ન્યુ ક્લિયર પાવર ધરાવતા દેશે આ રીતે હાથમાં કટોરો લઈને ભીખ માગવા નીકળવું પડે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે..
પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે હમણાં જાહેરમાં આવો વસવસો વ્યક્ત કર્યો એના બે અર્થ થાય. એક તો પાકિસ્તાન ખરેખર ખમી ન શકાય એવી આર્થિક સંકડામણમાં છે અથવા દાતાઓની સહાનુભૂતિ મેળવીને થોડી વધુ ખેરાત ઉસેટી લેવાની એની ચાલ છે. આવી ઉઘરાણીનું કારણ વિદેશી હૂંડિયામણના ભંડારમાં થયેલી અસામાન્ય ઘટ છે. ૨૦૨૨ના અંતે સ્ટેટ બૅન્ક ઓફ પાકિસ્તાનની તિજોરીમાં માત્ર ૫.૫ અબજ ડૉલરની જ વિદેશી મુદ્રા બચી હતી, જે માત્ર ત્રણ સપ્તાહના આયાત બિલમાં સાફ થઈ શકે.
પાકિસ્તાનમાં હમણાં ઘઉંના એક કિલો લોટના ભાવ ૧૬૦ રૂપિયા બોલાયા. રાંધણગૅસની અછત છે, કાળાબજારમાં સિલિન્ડરના ૧૦,૦૦૦ રૂપિયા બોલાય છે. કાંદા ૨૨૦ રૂપિયે કિલોએ પહોંચ્યા છે. આર્થિક કડકીને લીધે દોઢ કરોડ ડૉલરના મૂલ્યની દાળ બંદરગાહમાંથી બહાર નીકળી શકી નથી.
દુકાળમાં અધિક માસની જેમ થોડા મહિના અગાઉ પાકિસ્તાનમાં વિનાશક પૂર આવ્યાં, એને કારણે પરિસ્થિતિ વધુ બગડી, જેમ કે આશરે બે કરોડ લોકોનાં ઘરબારને નુકસાન થયું. યોગ્ય તબીબી સેવા ન મળે તો પોણા બે કરોડ બાળક, સ્ત્રી અને વૃદ્ધોને જાનનું જોખમ છે. પૂરમાં ૮૦ લાખ લોકો વિસ્થાપિત થયા અને ૯૦ લાખ લોકો પર ગરીબી રેખાની નીચે ફેંકાઈ જવાનું જોખમ છે.
હવે પર્યાવરણના બહાને પાકિસ્તાનને ક્લાઈમેટ રેઝિલિયન્ટ બનાવવા માટે દુનિયા પાસે આર્થિક મદદની ટહેલ નાખવામાં આવી. ઈન્ટરનૅશનલ કૉન્ફરન્સ ઑન ક્લાઈમેટ રેઝિલિયન્ટ, પાકિસ્તાન શીર્ષક સાથે એક આંતરરાષ્ટ્રીય સંમેલન છેક જિનિવામાં યોજાયું. આ પ્રયાસ થોડો સફળ થયો, કેમ કે અમુક સંસ્થાદેશોએ પાકિસ્તાનની અગાઉની લોનની ચુકવણીની શરત હળવી કરી આપી. એશિયન ડેવલપમેન્ટ બૅન્ક અને યુરોપિયન સંઘે આશરે ૧૪.૯ અબજ ડૉલર ફ્લડ રિલીફમાં અને ૧૫.૨ અબજ ડૉલર પૂરથી થયેલા આર્થિક નુકસાનને ભરપાઈ કરવા આપ્યા. મંગળવાર, ૧૭ જાન્યુઆરીએ આ લખાય છે ત્યાં સુધી પાકિસ્તાને બીજા નવ અબજ ડૉલરના આર્થિક પૅકેજના વાયદા મેળવી લીધા છે.
この記事は Chitralekha Gujarati の January 30, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の January 30, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?