ઇમરાન દલ
રાજકોટમાં શાસકે લોકોને આપેલું વચન પાળ્યું ન હોવાથી માર્ચ, ૧૯૩૯માં ગાંધીજી ઉપવાસ ઉપર ઊતર્યા હતા એ સમયનું દ્રશ્ય.
ગાંધીજીના ભારત આગમન બાદ જે આંદોલનો થયાં એમાં સૌરાષ્ટ્રની ભાગીદારી થઈ, એ પહેલાંથી કેટલીક નોંધપાત્ર ઘટનાઓ બની હતી જેણે આ વિશાળ પંથકની પ્રજામાં આઝાદીના ખયાલનાં બીજ રોપ્યાં હતાં. જેમ કે ગાયકવાડ શાસને ઓખા મંડળ (દ્વારકા, ઓખા, બેટ વગેરે)માં વસતા વાઘેરોની જમીન છીનવી લેતાં ઈ.સ.૧૮૨૦થી વાઘેરોએ સંગ્રામ શરૂ કર્યો હતો. ૧૮૫૭નો વિપ્લવ થયો એ વખતે વિદ્રોહીઓ અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવામાં સફળ થયા હોવાની ઓખા મંડળમાં અફવા ફ્લાઈ, જેને પગલે વાઘેરોનો જુસ્સો વધ્યો અને તેમણે ૧૮૫૮માં જોધા માણેક અને મૂળુ માણેકની આગેવાની નીચે ગાયકવાડ પાસેથી પોતાનો પ્રદેશ પાછો મેળવવવા સંગઠિત પ્રયાસો હાથ ધર્યા હતા. ગાયકવાડ શાસનને તેમણે હંફાવી દીધું હતું. છેક ૧૮૬૭ સુધી તેમનો સંઘર્ષ ચાલ્યો હતો. છેવટે મોટા ભાગની જમીનો તેમણે પરત મેળવી હતી.
જૂનાગઢ રાજ્યએ એના તાબા હેઠળના કેશોદ મહાલના મૈયા ગિરાસદારોને ચાકરિયાત ગણી તેમની પાસેથી જમીન મહેસૂલ તથા અન્ય વેરા લેવાનું ૧૮૭૭માં શરૂ કરતાં ભારે વિરોધ થયો. નારાજ થયેલા મૈયાઓ ૧૮૮૨ના ડિસેમ્બર માસમાં કનડા ડુંગર ઉપર જઈને રિસામણે બેઠા. એક માસ સુધી આ સત્યાગ્રહ ચાલ્યો. જૂનાગઢની સેનાએ ૨૫ જાન્યુઆરી, ૧૮૮૩ના રોજ તેમના ઉપર હુમલો કર્યો. જેમાં ૮૫ મૈયાઓ મૃત્યુ પામ્યાં હતાં. આ ઘટના મૈયાઓના હત્યાકાંડ' તરીખે ઓળખાઈ. આ રાક્ષસી કૃત્યથી જૂનાગઢ રાજ્યની આબરુંનું ધોવાણ થયું. હત્યાકાંડને પગલે સૌરાષ્ટ્રની અન્ય પ્રજામાં પણ પોતાનાં રાજ્યોના અત્યાચાર સામેનો આક્રોશ જન્મવા લાગ્યો હતો.
વીસમી સદીની શરૂઆતમાં સૌરાષ્ટ્રમાં ગોંડલ, રાજકોટ, ભાવનગરને બાદ કરતાં અન્ય દેશી રાજ્યો ઇજારાશાહી અને આપખુદ સત્તા ચલાવતા હતા. એમના અત્યાચારી કાનૂન નીચે પ્રજા ચગદાતી હતી. રાજાઓને બ્રિટિશ શાસનનો ટેકો હોવાથી પ્રજાની ફરિયાદો સાંભળનાર કોઈ નહોતું. લોકો ઉપર સતત વેરો વધારવામાં આવતો હતો. મન ફાવે એ રીતે શોષણ કરવાનો અધિકાર હોય એમ રાજાઓ વર્તતા હતા. કરવેરાના નાણાં તેઓ વેડફી નાખતા હતા. આ શોષણ સામે છેવટે જનઆંદોલન જાગ્યું હતું.
સરધાર શિકાર સત્યાગ્રહ
この記事は ABHIYAAN の August 06, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の August 06, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે