હોનારત થાય એ અલગ આપણે થવા દઈએ એ અલગ
દેશ બની જાય એ અલગ આપણે બનાવીએ એ અલગ
માણસોનો એકદમ ધસારો કે નાસભાગ થવાની ઘટના એટલે અંગ્રેજીમાં સ્ટેમ્પીડ. એક કાળે એક જ સ્થળની ક્ષમતા હોય તેના કરતાં વધુ સંખ્યામાં લોકોનું હોવું વત્તા બેશિસ્ત વર્તન કરવું. એક ખુરશી હોય ’ને બે કરતાં વધુ વ્યક્તિ તેના પર બેસવા જાય તો શું થાય એ આપણને અનુભવ છે. સંગીત-ખુરશી ના રમ્યા હોય કે અનરિઝર્લ્ડ કોચમાં મુસાફરી ના કરી હોય એવા ભારતમાં રહેતાં માણસને એટલી સમજ છે કે ભારતની વસ્તી વધારે છે. એમાં કમઅક્કલ કે અવિચારી વર્તન કરવાનો આવેગ ધરાવનાર જીવતા માણસ હોય છે એ હકીકત છે. ખીસાકાતરુને ભીડભાડ પ્રત્યે આકર્ષણ હોય. અલબત્ત, મુંબઈની ટ્રેન હોય કે માઉન્ટ એવરેસ્ટનું આરોહણ, જરૂરિયાત હોય તો ગિરદી પ્રત્યે સૂગ ના રાખી શકાય. નેતાની સભા હોય કે ઉત્સવની ઉજવણી, ટોળાં ઊભરાવા એ સહજ ક્રમ છે. ક્રાઉડ ’ને ટ્રાફિક, ભૂત ’ને ભવિષ્ય બંનેની વાસ્તવિકતા છે. મુદ્દો કડવો 'ને અસ્વસ્થતા આપનારો છે. મોરબીની દુર્ઘટનાના સંદર્ભમાં મુદ્દો કરપીણ છે. ખોટું થયું. ખરાબ થયું. ના જ ચલાવી લેવાય.
જેનું હૃદય કાર્યરત છે એવા સાધારણ માણસોની બુદ્ધિ બહેર મારી જાય છે ’ને તેમની સંવેદના બસ વહે જાય છે. જેનું મન કાર્યરત છે એવા બુદ્ધિશાળીઓ વિચારની કુમક પ૨ કુમક ધકેલે જાય છે. સંવેદના ’ને વિચારનું અવનવું સ્ટેમ્પીડ રચાય છે. શબ્દોની ધક્કામુક્કીનો અંતરાલ આગવી અંધાધૂંધી મચાવે છે. ઓછી ભૂગોળમાં વધુ જીવ હોય ત્યારે એકબીજાની અડોઅડ રહી શકતાં ઘેટાં ’ને બકરાં લોકોને યાદ આવે છે. મોટા દાંત, નહોર ’ને શિંગડા હોય એવાં પશુ દશ્યમાં ભરચક દેખાય તો પણ તેમની વચ્ચે ખાલી જગ્યા જોઈ શકાય. પંખી કે તીડનું ઝુંડ આકાશ ભરી દે છતાં એકબીજાને અથડાય છે એવું આપણને નથી લાગતું. ઠસોઠસ, ચસોચસ, કસોકસ વગેરે કાફિયા સભર લાગણીશીલ ગઝલ મોબ ચીરીને ખુલ્લા આકાશમાં ભર દોરી સાથે કપાયેલા પતંગની જેમ ઊંચે જતી રહે છે ’ને બહુમત મનુષ્ય ગમે તેટલો સારો હોય કે સાચો હોય તાળીઓ પાડતો નીચે રહી જાય છે, કે પછી જેમ પતંગો દીપકમાં અસ્ત પામી જાય તેમ શબ્દોના અજવાસમાં ખેંચાઈને અંધારું પામી જાય છે. વારુ, ભાદરવા તરીકે ઓળખાતાં જમીનમાંથી નીકળતાં ચીકણા કીડાની ગતિ ઉટપટાંગ જ રહે જેના પર ધ્યાન ધરવામાં માલ ઉર્ફે સાર નથી.
この記事は ABHIYAAN の November 19, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の November 19, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ