જગતના અડધા ઉપરાંતના દેશોની તમા રાખ્યા વગર ઈઝરાયલ એનું વેર વાળવા પેલેસ્ટિનના વર્ચસ હેઠળની ગાઝા પટ્ટીમાં લશ્કર ઘૂસેડી રહ્યું છે. અત્યાર સુધીમાં આઠ હજારથી વધુ લોકોનાં મોતના વાવડ છે અને મરણનો આંકડો ક્યાં જઈને અટકશે એ વિશે કોઈ કહી શકે એમ નથી. સાત ઑક્ટોબરની સવારે ગાઝા પટ્ટી પરથી થયેલા હુમલામાં ૧૪૦૦ નાગરિકોના જાન ગુમાવ્યા પછી ઈઝરાયલ પોતાના પ્રતિકારમાં જરાય નરમાશ દેખાડે એવી અપેક્ષા રાખવી જ ખોટી છે. કોઈને લાફો મારનારે સામે તમાચો ખાવાની તૈયારી રાખવાની જ હોય.
સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો)ની મહાસભાએ હમણાં માનવતાના નામે ગાઝા પટ્ટી વિસ્તારમાં ઈઝરાયલી સેનાની કારવાઈ રોકવાને લગતો ઠરાવ પસાર કર્યો છે. આ ઠરાવ ભલામણ કે સૂચનના રૂપમાં છે અને ઈઝરાયલ માટે બંધનકર્તા નથી. બંધનકર્તા હોત તો પણ ઈઝરાયલે એ ઠરાવનું પાલન કર્યું હોત એમ માની શકાય નહીં. ધારણા પ્રમાણે જ ઈઝરાયલ સાથે અમેરિકાએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો તો અત્યારે અમેરિકા સામે ચોકો માંડી બેસેલા રશિયા અને ચીને લગભગ બધા જ મુસ્લિમ દેશો સાથે એ ઠરાવના સમર્થનમાં મતદાન કર્યું. દોઢ-પોણા બે વરસ અગાઉ આ જ રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું હતું અને એ બે વચ્ચેનું યુદ્ધ હજી ચાલે છે. હવે રશિયા ઈઝરાયલને શિખામણ આપવા નીકળ્યું છે અને ઈચ્છે છે કે ગાઝા પટ્ટીમાંથી ઈઝરાયલ એનું સૈન્ય પાછું બોલાવી લે!
‘હમસ’નું નામ લીધા વગર ઈઝરાયલના માઝા પટ્ટી પરના આક્રમણને માનવતાના ધોરણે રોકવાનું પગલું વાજબી કહેવાય? ઈઝરાયલ લીધું વેણ છોડશે નહીં એટલે પેલેસ્ટિનની પ્રજાએ હજી વધુ ખુવારી માટે તૈયાર રહેવું પડશે.
この記事は Chitralekha Gujarati の November 13, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の November 13, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર
ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને કોવિડ બાદ આનો અહેસાસ અનેક પરિવારોને તેમ જ સરકાર અને નિયમન સંસ્થાઓને થયો છે. આર્થિક વ્યવહારો સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ આ નિયમોને વધુ હળવા અને વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે, જેને સમજવા અનિવાર્ય છે.
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.