જગતનું પેટ ભરનારો પોતે ભૂખ્યો રહે એ કેવું?
Chitralekha Gujarati|February 12, 2024
જમીનની ઉત્પાદકતા અને ખેત-ઉત્પન્ન વધારવા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો જે અતિરેક થયો એનું પરિણામ હવે દેખાઈ રહ્યું છે. જમીનમાં હવે રસકસ રહ્યાં નથી અને ઘણા ખેડૂતો માટે ખેતી હવે ખોટનો ધંધો બની રહી છે.
કૌશિક મહેતા
જગતનું પેટ ભરનારો પોતે ભૂખ્યો રહે એ કેવું?

ડિયર નૅચર,

કરણી એવી ભરણી, કર્યાં ભોગવવાં પડે છે... આ વાત ખેતી અને ખેડૂત માટે સાવ સાચી પડી છે. આઝાદી બાદ ખેત-ઉત્પાદન વધારવા ખાતર અને દવાનો ઉપયોગ કરવામાં આવ્યો, એ માટેનાં કારખાનાં સ્થપાયાં. આજે આઝાદીનાં અમૃત સમયમાં ખાતર-દવાનો ઉપયોગ એટલી હદે વધ્યો છે કે એ કારણે જમીનની ઉત્પાદકતા ઘટી છે અને ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે. લોકો માટે આ ઉત્પાદનો રોગનું કારણ પણ બન્યાં છે. સૌથી ભયજનક પરિણામ એ આવ્યું છે કે ખેતી હવે કસદાર રહી નથી. એનું કારણ એ છે કે જમીનમાં હવે સત્ત્વ રહ્યું નથી. એને પરિણામે ખેડૂતો ખેતી છોડી રહ્યા છે. જે હજી ખેતી કરે છે એ આર્થિક મુશ્કેલીમાં છે અને એમાંથી કેટલાક આર્થિક દેવાના બોજથી છૂટવા આપઘાત કરી રહ્યા છે.

આવું બની રહ્યું છે એનાં કારણ અનેક છે. એના ઉપાય પણ ઓછા નથી, પરંતુ એનો અમલ કરવામાં આપણે મોળા પડી રહ્યા છીએ. ભારત ખેતી આધારિત દેશ ગણાય છે અને આજેય છે, પણ આપણા કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (જીડીપી)માં કૃષિ ક્ષેત્રનો ફાળો સતત ઘટી રહ્યો છે. સરકારી આંકડા કહે છે કે દેશમાં રોજ સરેરાશ ૪૦૦૦ કિસાનો ખેતી છોડી રહ્યા છે અને દર કલાકે એક ખેડૂત કે ખેતમજૂર આપઘાત કરે છે. કૃષિ ઉત્પાદકતા ઘટી રહી છે. નૅશનલ રિમોટ સેન્સિંગ એજન્સીના અહેવાલ મુજબ દેશની કુલ ખેતજમીનના ૨૯ ટકા એટલે કે ૯.૬૪ કરોડ હેક્ટર જમીનની ગુણવત્તામાં ભારે ઘટાડો થયો છે. ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાનનો અહેવાલ તો એનાથી પણ ખરાબ છે.એના અંદાજ મુજબ ૧૨ કરોડ હેક્ટર જમીનની ગુણવત્તા ઘટી ગઈ છે. સૌથી વધુ અસર ઉત્તર પ્રદેશમાં છે. જમીનના ખરાબાને કારણે ઉત્પાદકતા ઘટવાથી વર્ષે એક હેક્ટરે સરેરાશ ૩૬૫૪ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં તો નુકસાનીનો આંક પ્રતિ હેક્ટર રૂપિયા ૧૫,૧૧૨નો છે. ગુજરાતમાં ૩૧.૨૯ લાખ હેક્ટર જમીનને નુકસાન થયું છે અને આ બધા પાછળ કારણ છે ખાતરઅને દવાનો વધુપડતો ઉપયોગ તથા ક્લાઈમેટ ચેન્જ.

この記事は Chitralekha Gujarati の February 12, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Chitralekha Gujarati の February 12, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

CHITRALEKHA GUJARATIのその他の記事すべて表示
સંઘર્ષ અને સફળતા સુધીની સ્વાદિષ્ટ સફર
Chitralekha Gujarati

સંઘર્ષ અને સફળતા સુધીની સ્વાદિષ્ટ સફર

એક સમય હતો જ્યારે એ પોતાના પરિવાર માટે જ રસોઈ બનાવતાં. બાળકોને શું ભાવે છે, પતિને શું ગમશે એ પ્રમાણે જ રસોડામાં એમનું કામ શરૂ થાય. જો કે જીવનના સાડા સાત દાયકા પછી, કોવિડ સમયે એમણે અથાણાં, નાસ્તા અને ગુજરાતી થાળીના ઑર્ડર લેવાનું શરૂ કર્યું અને પછી તો ટીવી શો ‘માસ્ટર શેફ’માં ભાગ લઈ એ બધાનાં લાડીલાં બની ગયાં.

time-read
5 分  |
February 24, 2025
આ... અબ તો લૌટ ચલેં!
Chitralekha Gujarati

આ... અબ તો લૌટ ચલેં!

ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ છતાં આજે પણ એવા લોકો છે, જેમને ગેરકાયદે અમેરિકા જવું છે. આ લોકોને એમ છે કે અમેરિકામાં દૂધની નદીઓ વહે છે અને ડૉલર ઝાડ પર ઊગે છે. અમેરિકા જતાંવેંત સુખ-સમૃદ્ધિ મળી જશે એવું ધારતા, અમેરિકન ડ્રીમ સાકાર કરવા લાખો-કરોડો રૂપિયા તથા જીવ જોખમમાં મૂકનારા આવા શેખચલ્લીઓ ક્યારે ચેતશે?

time-read
5 分  |
February 24, 2025
ગેરરીતિ સામેની લડતે ગાદી અપાવી... ગેરરીતિને લીધે ગાદી ગઈ
Chitralekha Gujarati

ગેરરીતિ સામેની લડતે ગાદી અપાવી... ગેરરીતિને લીધે ગાદી ગઈ

ભ્રષ્ટાચાર સામેના જન આંદોલનના આગેવાન તરીકે રાજકારણમાં પ્રવેશેલા અરવિંદ કેજરીવાલ પછી તો પોતે જ એના કળણમાં ખૂંપતાં ગયા અને ચાદર કરતાં પગ લાંબા કરવાની લાયમાં દિલ્હી ગુમાવી બેઠા.

time-read
3 分  |
February 24, 2025
મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ
Chitralekha Gujarati

મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ

ગાંધીજી પાપ-પુણ્યની વાત ધર્મના અર્થમાં નહીં, પરંતુ નૈતિકતાના અર્થમાં કરતા હતા. એમના મતે મનની અશુદ્ધિ માટે સાત પાપ જવાબદાર હતાંઃ સિદ્ધાંત વગરની રાજનીતિ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનું સુખ, ચરિત્ર વગરનું જ્ઞાન, નીતિ વગરનો વેપાર, માનવતા વગરનું વિજ્ઞાન અને ત્યાગ વગરની પૂજા.

time-read
5 分  |
February 24, 2025
નો માર્કેટિંગ
Chitralekha Gujarati

નો માર્કેટિંગ

… તેમનો આભાર માનીને બહાર નીકળ્યાં, પણ ‘હવે તો બોર્ડ પણ બહાર નથી' એ તેમના વાક્ય ફરતે હજુ મન ઘૂમરાતું હતું. ‘આપણી સેલ્સ ઓફિસને બોર્ડ નહીં હોય અથવા બોર્ડ નહીં લગાવવું' એવું આપણે નક્કી કર્યું તો ?...

time-read
5 分  |
February 24, 2025
મજા હારમાં છે, ગજબ ગેમ છે...
Chitralekha Gujarati

મજા હારમાં છે, ગજબ ગેમ છે...

જો બન્નેનાં હૈયે લગન સેમ છે હૃદય ખોલી કહી દે, ‘મને પ્રેમ છે’ હવા, વાદળો, મ્હેક કે ચાંદની મિલન બાદ ક્યાં કંઈ હતું તેમ છે.

time-read
2 分  |
February 24, 2025
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

વાસ્તવિકતાનો જલદીથી સ્વીકાર કરીને એવી બાબતોને પડતી મૂકીને નવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વધારે ડહાપણભર્યું હોય છે.

time-read
1 min  |
February 24, 2025
ભાંગી મારી જન્મોજનમની ખામી
Chitralekha Gujarati

ભાંગી મારી જન્મોજનમની ખામી

ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.

time-read
2 分  |
February 17, 2025
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.

time-read
1 min  |
February 17, 2025
સફળતાની ઠોકર વાગે ત્યારે!
Chitralekha Gujarati

સફળતાની ઠોકર વાગે ત્યારે!

તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.

time-read
5 分  |
February 10, 2025