શું કહ્યું! તમારું ખૂન કરાવવા માંગે છે!?'આશ્ચર્ય અને આઘાતથી એ મારા ચહેરા સામે અવિશ્વાસપૂર્વક તાકી રહી.
શહેરના એક ખૂણામાં વસેલા, ગરીબીનું દ્રષ્ટાંત આપતાં એક વિસ્તારની એક સાંકડી ગલીના ખૂણામાં આવેલ અર્ધ
ઝૂંપડી જેવા એના મકાન આગળ જ્યારે હું પહોંચી હતી ત્યારે એ નવાઈ પામી હતી, કારણ કે ચાર વર્ષમાં એવું પહેલીવાર બન્યું હતું કે હું એના ઘરે ગઈ હતી. પહેલાં તો એ મને ઓળખી શકી ન હતી, પણ જ્યારે મેં ચહેરા પરથી સ્કાર્ફ હટાવ્યો હતો ત્યારે એ નવાઈથી નીતરતી રહી ગઈ હતી! હું ત્રણ દિવસ એના ઘરે રહેવાની છું એવું એણે જાણ્યું ત્યારે એ જરા ચોંકી ગઈ હતી. એના ચહેરા પર આશ્ચર્ય લીંપાઈ ગયું હતું.
મેં નોંધ્યું કે એની આંખોમાં અનેક પ્રશ્નો સળવળતા હતા. એના હોઠ પૂછવા થોડા ખૂલ્યા, પણ પાછા ભીડાઈ ગયા હતા અને
એણે મને અંદર આવકારો આપ્યો હતો.
કોના ઘરે એમ? હા, તો કહું છું ને. બધુંય.
કાંતિ બેઠી દડીની, રંગે સહેજ ગોરે વાન, બધું સરખું હતું. બસ, અમારો સ્વભાવ થોડો અલગ હતો. એની ઉંમર પચીસેક વર્ષ. શરીર બંધારણ લગભગ મારા જેવું જ, ઉંમર પણ. મારાં કપડાં એ પહેરી લે તો પાછળથી જોતાં ઓળખાય જ નહીં. જ્યારે નવાં કપડાંની ખરીદી કરતી ત્યારે બધાં જ જૂનાં કપડાં હું કાંતિને આપી દેતી. બદલામાં એ અહોભાવથી અને કશાક અકથ્ય ભાવ સાથે મને નિહાળી રહેતી.
એનું આમ જોવું મને કદી ગમતું નહિ.
કાંતિ સુંદર હતી.
પણ કહ્યું છે ને કે સુંદરતા પણ ક્યારેક અભિશાપ બની જતી હોય છે. યુવાનીમાં પગ મૂકું મૂકું થાય એ પહેલાં જ એના સુંદર શરીરને કીડાઓએ સામૂહિક રીતે એક રાતે કાતરી કાઢ્યું હતું. એ કરુણ ઘટના કાંતિના મન પર અવળી અસર કરી ગઈ હતી. સદાય હસતી-રમતી રહેતી કાંતિ પછી તો ઘણી અંતર્મુખી બની ગઈ હતી. ખૂબ ઓછું બોલતી.
...
-શું પૂછ્યું? હા, પેલા કીડાઓનું શું થયું એમ ને! એ તો માતેલા કીડા હતા. બચી ગયા સાલાઓ! કાંતિને કેવી રીતે ઓળખો એમ? ઓકે ઓકે બધું જણાવું છું.
この記事は ABHIYAAN の November 18 - 25, 2023 (Double Issue) 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の November 18 - 25, 2023 (Double Issue) 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ