એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN|Abhiyaan Magazine 28/12/2024
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
સિદ્ધાર્થ આદિત્ય
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

શ્રીમંતોનાં લગ્નોમાં જ્વેલરી, કપડાં, ભોજન અને ડેકોરેશન અદ્યતન જ હોય. ડેકોરેટર્સ આજે લગ્ન સ્થળે અલકાપુરી ખડી કરી દે છે. શ્રીમંતોને ત્યાં તાજા ફૂલોનું ડેકોરેશન ક૨વા સામાન્ય માળીઓ હોતા નથી, પણ માળીઓની ઇન્ટરનેશનલ કંપનીઓ છે, જે ફ્લોરિસ્ટ તરીકે ઓળખાય છે. માત્ર લગ્નોમાં જ નહીં, પણ અનેક સુખના (શ્રદ્ધાંજલિ સભા જેવા દુઃખદ પ્રસંગમાં પણ) પ્રસંગોમાં ફૂલોની એ પ્રકારે સજાવટ કરી આપે છે કે જોનાર વ્યક્તિ દંગ રહી જાય. ફૂલોનો શણગાર માત્ર મંડપ પૂરતો સીમિત હોતો નથી, પરંતુ લગ્નના વિશાળ વેન્યુને કેલિડોસ્કોપની ડિઝાઇનોની માફક ફૂલોની ડિઝાઇનોથી શણગારાય છે. સાથે રંગબેરંગી રોશની ભળે. તે પ્રસંગમાં સામેલ થનાર રોજબરોજની માનસિક તણાવની દુનિયા ભૂલીને કોઈક નવી જ દુનિયામાં આવીને પ્રફુલ્લિત બનવાનો અનુભવ કરે છે.

ઇન્ટરનેશનલ માળીઓની અથવા ફ્લોરિસ્ટની આવી મહત્ત્વની કંપનીઓમાં એક નામ પ્રેસ્ટોન બેઇલીનું છે. દુનિયાના નામી શ્રીમંતો તેઓના ગ્રાહકો છે. ન્યૂ યૉર્ક ખાતે વડું મથક ધરાવતી આ અગ્રણી ફ્લોરલ ડિઝાઇનર કંપની ગ્રાહકો વતી ફૂલોના સુશોભનના પ્લાન ઘડી આપે છે. દુનિયામાં કોઈ પણ સ્થળે ઊગતાં ફૂલોને એ પ્લાનમાં ગોઠવવામાં આવ્યાં હોય તો કંપની વિમાન માર્ગે તે ફૂલોની બજારથી વપરાશકાર સુધી પહોંચાડી દે છે. જોકે તેમ છતાં લાંબું અંતર હોય તો અમુક વધુ સંભાળ લેવી પડે. ફૂલો જોઈએ એટલા તાજા ન રહે તો તે માટેની અન્ય વૈકલ્પિક છતાં સુંદર લાગે તેવી ડિઝાઇન ઘડી કઢાય છે, જેમાં ફૂલો પ્રમાણમાં નજીકના અંતરેથી મળી રહે.

પ્રેસ્ટોન બેઇલીએ હમણાં મુકેશ અંબાણીના પુત્રનાં લગ્નમાં ફૂલોની ડિઝાઇનનું કામકાજ સંભાળ્યું હતું. કંપનીના કાયમી ગ્રાહકોમાં ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ, ટૉક શૉ માટે પ્રસિદ્ધ ઓપરા વિનફ્રે, અમેરિકાનો પ્રસિદ્ધ બાસ્કેટબૉલ ખેલાડી લિબ્રોન જેમ્સ, અંબાણી જેવા દુનિયાના અનેક શ્રીમંત પરિવારો છે. આ કંપની ઑર્ડર પ્રમાણે દૂર વસતી કોઈ નજીકની વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છા અને અન્ય શુભેચ્છાઓ માટે તાજા ફૂલોનો બનેલો પુષ્પગુચ્છ અથવા બુકે પણ પહોંચાડે છે. ભારતમાં આ પ્રથા મોટાં શહેરોમાં હળવી માત્રામાં છે, પરંતુ યુરોપ અમેરિકામાં ભારી માત્રામાં છે.

この記事は ABHIYAAN の Abhiyaan Magazine 28/12/2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の Abhiyaan Magazine 28/12/2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 分  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 分  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 分  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 分  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 分  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 分  |
Abhiyaan Magazine 28/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 分  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 分  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024