ભારત રત્ન ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે ૨૦૦૬માં બિહાર વિધાનમંડળની સંયુક્ત બેઠકમાં એક સપનું વર્ણવેલું હતું. જ્ઞાનનું કેન્દ્ર એવી નાલંદા વિદ્યાપીઠને પુનર્જીવિત કરવાનું સપનું, એના ગૌરવનો જીર્ણોદ્ધાર કરવાનું સપનું. બિહારને પણ આ સપનું સાચું પડે એની લાંબા સમયથી ઝંખના હતી. આ કાર્યમાં આગળ જતાં એશિયાના બૌદ્ધ ધર્મી કે એને વરેલા દેશોએ પણ સહભાગી થવાની ઇચ્છા વ્યક્ત કરેલી. ૨૦૦૭માં નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનની અધ્યક્ષતામાં ‘નાલંદા મેન્ટર ગ્રૂપ'ની રચના કરવામાં આવી અને ૨૦૧૨માં તે નાલંદા યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ પણ બન્યા. જોકે, વિવાદો, ગેરવહીવટ અને યુનિવર્સિટીનાં કાર્યો માટે ફાળવેલા પૈસાના અંગત ઉપયોગના આક્ષેપોમાં ઘેરાઈ જવાને કારણે અમર્ત્ય સેનનો કાર્યકાળ પૂરો થયા પછી એમણે નાલંદા છોડી અથવા છોડવી પડી. ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ પણ એવું જ ઉચિત સમજતા હતા કે, નાલંદામાં કુલપતિ કે અન્ય કોઈ પણ મહત્ત્વના પદે જોડાનારા લોકો પોતાનો પૂરેપૂરો સમય ત્યાં જ આપતા હોય, પરંતુ વિશ્વભરનાં સંગઠનો કે સંસ્થાઓ સાથે કાર્ય કરતાં અને પોતાની ખુદની કારકિર્દી ધરાવતાં અમર્ત્ય સેન એ બધું છોડીને છેક બિહારના નાલંદામાં આવીને ફુલ-ટાઇમ જોડાય એવું શક્ય લાગતું ન હતું, એવી એમની પાસેથી અપેક્ષા રાખવી પણ વાજબી ન ગણાય.
શૈક્ષણિક માળખાના નિર્માણની ધીમી ગતિ અને અમર્ત્ય સેનના સરકાર સામેના વલણને કારણે પણ નાલંદા યુનિવર્સિટી જ્ઞાનનું કેન્દ્ર બનવાને બદલે રાજકીય રમતનું મંચ બની રહી હોય એવું જણાતું હતું. ઉપરાંત, ચીન પણ આ પ્રોજેક્ટમાં સામેલ હતું, જેના તરફથી યુનિવર્સિટીની શરૂઆતની એક આંતરરાષ્ટ્રીય સમિતિમાં એક પ્રોફેસરને પણ સમાવવામાં આવેલા અને ચીને આર્થિક યોગદાન આપવાની તૈયારી પણ દર્શાવેલી. વર્તમાન દલાઈ લામા કોઈ પ્રકારે નાલંદા યુનિવર્સિટી સાથે ન સંકળાય એ માટે ચીને આ સમિતિના દ્વારા દબાણ કર્યું હોવાની અફવા પણ વહેતી થયેલી. આ બધાં અવરોધક પરિબળોને કારણે એવું ચિત્ર ઊભું થયેલું કે નાલંદા યુનિવર્સિટીની વાતો ફક્ત કાગળ પર જ રહી જશે. કિન્તુ, નાલંદાના શૈક્ષણિક તથા ભૌતિક માળખાનું નિર્માણ કાર્ય ચાલતું રહ્યું અને અંતે એની ઇમારતો તથા કૅમ્પસ તૈયાર થઈ ગયાં, જેનું ૧૬ જૂનના રોજ વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યું.
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 06/07/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 06/07/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ