ચલો બુલાવા આયા હૈ, માતાને બુલાયા હૈ..
ABHIYAAN|October 08, 2022
નવરાત્રિમાં કચ્છનાં દેશદેવી મા આશાપુરાનાં દર્શન અને પદયાત્રાનું ભારે મહત્ત્વ હોય છે. લૉકડાઉન કાળમાં પદયાત્રા બંધ રહી હતી. ગત વર્ષે મંદિર ખુલ્લું હોવા છતાં પદયાત્રી કેમ્પ ન હોવાથી વધુ ભાવિકો પગે ચાલીને આવ્યા નહોતા. આ વર્ષે કોરોનાનો ભય ઓસર્યો છે, એકાદ કિલોમીટરના અંતરે એકાદ બે સેવા-કેમ્પ ચાલુ થયા છે, ત્યારે પદયાત્રીઓ પણ મોટી સંખ્યામાં માતાજીનાં દર્શને જઈ રહ્યાં છે.
સુચિતા બોઘાણી કનર
ચલો બુલાવા આયા હૈ, માતાને બુલાયા હૈ..

કચ્છના દેશદેવી તરીકે ઓળખાતાં મા આશાપુરા પ્રત્યે દરેક કચ્છી ભારે આસ્થા ધરાવે છે. નવરાત્રિના દિવસો દરમિયાન, તે પહેલાં કે તે પછી માતાનાં દર્શન કરવા બધા ઇચ્છુક હોય છે. આસો અને ચૈત્રી નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો માતાનાં બેસણાં જ્યાં છે, તે માતાના મઢે પહોંચે છે. પદયાત્રીઓ પણ દિવસ-રાત જોયા વગર દૂર દૂરથી અનેક મુશ્કેલીઓ સહન કરીને માતાના મઢે આવે છે. પદયાત્રીઓની મુશ્કેલીઓ હળવી બને તે હેતુથી અનેક સેવા કેમ્પોમાં સેવા થાય છે. માતાના મઢ જાગીર ખાતે પણ પદયાત્રી સહિત આવનારા લાખો ભાવિકોની વ્યવસ્થા જળવાય તે હેતુથી તડામાર તૈયારીઓ થાય છે. કોરોનાના કપરા સમય પછી આ વર્ષે પૂર્ણ સ્વરૂપે પદયાત્રા અને નવરાત્રિ યોજાઈ રહી છે. ત્યારે લોકોમાં પણ તે માટેનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કચ્છમાં રાજકોટ, જૂનાગઢ, જામનગર, પડધરી, મોરબી સહિતના સૌરાષ્ટ્ર, ઉત્તર-દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે જગ્યાએથી પદયાત્રીઓ આવે છે. મુંબઈથી સાઇકલ સવારોનું ગ્રૂપ પણ માતાના મઢે નિયમિત આવે છે. કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળીથી માતાના મઢ સુધીના ૧૯૦૧૯૫ કિ.મી.ના રસ્તામાં અંદાજે ૪૫૦ જેટલા સેવા-કેમ્પમાં પદયાત્રીઓની સેવા થશે. ઉપરાંત સેંકડોની સંખ્યામાં હરતાં-ફરતાં સેવા-કેમ્પ પણ પદયાત્રીઓની સુવિધાઓનો ખ્યાલ રાખે છે.

આજથી ૩૦-૪૦ વર્ષ પહેલાં પદયાત્રામાં મોટી સંખ્યામાં મોટી ઉંમરના લોકો દેખાતા હતા, પરંતુ હવે ૧૮થી ૩૦ વર્ષના યુવાનો અને યુવતીઓ વધુ જોવા મળે છે. સાથે-સાથે નાનાં બાળકોને આંગળીએ વળગાડીને નિકળેલા, સાવ નાના બાળકને બાબાગાડીમાં બેસાડીને આવતાં કે નવજાત શિશુઓને ખભે તેડીને આવતાં અનેક માતા-પિતા પણ પદયાત્રામાં જોડાયેલાં જોવા મળે છે. વૃદ્ધો, દિવ્યાંગજનો પણ આસ્થાભેર આ પદયાત્રાનો ભાગ બને છે. અમુક ભાવિકો નાળિયેર ગબડાવતાં તો અમુક માથા પર બેડું રાખીને કે અમુક દંડવત્ કરતાં કરતાં માતાજીના દરબારમાં જતાં જોવા મળે છે.

この記事は ABHIYAAN の October 08, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の October 08, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 分  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 分  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 分  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 分  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 分  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 分  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 分  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 分  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 分  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 分  |
Abhiyaan Magazine 28/12/2024