વર્ષ-૨૦૨૩ની વિદાય સાથે નવા વર્ષ૨૦૨૪નો આરંભ આનંદ, ઉત્સાહ અને આશાઓ સાથે થયો છે, ત્યારે વીતેલા વર્ષ પર એક નજર કરીએ, તો એવું લાગે છે કે ગયું વર્ષ સાવ નિરાશ થવા જેવું પસાર નથી થયું. કો૨ોનાકાળના ઉચાટ પછી જનજીવનની પ્રવૃત્તિઓનો ધમધમાટ ક્રમશઃ વધતો ગયો છે અને નાના-મોટા અપવાદો બાદ કરતા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક, ધાર્મિક, આધ્યાત્મિક, રાજકીય, સામાજિક અને આર્થિક એવાં તમામ ક્ષેત્રે આપણા દેશ પર ઈશ્વરની કૃપા રહી છે, તેમ જરૂર કહી શકાય. સતત આપત્તિ કે આફતોના સમાચારોથી ૨૦૨૩નું વર્ષ મુક્ત રહી શક્યું છે, તેવું મનમાં આશ્વાસન જરૂર રહે છે. હા, મહત્ત્વની બાબતો જે નોંધપાત્ર ગણી શકાય તેના પર એક નજર નાખવી રહી.
ચંદ્રયાન-૩નું ચંદ્ર પર સફળ લૅન્ડિંગ, નવું સંસદભવન, G-૨૦ની સફળતા, સુપ્રીમ કોર્ટ દ્વારા ૩૭૦મી કલમ દૂર કરવાના કેન્દ્રના નિર્ણયને માન્યતા અને સજાતીય લગ્નને કાયદેસરતા આપવાનો ઇનકાર, જેવી દૂરગામી અસરો ધરાવતી ઘટનાઓ નોંધપાત્ર રહી. વિધાનસભાની ચૂંટણીઓમાં ક્યાંક પુનરાવર્તન તો ક્યાંક પરિવર્તન જોવા મળ્યું. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપનો વિજય જ્યારે કર્ણાટક, તેલંગાણામાં કોંગ્રેસનો વિજય થયો. વિપક્ષોએ નવું ‘ઇન્ડિયા’ ગઠબંધન બનાવીને આગામી લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી. વિપક્ષોના મહત્ત્વના નેતાઓની ધરપકડ, સીબીઆઇ, ઇડી અને ઇન્કમટેક્સ જેવી કેન્દ્ર સરકારની એજન્સીઓના દરોડા અને લોકસભા તથા રાજ્યસભામાં સાગમટે સાંસદોનાં સસ્પેન્શન જેવી ઘટનાઓથી રાજકીય વાતાવરણ ગરમાતું રહ્યું. રામમંદિરના ધમધમાટ સાથે ‘કમંડલ’ સામે ‘મંડલ'નું રાજકારણ પુનઃ શરૂ થયું. મણિપુરમાં બે આદિજાતિ વચ્ચે અવિરત હિંસા, ૧૮૦ નાગરિકોનાં મૃત્યુ અને મહિલાની નગ્ન પરેડ, ઉત્તરાખંડ ટનલ દુર્ઘટના, સંસદમાં સલામતીની ગંભીર ચૂક, જોષીમઠમાં જમીન ધસી પડવી, ઓરિસ્સામાં ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં ૨૯૬ પ્રવાસીઓનાં મૃત્યુ, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે ૩૩૮નાં મૃત્યુ, જેવી કમનસીબ અને દુઃખદ ઘટનાઓએ દેશને ચિંતિત કર્યો. આ બધાની વચ્ચે વિકાસ કે જે સાચા અર્થમાં જનજીવનને સ્પર્શતી બાબત છે અને રાજકીય પક્ષો દેખાવ ખાતર પણ વિકાસના એજન્ડાને પ્રાધાન્ય આપે છે, ત્યારે ૨૦૨૩નું વર્ષ આર્થિક મોરચે કેવું રહ્યું, તેની થોડી વિગતો સમજવી જોઈએ.
この記事は ABHIYAAN の January 13, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の January 13, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ