ભૂમિ એટલે કે પૃથ્વી, ધરતી જેને કોઈની આપણે માતા તરીકે ઓળખીએ છીએ. આ માતાના સંપૂર્ણ શરીર સાથે જોડાયેલી ઊર્જાને સ્ત્રીના રૂપમાં જોવામાં આવે છે. મા પોતાના દરેક બાળકને પ્રેમ કરે છે, સાથે વહાલાં-દવલાં જેવો વ્યવહાર રાખતી નથી. મા પોતાના બાળકની ભાવનાઓને સમજી શકે છે, કારણ કે તેનું હૃદય તેના બાળક સાથે જોડાયેલું હોય છે. પછી એ કોઈ પણ જીવ હોય, કીડા-મકોડા, સાપ, વાઘ, સિંહ, હરણ, પંખીઓ - બધાં માટે મા એ મા જ હોય છે. આવી જ રીતે ધરતી માતા પણ પૃથ્વી પરના પોતાના દરેક બાળક સાથે જોડાયેલી છે. પોતાનાં બાળકોમાં જો કોઈ અશક્ત હોય, દિવ્યાંગ હોય તો સમાજ ભલે તેને તરછોડે પણ મા તેનું વધુમાં વધુ ધ્યાન રાખે છે. આપણે જોઈએ તો ડૉક્ટર પૂર્ણિમાદેવી બર્મનની પરિસ્થિતિ પણ આવી જ છે.
પૂર્ણિમાદેવી જ્યારે બે જોડિયાં દીકરીઓની માતા બન્યાં ત્યારે એ પીએચડી કરી રહ્યાં હતાં. તેઓ એક મોટા સારસ હર્ગિલા –જેને અંગ્રેજીમાં Greater Adjutant કહેવાય છે તેના પર સંશોધન કરીને પોતાની ડિગ્રી મેળવવા માગતાં હતાં. સૌની જેમ એમણે પણ જીવનમાં પોતાના માટે અનેક પ્લાન બનાવ્યાં હતાં, ભવિષ્યમાં તેમને પણ કંઈક મોટું કાર્ય કરીને બતાવવું હતું. જે પંખી ઉપર તેઓ અભ્યાસ કરી રહ્યાં હતાં તેને જ થઈ રહેલા અન્યાયને જોઈને તે પંખીઓ સુધી તેમનું હૃદય ખેંચાવા લાગ્યું હતું. તેમને એવું લાગતું હતું કે આ પંખીઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. દુનિયા માટે આ પંખીઓની કિંમત શૂન્ય છે.
લોકોની એ ધારણા છે કે સારસ કુળનું આ પંખી કે જેને બિહારમાં ગરુડ મહારાજ તરીકે પણ ઓળખવામાં આવે છે એ નકારાત્મક અને ગંદું છે. એટલે લોકો તેનાથી દૂર ભાગે છે. જે જોવું નથી ગમતું તેનાથી દૂર ભાગવું એ માણસનો સ્વભાવ છે. પૂર્ણિમાદેવી એક એવું ઉદાહરણ છે જેમણે આ સ્વભાવને છોડ્યો. પંખીને આ તેમણે બચાવવાનું નક્કી કર્યું અને આગળ ડગ માંડ્યા. જે પંખીથી લોકો દૂર ભાગતા હતા તે પંખીને બચાવવા માટે જ તેમણે કરેલા સ્નેહભર્યા વર્તનને કારણે તેમને ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ- ૨૦૨૨ના ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં. પૂર્ણિમાદેવીની આ ગૌરવશાળી સફરને સમજવા માટે ‘અભિયાને’ તેમનો આસામમાં સંપર્ક કર્યો. વ્યસ્તતા વચ્ચેથી સમય કાઢીને પૂર્ણિમાદેવીએ પોતાના બાળપણથી લઈને આજ સુધીના જીવન વિશે ‘અભિયાન’ સાથે વાત કરી.
この記事は ABHIYAAN の December 17, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の December 17, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ