આજે મોટા ભાગની ગુજરાતી મમ્મીઓ એમનાં ટાબરિયાંઓને બાલમંદિરમાં દાખલ કર્યા પછીના બીજા જ મહિને ઉઘરાણી કરતી થઈ જાય છે કે, ગામનાં બીજાં બધાં ટાબરિયાંઓને તો ચારે ચાર ABCD બોલતાંય આવડી ગઈ છે અને આ અમારા પિન્ટુડાને તો હજુ પહેલી ‘A B C D’ યે બોલતાં નથી આવડતી? આમ કેમ?
ત્યારે એ બાલમંદિરનાં પ્રૌઢ બહેન એમના અનુભવોની ભાષામાં સમજાવે, ‘ના આવડે બહેન, સારું શીખતાં વાર લાગે.’
‘પણ ઘરમાં તો એના પપ્પાની સામે એ ‘અ, આ, ઈ, એ, ઉ, આં...’ જેવું ઘણું બધું બોલતો હોય છે!’
‘એના પપ્પાની હાજરીમાંને?’
‘હા.’ ‘પણ અમારો અહીંનો સ્ટાફ એટલો બધો બિહામણો નથી કે એ ‘આ, ઈ, એ, ઉ, આં’ કરવા મંડી પડે. તમે ધીરજ રાખો બહેન, તમારા પિન્ટુને છ મહિના થવા દો.… એને એવું બધું અને એટલું બધું આવડી જશે કે તમને પણ અહીં દાખલ થઈ જવાનું મન થશે!’
‘તમે છ મહિનાની વાત કરો છો? પણ મારા પિન્ટુડાને તો ગયા જૂનની ત્રીસમી તારીખે બે વરસ પૂરાં થવા આવ્યાં... એ કંઈ છ મહિનાનો નથી મૅડમ.’
‘વાહ, તમારામાં કૉમનસેન્સ તો બહુ જ સારી છે બહેન!’
‘તે હોય જ ને, લોકો તો એક જ વાર મેટ્રિકની પરીક્ષા આપીને નીકળી જતા હોય છે, મેં તો ત્રણ ત્રણ વાર આપી છે, આ તો પિન્ટુડાના પપ્પાની આબરૂ ખાતર મેં ચોથી વાર પરીક્ષા આપી નહીં.’
‘તમારા મિસ્ટરની આબરૂ ખાતર?’
‘હા, એ અમારા આમ ભોળા બહુ... મને કહે, હવે ચોથી વાર તારે મેટ્રિકની પરીક્ષા આપવી નથી. ભૂલથી પાસ થઈ જાય તો સમાજના લોકોને પહોંચી ન વળાય - સમાજ તો એવું જ કહેતો રહેવાનો ને કે મિસ્ટર નૉનમેટ્રિક અને મિસિસ મેટ્રિક? બસ, એમની આબરૂ ખાતર મૅડમ, મેં ચોથી વાર પરીક્ષા ન આપી... એટલે તમે હમણાં કહ્યું ને કે મારામાં કૉમનસેન્સ બહુ જ સારી છે - એ તમારી વાત સાચી છે. પેલું અંગ્રેજીમાં કંઈક બોલાય છે ને કે - પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ!’
‘અરે વાહ! તમે તો અંગ્રેજીમાં પણ બોલી શકો છો ને કાંઈ!’
‘એટલે સ્તો.. ! એટલે જ આ પિન્ટુડાને મેં તમારે ત્યાં અંગ્રેજી મિડિયમમાં ભણવા મૂક્યો છે, પણ જુઓને, બે મહિના થવા આવ્યા છતાં એ, ‘A B C D’ સુધી નથી પહોંચ્યો... '
この記事は ABHIYAAN の September 17, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の September 17, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે