભારતની કમાન છટકી ગઈ હોય એવું જણાય છે. દુનિયામાં જે સૌથી ગીચ વસતીવાળા પ્રદેશો છે તેમાં છઠ્ઠા ક્રમે, ચોરસ કિલોમીટર દીઠ ૧૨૬૫ લોકો ધરાવતાં બાંગલા દેશ સિવાય બીજો કોઈ મોટો દેશ નથી. જે અન્ય છે તેમાં ક્રમાનુસાર મોરક્કો, સિંગાપુર, બહરીન, માલ્દીવ્ઝ, માલ્ટા, વેટિકન શહેર, બાર્બાડોસ, લેબનોન અને મોરેશિયસ વગેરે શહેરો અને ટાપુઓ છે.

この記事は ABHIYAAN の July 30, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の July 30, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 分  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 分  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 分  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 分  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 分  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 分  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 分  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 分  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 分  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 分  |
Abhiyaan Magazine 28/12/2024