હાલમાં જ ભારતની અન્ડર-૧૯ મહિલા ક્રિકેટ ટીમે ટી-૨૦ વર્લ્ડ કપમાં ઈંગ્લૅન્ડને હરાવીને વિક્રમી જીત મેળવી. ભારતની અન્ડર-૧૯ ટીમની આ પ્રથમ સ્પર્ધા હતી. અરે, અત્યાર સુધી એમને આંતરરાષ્ટ્રીય મૅચ રમવા જ નહોતી મળી. હવે સિનિયર મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાં ભાગ લેવા સાઉથ આફ્રિકા પહોંચી છે એમાં અન્ડર-૧૯ની બે ખેલાડી શેફાલી વર્મા તથા રિચા ઘોષ (વિકેટ કીપર)ને લેવામાં આવી છે.
વિજેતા ટીમના ખેલાડી અને કોચને લોકો ઓળખે છે, પણ રમતવીરોને ફિટનેસની તાલીમ આપતા પ્રશિક્ષક બહુ પ્રસિદ્ધિમાં આવતા નથી. આપણા માટે ગર્વની વાત છે કે અન્ડર-૧૯ ટીમના સિલેક્શન પહેલાં થતી ખેલાડીઓની ટ્રેનિંગ તેમ જ સિનિયર મહિલા ખેલાડીઓને સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ તરીકે તાલીમ આપનાર એક ગુજરાતણ કવિતા પંડ્યા છે.
કવિતા પંડ્યા પ્રિયદર્શિનીને કહે છે: ‘આપણે ત્યાં ક્રિકેટમાં અગાઉ ફિટનેસ કરતાં પરફોર્મન્સને વધુ મહત્ત્વ અપાતું હતું, પણ વિરાટ કોહલીએ સાબિત કર્યું કે સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ અર્થા શારીરિક બળ, સ્ફૂર્તિ અને ચપળતા સતત સારા પરફોર્મન્સ માટે અત્યંત આવશ્યક છે. હાલમાં જ મહિલા વર્લ્ડ કપ પહેલાં સાઉથ આફ્રિકન ઑલરાઉન્ડર ડેન વેન નિકેર્કને વર્લ્ડ કપ ટીમમાં લેવામાં ન આવી, કારણ કે ફિટનેસ ટેસ્ટમાં એ નાપાસ થઈ. યાદ રહે, ડેન વેન એટલી સફળ ખેલાડી છે કે ટીમમાં હોત તો એને કદાચ કપ્તાનપદ મળ્યું હોત.’
આજે તો મહિલા ખેલાડીઓને વાજબી મહેનતાણું અને સગવડ મળી રહે છે, પણ એક કાળે એમની પાસે પહેરવાનાં મોજાં પણ નહોતાં. એ દિવસોને યાદ કરતાં કવિતા જણાવે છે કે હિમાચલ પ્રદેશના ધરમસાલામાં ટ્રેનિંગ કૅમ્પ હતો. પુરુષ ખેલાડીઓ પણ તાલીમમાં હતા. છોકરીઓએ પોતાનાં કપડાં અને સરંજામ જાતે લાવવાનાં હતાં. બધી ખેલાડીને કંઈ આર્થિક રીતે એ ખરીદી પરવડે નહીં એટલે પુરુષોએ મહિલા ખેલાડીઓને મોજાં ને અન્ય વસ્તુઓ આપી હતી. હવે તો મહિલા આઈપીએલનું પણ આયોજન થઈ રહ્યું છે. ભારતમાં ૧૯૭૬થી મહિલા ક્રિકેટ ટીમની શરૂઆત થઈ હતી.
この記事は Chitralekha Gujarati の February 20, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の February 20, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?