Magzter GOLDで無制限に

Magzter GOLDで無制限に

10,000以上の雑誌、新聞、プレミアム記事に無制限にアクセスできます。

$149.99
 
$74.99/年

試す - 無料

કમાતી સાસુ વહુ ઘરેલુ કેવી રીતે નિભાવશો

Grihshobha - Gujarati

|

April 2023

જ્યારે સાસુ કમાતા હોય અને વહુ ઘરેલુ હોય તો મોટાભાગે બંનેના અહમ્ વચ્ચે ટકરાવ થાય છે. આ સ્થિતિમાં કેટલીક વાતનું ધ્યાન રાખીને ઘરની શાંતિ જાળવી શકાય છે..

કમાતી સાસુ વહુ ઘરેલુ કેવી રીતે નિભાવશો

કુમકુમ ભટનાગર ૫૫ વર્ષના છે, પરંતુ દેખાવે ૪૫થી વધારેના નથી લાગતા. તેઓ સરકારી કર્મચારી હોવાની સાથે ખૂબ ફિટ છે. તેઓ સ્ટાઈલિશ કપડાં પહેરે છે અને પૂરા આત્મવિશ્વાસ સાથે જીવે છે.

લગભગ ૨૫ વર્ષ પહેલાં પતિના કહેવા પર તેમણે સરકારી સ્કૂલના ટીચરના પદ માટે અરજી કરી હતી. તેઓ ગ્રેજ્યુએટ હતા અને તેમણે કમ્પ્યૂટર કોર્સ કર્યો હતો, આ કારણસર તેમને જલદી નોકરી મળી ગઈ. પછી કુમકુમ પૂરા ઉત્સાહ સાથે કામમાં લાગી ગયા હતા.

તે સમયે દીકરો નાનો હતો, પરંતુ સાસુ અને પતિના સહયોગથી બધા કામ સરળ થઈ ગયા હતા. સમયની સાથે તેમની નોકરીમાં પ્રગતિ થતી ગઈ.

આજે કુમકુમ પોતે એક સાસુ છે. તેમની વહુ પ્રિયાંશી ભણેલીગણેલી અને સમજદાર છોકરી છે. જોકે કુમકુમ પણ આવી જ વહુ ઈચ્છતા હતા. તેમણે જાણીજોઈને નોકરિયાત નહીં, પરંતુ ઘરેલુ છોકરીને પોતાની વહુ બનાવી હતી, કારણ કે તેમને ડર હતો કે જો સાસુવહુ બંને ઓફિસ જશે તો પછી ઘર કોણ સંભાળશે?

પ્રિયાંશી પણ ખૂબ મિલનસાર અને સુઘડ વહુ સાબિત થઈ હતી. તે ઘરના કામકાજ ખૂબ વ્યવસ્થિત રીતે કરતી હતી, પરંતુ પ્રિયાંશીના દિલમાં ક્યાંક ને ક્યાંક એક સણકો રહેતો હતો કે તેની સાસુ રોજ સજીધજીને ઓફિસ ચાલ્યા જાય છે અને તે ઘરની ચાર દીવાલ વચ્ચે કેદ રહે છે.

જોકે જોબ ન કરવાનો ઈરાદો તેનો શરૂથી રહ્યો હતો, પરંતુ હવે સાસુને જોઈને તેને હીનભાવના થઈ રહી હતી. કુમકુમ પોતાના રૂપિયા દિલ ખોલીને પોતાની પર ખર્ચ કરતા હતા. ક્યારેકક્યારેક વહુદીકરા માટે પણ થોડીક ભેટ લાવતા હતા. તેમ છતાં વહુને હંમેશાં પૈસા માટે પતિ સામે હાથ ફેલાવવો પડતો હતો. આ અસંતોષ ધીરેધીરે પ્રિયાંશીના મગજ પર હાવી થવા લાગ્યો. તેની સાહેલીઓ પણ તેને આ બાબતે ઉશ્કેરવા લાગી હતી.

પરિણામ એ આવ્યું કે પ્રિયાંશી ચીડિયલ થતી ગઈ. પછી સાસુની કોઈ પણ વાત પર તે ચિડાવા લાગી અને ઘરમાં ઝઘડા થવા લાગ્યા. એક હેપી ફેમિલી થોડા જ સમયમાં ફરિયાદી ફેમિલીમાં ફેરવાઈ ગયું.

Grihshobha - Gujarati からのその他のストーリー

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

5 વેડિંગ ફૂટવેર આઈડિયા

બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...

time to read

4 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

પરફેક્ટ બ્રાઈડલ-વેર

લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...

time to read

3 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ

જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...

time to read

3 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી

પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...

time to read

4 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી

જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...

time to read

5 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time to read

4 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time to read

2 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time to read

2 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time to read

6 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time to read

2 mins

December 2024

Translate

Share

-
+

Change font size