મુલાયમ ભૂમિ પર પવન અક્ષરો પાડે છે. આ આકાશે ધરતીને આપેલો સંદેશ છે. એ સંદેશનો પ્રત્યુત્તર વાળવા રણની રેતી ઘૂમરાઈ-ઘૂમરાઈને ઊંચે ચડે છે, પણ હાથવેંતમાં ભળાતું આકાશ એટલુંય નજીક નથી. આકાશને માત્ર આંખો છે, હાથ નથી કે એને ઝાલી રાખે. રેતી આભને અડકીને જમીન પર પડે છે ત્યારે તે સંગીતમય બની ગઈ હોય છે. તેના સૂરીલા તરંગો આખાય વિસ્તારમાં પથરાઈ જાય છે.
ઢૂવાઓમાં વિચરતા આ સંગીતને ખોળવા માટે અને તેને આત્મસાત કરવા માટે મનની પવિત્રતા અનિવાર્ય છે. આ મરુભૂમિ પર જન્મ લેતાં કલાકારો પ્રકૃતિમાં ખુદને સમર્પિત કરીને તેની સાથે સૂર સાધી લે તેવા હોય છે. આ કલાકારો આસપાસના દરેક તત્ત્વને સજીવ રૂપે જુએ છે અને પામે છે. અહીં વસતી તમામ સૃષ્ટિ સાથે તેઓ અનોખું સંધાન સાધી શકે છે.
The song of scorpion - આ ફિલ્મ રાજસ્થાનના રણપ્રદેશમાં લઈ જાય છે, જ્યાં આ પ્રકૃતિનાં સંતાનો જન્મે છે. એમના જીવન અને અનુકૂલનના કેન્દ્રમાં તેમની જન્મભૂમિ છે. નગરજીવનની નજરે જોઈએ તો આ અનોખા પરિવેશમાં લઈ જતી આ ફિલ્મની કથા અને કથામાં આકા લેતાં પાત્રો અલૌકિક લાગે છે.
નૂરન(ગોલશિફતેહ ફરહાની) અને તેની માતા ઝુબૈદા(વહીદા રહેમાન) દેશી દવાઓ અને ઘરગથ્થુ ઉપાયો દ્વારા આસપાસ વસતાં લોકોના નાના-મોટા ઉપચારો કરી જાણે છે, પરંતુ તેમની ખાસિયત છે તેમનું સંગીત. એ નાડ પારખી શકે છે. જીવન સંગીત છે. આપણા શરીરમાં ફરતાં લોહીનો પણ એક આગવો લય હોય છે. આ લય ઝુબૈદા પામી શકે છે. દવાની સાથે મા-દીકરી લોકોને મજાનાં ગીતો પણ સંભળાવે છે.
સંગીત એ ઊર્મિઓનું જ સ્વરૂપ છે. ચૈતન્યનું ધ્વનિરૂપ છે. ઝુબૈદા નૂરનને વીંછીનું ઝેર ઉતારવાનો મંત્ર શીખવે છે. નૂરન તેમાં મહદ્અંશે સફળ પણ રહે છે, પરંતુ હજુ તેની સાધના પૂર્ણ નથી થઈ. તેની આ વિદ્યા દ્વારા એ ગામ લોકોની સેવા કરે છે. જડીબુટ્ટી વેચીને પેટિયું રળે છે.
この記事は ABHIYAAN の August 19, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の August 19, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ