CATEGORIES
Kategorier
ભાજપના પ્રવક્તા ભાજપને ભારે પડ્યા...
નૂપુર શર્માનાં વિધાનોની વીડિયોક્લીપ ઇસ્લામિક દેશોમાં ફરતી થઈ અને તેને કારણે ત્યાંના સમાજમાં ભારતવિરોધી લાગણી એટલી પ્રબળ બની કે એક તરફ ભારતીય ઉત્પાદનોના બહિષ્કારની અપીલો થવા લાગી તો બીજી બાજુ કેટલાક દેશોએ ત્યાંના ભારતીય રાજદૂતને બોલાવીને આ મુદ્દે સત્તાવાર વિરોધ વ્યક્ત કર્યો
કચ્છમાં ડોગ હોસ્ટેલનો નવો ટ્રેન્ડ
છેલ્લાં થોડાં વર્ષોથી કચ્છમાં કૂતરાં પાળવાવાળા લોકો વધી રહ્યા છે. અતિ ગરમ વાતાવરણ ધરાવતા કચ્છમાં ઠંડા પ્રદેશનાં કૂતરાં પણ સહેલાઈથી મોટા થઈ રહ્યાં છે તો આક્રમક મનાતા ડોબરમેન, રોટવ્હિલર, તિબેટિયન માસ્ટિફ જેવા શ્વાન પણ છે. અત્યાર સુધી ડૉગ માલિકોને બહારગામ જવું હોય તો મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે પૅટ ડૉગ માટે કચ્છમાં હોસ્ટેલ શરૂ થઈ છે.
દેશદ્રોહઃ કાયદો ખતમ થશે કે સ્વરૂપ બદલાશે?
સુપ્રીમ કોર્ટે હાલમાં જ આઈપીસીની કલમ ૧૨૪એ અર્થાત્ દેશદ્રોહ પર કેન્દ્ર સરકારને પુનર્વિચારની મંજૂરી આપીને તેના ઉપયોગ પર હાલ પૂરતો પ્રતિબંધ લગાવી દીધો છે ત્યારે છેક ૧૮૭૦માં બ્રિટિશકાળમાં અસ્તિત્વમાં આવેલા આ કાયદાને લઈને નવેસરથી ચર્ચા શરૂ થઈ ગઈ છે. સરકાર ચાહે કોઈ પણ પક્ષની હોય, રાજદ્રોહનો કાયદો સૌ કોઈને પસંદ રહ્યો છે. આ એક એવો દંડો છે જેનો સલામત રીતે ઉપયોગ કરી વિરોધીઓને લાંબા સમય સુધી ચૂપ કરી શકાય છે. નોંધવા જેવી વાત એ છે કે જે-તે સમયે સરકારમાં હોય તે રાજકીય પક્ષો આ કાયદાને ખતમ કરવાનું નામ નથી લેતા, પણ વિરોધ પક્ષમાં હોય ત્યારે જોરશોરથી તેને નષ્ટ કરવાની માગ કરે છે. તેમના આવા બેવડાં ધોરણો વચ્ચે આ કાયદાનો ઇતિહાસ, વર્તમાનમાં તેની જરૂરિયાત અને અન્ય સવાલોનો વિસ્તારથી જવાબ મેળવવા પ્રયત્ન કરીએ..
V.R.S. : મજા કે સજા!
પાનશેરિયા સાહેબે શાળામાં આવીને કહ્યું કે, ‘સાહેબ, ઘરે રહીને કામ કરી કરી હું સાવ ખેંચાઈ જાઉં, એ પહેલાં રાજીનામું પાછું ખેંચી લેવા આવ્યો છું.’
ભલા પુરુષનું શોષણ કરતો પરિવાર
પત્નીને કજિયાળી ચીતરી દેવાથી આપણે તેના સિવાયના પતિના જીવનમાં રહેલા ટોક્સિક સગાંઓને ક્લીનચીટ આપી દેતા હોઈએ છીએ. અન્ય દરેક સગાંઓને મનફાવે તેમ સ્વાર્થી થવાની છૂટ આપીને સમજદારી દાખવવાની બધી જવાબદારી પત્નીના માથે નાખી દઈએ છીએ. બહુ ઓછા પુરુષ પોતાના ટોક્સિક સગાંઓથી છૂટવાની હિંમત કરીને પત્ની-બાળકો સાથે ન્યાય કરી શકતા હોય છે.
આપણા સ્ટુડન્ટોની ખામીઓ
અમેરિકાના સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે અંગ્રેજી ભાષા બરાબર આવડતી હોવી જોઈએ. ત્યાંની માન્યતા પામેલ યુનિવર્સિટીએ તમને પ્રવેશ આપીને ફોર્મ આઈ-૨૦ મોકલાવ્યું હોવું જોઈએ
બહાઉદ્દીન કોલેજઃ મહાવિદ્યાલય નહીં, વિદ્યાપીઠ
જૂનાગઢની એ કૉલેજ એટલી ભવ્ય છે કે તેમાં સવા સો વર્ષ પહેલાંથી આજ સુધીના ભણેલા વિદ્યાર્થીઓ ગર્વિલા બની ગયા છે. એનું નામ છે બહાઉદ્દીન કૉલેજ. છેલ્લા શતકથી ત્યાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓનું એક જ નામ છે બહાઉદ્દીનિયન! ભારત જ નહીં, વિદેશનાં વિવિધ ક્ષેત્રોમાં પણ ‘બહાઉદ્દીનિયન’ની હાજરી હોય જ.
ફોરેસ્ટ ગમ્પ: ચોખ્ખા હૃદયનો માણસ!
આમિર ખાનની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’ જેની સત્તાવાર રિમેક છે તે ટોમ હેન્ક્સની જાણીતી અમેરિકન ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ને ૬ ઑસ્કર એવૉર્ડ્સ મળ્યા હતા. એક ભોળા, નેક દિલ ઇન્સાનની વાત કરતી ફિલ્મની પટકથા સામાન્ય નહોતી. અફલાતૂન વિઝ્યુઅલ ઇફેક્ટ્સ હતી. આલા દરજ્જાની ઍક્ટિંગ હતી. આવો, એ ફિલ્મ વિશે વધુ જાણીએ.
‘આમ'થી ઓળખાતી કેરીની ખાસ વાતો!
કેસર હોય કે હાફુસ, ગુજરાતી પરિવારોનો ઉનાળો કેરી વગર અધૂરો ગણાય. છેલ્લા દશકથી વિશ્વભરમાં વસતા ભારતીયો અને બિનભારતીયોને માટે હવે કેરી આમ નહીં, ખાસ બની છે. સૌરાષ્ટ્રમાં થતી કેસર કેરીએ તો આજે સીમાડાઓ વટાવીને દુનિયાભરના સ્વાદના શોખીનોના હૃદયમાં સ્થાન મેળવી લીધું છે. આજે સૌરાષ્ટ્રમાં ૨૦ કરતાં વધુ જાતની કેરીની ખેતી થઈ રહી છે. સ્વાદ અને સોડમને કારણે જ કેરી રાષ્ટ્રીય ફળ તરીકે પણ સ્થાન પામી છે.
રાષ્ટ્રવાદનો ધોધઃ ઝવેરચંદ મેઘાણી
રાષ્ટ્રીય અસ્મિતાની સાથે દલિત-પીડિતોની વેદનાને વાચા આપવાનું શ્રેય મેઘાણીને શિરે જાય છે. તેમની રાષ્ટ્રવાદી કવિતાઓ મુખ્યત્વે યુગવંદના અને સિંધુડો કાવ્ય સંગ્રહમાં જોવા મળે છે
‘રેત સમાધિ' એટલે સરહદોની બાદબાકી
છેક ૨૦૧૮માં હિન્દીમાં પ્રકાશિત થયેલી ‘રેત સમાધિ' નવલકથાનો અંગ્રેજી અનુવાદ ‘ ટૂમ્બ ઓફ સેન્ડ' આ વર્ષે પ્રકાશિત થયો અને તેને કથા સાહિત્યનું સર્વોચ્ચ બુકર પ્રાઇઝ મળતાં એનાં લેખિકા ગીતાંજલિ શ્રી આખી દુનિયાના સાહિત્યરસિકોમાં જાણીતાં બની ગયાં છે. બે દેશોની ભૌગોલિક સરહદને પેલે પાર જઈને માનવીય સંવેદનાને વિષય બનાવતી હોવાથી અને કથનની અનોખી શૈલીને કારણે આ કૃતિ મહત્ત્વપૂર્ણ બની છે.
વૈશ્વિક કક્ષાનું દેશનું પ્રથમ વિધા સમીક્ષા કેન્દ્રઃ ગુજરાતના ચીલે હવે આખો દેશ ચાલશે
ગાંધીનગર ખાતેના વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અધિકારીઓ સાથે સીધો સંવાદ કર્યો
હવે મહિલાઓમાં પણ નશા હી નશા હૈ!
ગુજરાત સાથે ગાંધીજીની ઓળખ જોડાયેલી હોવા છતાં કહેવાતી દારૂબંધી વચ્ચે પણ અહીં છૂટથી શરાબ પિવાય છે એ કોણ નથી જાણતું? અત્યાર સુધી પુરુષોમાં ડ્રિન્ક એ સામાન્ય વાત હતી, પરંતુ આંકડાકીય માહિતી મુજબ મહિલાઓમાં પણ એનો આશ્ચર્યજનક વધારો નોંધાયો છે. એમાંય ગામડાંની સ્ત્રીઓમાં મદિરાપાનનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે.
સરકાર કાયદામાં સુધારો લાવવા પ્રયત્નશીલ
હવે ટેક્નોલોજીના જમાનામાં સોશિયલ મીડિયા એપ્સ પર કરવામાં આવેલાં આપત્તિજનક વિધાનો, વીડિયો મેસેજ વગેરેના આધારે આ કેસ કરવામાં આવે છે
રાજદ્રોહના કાયદાની વિદેશોમાં સ્થિતિ
કોરોનર્સ એન્ડ જસ્ટિસ એક્ટ, ૨૦૦૯ની કલમ ૭૩ હેઠળ સત્તાવાર રીતે સેડિશનનો કાયદો રદ થયો છે
હાર્દિક પટેલ ભાજપમાં જોડાય છે ત્યારે..
હાર્દિક એક આંદોલનમાંથી ઊભરી આવ્યો હતો એ સાચું, પરંતુ એ આંદોલન સફળ ન હતું. કેમ કે હાર્દિકમાં પરિપક્વતા ન હતી. અપરિપક્વ વ્યક્તિને યોગ્યતા કરતાં ઉચ્ચ પદ મળી જાય તો વ્યક્તિ કે સંસ્થા - કોઈને માટે લાભદાયક બનતાં નથી, એ હાર્દિકના કિસ્સામાં પુરવાર થયું છે
વિરોધીને દબાવવાનું હાથવગું હથિયાર
ગાંધીજી સામે પણ ૧૯૨૨માં આ કેસ ચાલેલો. કોંગ્રેસ હોય કે ભાજપ હોય તમામ રાજકીય પક્ષોએ તેનો કાયમ દુરુપયોગ કર્યો છે
પંજાબમાં ‘ગન કલ્ચર' આટલું હાવી કેમ?
ડ્રગ્સ અને દારૂથી બરબાદ થઈ ચૂકેલી પંજાબની યુવા પેઢી માટે એકે-૪૭ અને રાઇફલથી રમવું એ કોઈ નવી વાત નથી, પરંતુ પંજાબમાં આ ‘ગન કલ્ચર' હવે અમેરિકાની જેમ વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે અને તેનાં દુષ્પરિણામો પણ દેખાવા લાગ્યા છે. હાલમાં બનેલી ઘટનાઓએ દર્શાવ્યું છે કે સ્થિતિ હવે કાબૂ બહાર જઈ રહી છે.
માત્ર દુરુપયોગ કરવા જ આ કાયદો ચાલુ રખાયો છે
નફરતનું રાજકારણ થતું હોય કે પછી અન્ય કોઈ ગુના હોય તેના માટે અલગથી કાયદા છે જ, પણ તેનો ઉપયોગ થવાને બદલે રાજદ્રોહના કાયદાનો વધુ ઉપયોગ થાય છે
દેશદ્રોહના બહુ ઓછા કેસ સાબિત થાય છે
૨૦૨૦માં ૪૪ની અટકાયત થઈ, પરંતુ ૩૩.૩% લોકો સામે જ આરોપ સાબિત થયા
પ્રજાને શાસન સામે સવાલ કરવાનો અધિકાર છે
લોકશાહીમાં તો રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન પણ સર્વોપરી નથી, દેશની પ્રજા જ સર્વોપરી છે
ચીની દર્શન ઝુઆંગઝિ
ઝિઆંગઝિએ જગતનું અવલોકન કરતાં જોયું કે કુદરત રોગ ’ને મૃત્યુ આપે છે, પરંતુ સાચી વાત એ છે કે મનુષ્ય જે-તે ઘટના, એ સ્થિતિ કે કાર્યને રોગ ’ને મૃત્યુ તરીકે ઓળખીને દુઃખી થાય છે મને એમ જ કે હું પતંગિયું છું અને હું પતંગિયા તરીકેનો આનંદ ઉઠાવતો હતો. પછી હું જાગી ગયો તો ખબર પડી કે હું પતંગિયું નથી, હું આ હું છું. પછી એવું થયું કે હું એ હું છું કે પતંગિયું છું?
ચર્ચાસ્પદ અને જાણીતા ચહેરાઓ સામે નોંધાયેલા કેસ
હાથરસમાં ૧૯ વર્ષની દલિત યુવતી પર બળાત્કાર થયો ત્યાં અહેવાલ લેખન માટે જઈ રહેલા સિદ્દિક કપાણ સામે પણ દેશદ્રોહ લાગેલો
કાયદામાં ધરખમ સુધારાની જરૂર છે
અત્યારની સરકાર સામે કોઈ અવાજ ઉઠાવે, આંદોલન કરે કે ટીકા કરે તેવા કિસ્સામાં પણ આ રાજદ્રોહનો કેસ કરી દેવામાં આવે છે
આર્યન ખાનને ક્લીન ચીટઃ વાનખેડેના ઇરાદા શંકાસ્પદ
એક અભિનેત્રી સાથેની આર્યન ખાનની વૉટ્સઍપ વાતચીતને આધાર બનાવીને આર્યન ખાનને ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ સાથે સંબંધ હોવાની અને તેની તપાસ કરવાની દલીલ કરાઈ હતી
‘વખાણ તમારી પ્રગતિ માટે અવરોધરૂપ છે અને ટીકા તમને ધક્કો મારે છે..'
ગઈ ૧૦મી મેએ સંતુરના તાર થંભી ગયા. જાણીતા સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માનું અવસાન થયું. તેમણે જમ્મુ-કાશ્મીરના લોકવાદ્ય સંતુરને આંતરરાષ્ટ્રીય ઓળખ આપી હતી. તેમણે પંડિત હરિપ્રસાદ ચૌરસિયા સાથે શિવ-હરિ’ના નામે હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. તેમની સફર અને એસ. ડી. તથા આર.ડી. બર્મન સાથેના કિસ્સાઓ વાગોળીને તેમને યાદ કરીએ..
લાખો માઈભક્તોને મોટી ભેટઃ અંબાજીમાં દેશનો સૌથી મોટો લાઇટ એન્ડ સાઉન્ડ શો માણી શકાશે
તીર્થધામ અંબાજી આવતા શ્રદ્ધાળુઓને રાત્રી રોકાણ માટે આકર્ષવા રૂ.૧૩.૩૫ કરોડના ખર્ચે ભવ્ય આયોજન કરાયું
સ્કૂલ એડમિશનની રામાયણ!
‘અમે અત્યારે રાહ જોઈએ છીએ. પૈસાની નહીં, ડોનેશનની. કોઈ ડોનર મળી જાય અને ખુરશી ટેબલનું દાન કરે કે તરત જ અમે બેસવાની સગવડ કરવાના છીએ'
શું બધી રૂપાળી સ્ત્રીઓ અને પૈસાદાર પુરુષો સ્વભાવગત ‘દગાખોર' હોય છે?
આપણે ફિલ્મોમાં અને સામાન્ય જીવનમાં પણ એવી ગેરસમજ પાળીએ છીએ કે દેખાવડા કે પૈસાદાર વ્યક્તિઓ પ્રેમાળ ન હોય કે સાચો પ્રેમ ન કરી શકે. દેખાવડા અને પૈસાદાર લોકોને સ્વભાવથી જ ‘બેવફા’ માની લેવામાં આવતા હોય છે. છતાં મોટા ભાગનાને જોઈતા તો પાછા એ જ દેખાવડા કે પૈસાદાર પાત્રો જ હોય છે.
સ્વરાજ્ય સંગ્રામનો મહિલા અવાજ: દંડાબહેન ચૌધરી (૧૯૦૬-૧૯૯૧)
ઈ.સ. ૧૯૩૦માં દાંડીકૂચ વખતે સૂરજબહેન મહેતાની આગેવાનીમાં સ્વરાજ આશ્રમની ટુકડીમાં દંડાબહેને સુરતમાં કામ કર્યું હતું. જ્યાં તેઓ પણ પોલીસ હિંસાનો ભોગ બન્યાં હતાં આદિવાસી મહિલાઓ કાંડાથી ખભા સુધી અને ઘૂંટીથી ઘૂંટણ સુધી ભારે વજનનાં ઘરેણાં પહેરતી હતી. એવામાં દંડાબહેન સહિતની મહિલાઓ દ્વારા ઘરેણાંનો ત્યાગ કરવો એ ક્રાંતિથી કમ ન હતું