હજુ હમણાં જ લોકસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાં અને ભાજપને ગઈ ચૂંટણી કરતાં ઘણી ઓછી બેઠકો મળી, ત્યારે એક વાત તો સિદ્ધ થઈ જ હતી કે, વડાપ્રધાનની લોકપ્રિયતા અને ભાજપની કહેવાતી સંગીન રણનીતિની સફળતાનો ગ્રાફ નીચો ગયો છે, પરંતુ લોકસભા ચૂંટણીના એક જ મહિનામાં ભાજપને જે બીજો આંચકો લાગ્યો છે તે ભાજપ માટે વધુ ચિંતાજનક છે. સાત રાજ્યોની ૧૩ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધને ૧૦ બેઠકો જીતી લઈને રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય જન્માવ્યું છે. ભાજપને માત્ર બે જ બેઠકો મળી છે. એક બેઠક અપક્ષને ફાળે ગઈ છે. પેટાચૂંટણીમાં કોંગ્રેસે પર્વતીય રાજ્યો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કમાલ કરી છે, જ્યારે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં ક્લીન સ્વીપ કરી છે. દેશમાં પશ્ચિમ બંગાળમાં ચાર બેઠકો, હિમાચલ પ્રદેશમાં ત્રણ બેઠકો, ઉત્તરાખંડમાં બે બેઠકો અને પંજાબ, મધ્યપ્રદેશ, બિહાર તથા તામિલનાડુમાં વિધાનસભાની એક-એક બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. પંજાબમાં આમ આદમી પાર્ટી જીતી છે. જે ૧૩ બેઠકો પર પેટાચૂંટણી થઈ તેમાં મધ્યપ્રદેશની અમરવાડા, બિહારની રૂપૌલી, પંજાબની જાલંધર પશ્ચિમ, પશ્ચિમ બંગાળની રાનાઘાટ દક્ષિણ, રાયગંજ, બાગદા, માનિકતલા, હિમાચલ પ્રદેશની હમીરપુર, દેહરા અને નલગઢ, ઉત્તરાખંડની બદ્રીનાથ, મંગલોર અને તામિલનાડુની વિક્રવંડી વિધાનસભા બેઠકો પર ૧૦ જુલાઈએ મતદાન થયું હતું. કુલ મળીને આ પેટાચૂંટણીમાં કોંગ્રેસે ચાર, તૃણમૂલ કોંગ્રેસે ચા૨, ભાજપે બે અને આપ, ડીએમકે અને અપક્ષોએ એક-એક બેઠક જીતી છે. આશ્ચર્ય એ વાતનું છે કે હજી થોડાક દિવસ પહેલાં જ લોકસભા ચૂંટણીમાં ઉત્તરાખંડમાં કોંગ્રેસનું ખાતું પણ ખૂલી શક્યું નહોતું અને હવે ત્યાં કોંગ્રેસે ક્લીન સ્વીપ કરીને બંને બેઠકો પર કબજો જમાવ્યો છે. મંગલોર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના કાજી નિઝામુદ્દીને ભાજપના કરતારસિંહ ભડાનાને હરાવ્યા હતા અને બદ્રીનાથ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના લખપતસિંહ બુટોલાએ ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ભંડારીને હરાવ્યા હતા.
અયોધ્યા પછી બદ્રીનાથ :
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 27/07/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 27/07/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ
બિંજ-થિંગ
કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!
પ્રવાસન રક્ષા ભટ્ટ
રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.