CATEGORIES
Kategorier
કચ્છના 'મેનહીર': પાષાણયુગના માનવીની નિશાનીઓ
પૃથ્વી પર સજીવના પ્રાગટ્યથી માંડીને વર્તમાન કાળના માનવજીવનના પુરાવાઓ કચ્છની ધરતી પર મળી રહે છે. અંદાજે ૭થી ૧૦ હજાર વર્ષ પહેલાંના માનવીઓની નિશાનીરૂપે તે સમયનાં સ્મશાનો, ત્યાં ખોડાયેલા મેનહીર આજેય કચ્છની ધરતી પર ઊભેલા છે, પરંતુ આ વિષય પર જોઈએ તેવું સંશોધન થયું નથી.
જોસેફ મેકવાનઃ વ્યથાના બાગમાં ખીલેલું પુષ્પ
ગુજરાતી સાહિત્યનું નયનરમ્ય આકાશ અનેક તારલાઓથી ઝગમગે છે. શ્રી જૉસેફ મૅકવાન એક એવા તારલાનું નામ છે, જેનો પિંડ ઘડાયો ગુજરાતના તળજીવનની ધૂળમાંથી. એમનું સાહિત્ય વિશાળ તરછોડાયેલા વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. બળવાન એમની કૃતિઓમાં સમગ્રરૂપે, જીવનના કપરા પથ પર લાગણીભીનું હૃદય લઈને ચાલતા મનુષ્યની આંતરિક-બાહ્ય યાત્રાનો પ્રામાણિક ચિતાર મળે છે. ૨૮ માર્ચ આ ઋજુ હૃદયના ભડવીર અને આભને આંબતા ધરતીજાયા સર્જકની પુણ્યતિથિ છે, ત્યારે એમના જીવન તથા સર્જનની ઝાંખી કરીએ.
'કાશ્મીર ફાઇલ્સ' હોય તો ‘સિંધ ફાઇલ્સ' કેમ નહિ?
૧૯૪૭ પછીના અખંડ ભારતના ભાગલા પછી પાકિસ્તાનના સિંધ અને અન્ય પ્રાંતોમાંથી કપરી પીડા ભોગવી પહેરેલાં કપડે ભાગેલા સિંધી પરિવારોએ સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ સહિતના વિસ્તારમાં સિંધી સંસ્કૃતિ, ધર્મ, જીવનધોરણ અને સમાજ વ્યવસ્થા અકબંધ તો રાખ્યાં, પણ ધંધા-રોજગારને ઉત્તમ બનાવી એક ખમીરવંતી કોમ તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.
અડાસના શહીદોની દાસ્તાન
‘વંદે માતરમ્', 'ઇન્કલાબ ઝિંદાબાદ' અને 'યે શિર જાવે તો જાવે પર આઝાદી ઘર આવે' જેવાં સૂત્રો અને કાવ્ય પંક્તિઓ લલકારતા, તેઓ કિસાનો અને સામાન્ય નાગરિકોને જાગ્રત કરતા આગળ વધી રહ્યા હતા
ફાઇવ-જીઃ થોડી હા જી, થોડી ના જી!
ટેકનોલૉજીએ હરણફાળ ભર્યા પછી દુનિયામાં તો હવે સેવન-જીની ચર્ચાઓ થવા લાગી છે, પરંતુ ભારત સહિત મોટા ભાગના દુનિયાના દેશો ફાઇવ-જીના નેટવર્ક પર કામ કરી રહ્યા છે. આજે બજારમાં ફાઇવ-જી કેપેબલ હેડસેટ્સ પણ વેચાવા લાગ્યા છે છતાં હજુ સુધી તેની દુનિયામાં સંપૂર્ણપણે સ્વીકાર્યતા થઈ નથી. તેના ઇંપ્લિમેન્ટેશનમાં વિલંબ પાછળ વૈજ્ઞાનિક, આર્થિક અને ટેકનિકલ અનેક કારણો જવાબદાર છે ત્યારે અનેક દેશો હજી વેઇટ એન્ડ વૉચનો રસ્તો અપનાવી રહ્યા છે.
આનંદો! ઇબી-૫ એક્ટ ફરી અમલી બન્યો છે!
રોકાણકારની રકમ ટાર્ગેટેડ ઍમ્પ્લોય એરિયામાં ૮ લાખ અને અન્ય સ્થળોએ ૧૦,૫૦,૦૦૦ ડૉલરની છે. ઇમિગ્રન્ટ વિઝાના પિટિશન આઈ-પર૬ની સાથે સાથે રોકાણકાર અમેરિકામાં કાયદેસર વિઝા ઉપર હાજર હોય તો એનું સ્ટેટસ એજસ્ટ કરવાની પણ છૂટ આપવામાં આવી છે
અગ્નિ, સૂર્ય, ઉનાળો વગેરે
અવાજ શૂન્યાવકાશમાં મુસાફરી ના કરી શકે, જ્યારે પ્રકાશ શૂન્યાવકાશમાં આંટો મારી શકે, પરંતુ મામલો જયારે અવકાશનો હોય ત્યારે પ્રકાશ ને અવાજ બંને રખડી શકે. ફરક એટલો કે પ્રકાશ ને ગરમી એક અંતર કે સ્ટેજ પછી ઓગળી જાય, પરિવર્તન પામી જાય, જો પ્રકાશ અને ગરમીનો સોર્સ ગાયબ થઈ જાય તો.
બોર્ડના પરીક્ષાર્થીને એક પિતાની સલાહ!
ઓછામાં ઓછી એક અને વધુમાં વધુ જેટલી ભરાય, લખાય એટલી સપ્લિમેન્ટરી લખવી. આમાં જોખમ છે જ, પણ પેપર સાવ કોરું મૂકવાના જોખમ કરતાં ઓછું કહેવાય
બાળકવિહોણી સ્ત્રી બિચારી કે વેમ્પ નથી
માતૃત્વ માટે સ્ત્રીની પોતાની ઇચ્છાને વાજબી ગણવાનું ક્યારે શરૂ કરીશું આપણે? પ્રિયંકા સરોગસીથી બાળક લાવે કે એન્જલીના દત્તક લે, તબુ બાળકવિહોણા હોવાનું સ્વીકારે તો આકરી ટીકા કરીએ. પાછા સામે પક્ષે કોર્પોરેટ કંપની બાળક ન ઇચ્છતી મહત્ત્વાકાંક્ષી સ્ત્રીઓને વેમ્પ ચીતરીને, બાળઉછેરમાં પતિ કે પરિવારનો સમાવેશ ન બતાવીને, માતૃત્વ સાથે નોકરી કરવાની અઘરી ડ્યૂટીને નકામું ગ્લોરીફાઈ કરે તેમાં ખોટું પોરસાઈએ પણ ખરા!
અનેક સાહસિક પ્રવૃત્તિઓ થઈ શકે તેવા કચ્છ તરફ દુર્લક્ષ
રણ, દરિયો, જંગલ અને ડુંગરોવાળા કચ્છમાં અનેક સાહસિક પ્રવૃત્તિઓ થઈ શકે તેમ છે, પરંતુ રાજ્યના રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા 'આપણી સરહદ ઓળખો' એવા કાર્યક્રમ સિવાય બહુ ઓછી સાહસિક પ્રવૃત્તિઓ થાય છે. અહીં ડુંગર આરોહણ, સઢવાળી હોડી સ્પર્ધા, તરણ સ્પર્ધા, સાગરકાંઠા ટ્રેકિંગ, ડુંગરાળ પરિભ્રમણ, જંગલ પરિભ્રમણ, ડુંગર પર મેરેથોન, હાઇકિંગ, સાઇક્લિંગ, રણમાં મોટર રેસિંગ જેવી સ્પર્ધાઓ યોજાઈ શકે તેમ છે. ખાનગી સંસ્થાઓ આવા કાર્યક્રમો યોજે છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા આવા કાર્યક્રમો માટે ઠોસ પ્રયત્નો થતાં નથી.
પસ્તીમાંથી કલાત્મક દુનિયાનું સર્જન
ધરતી પર ઉત્પન્ન થતાં કચરામાં આશરે ૨૫ ટકા ફાળો માત્ર ને માત્ર કાગળનો રહેલો છે. અમુક મર્યાદાઓને કારણે બધા જ કાગળથી ઉત્પન્ન થતાં કચરાનું રિસાઇલિંગ થઈ શકતું નથી અને આ કચરો પર્યાવરણને નુકસાન પહોંચાડતો રહે છે. આ પસ્તીનો ઉપયોગ કરી આપણી આસપાસની દુનિયાને વધુ કલાત્મક કેમ બનાવી શકાય અને તેના દ્વારા અવનવી કલાઓને જીવંત કેમ રાખી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે અમદાવાદનાં આ મહિલા.
યાયાવર પક્ષીઓની હોકાયંત્ર જેવી યાદશક્તિ
પક્ષીઓ ગજબની યાદશક્તિ ધરાવે છે. શિયાળા દરમિયાન તેઓ વિશ્વનાં જુદાં જુદાં સ્થળોએથી માઈલો દૂર પ્રવાસ કરીને આપણા નળ સરોવર, નારાયણ સરોવર વગેરે વિસ્તારોમાં રોકાણ કરવા આવે છે. કેટલાંક પક્ષીઓ કાયમી રોકાણ પણ કરી લે છે. વિદેશી પક્ષીઓના પ્રવાસની નેવિગેશના સિસ્ટમ ખરેખર અચંબિત કરી મૂકે એવી છે.
વાંચનરસિકોની તરસ છિપાવતી પુસ્તક પરબ
ભાઈ જમાનો તો સોશિયલ મીડિયાનો છે. કોઈ પણ જરૂરિયાત હોય ઓનલાઇન પૂરી થઈ જાય. આવું આપણે વારંવાર સાંભળીએ છીએ, પરંતુ શું દરેક જરૂરિયાત ઓનલાઇન પૂરી થઈ જાય છે? તો જવાબ છે ના, આજે સોશિયલ સાઇટ પર વાંચનસામગ્રીનો ભંડાર છે છતાં પણ વાંચનરસિકોની તરસ તો પુસ્તક જ છિપાવે છે. સમય સાથે બદલાવ આવે છે, પરંતુ દરેક વસ્તુ નથી બદલાઈ જતી. તેનું ઉત્તમ ઉદાહરણ છે કલોલ શહેરમાં આવેલી હોલી ચાઇલ્ડ સ્કૂલનો પુસ્તક મેળો અને ભરૂચ જેવા શહેરમાં વર્ષોથી ચાલતી પુસ્તક પરબ.
બિહારમાં નીતિશકુમારના પુણ્યપ્રકોપનું કારણ શું?
બિહારની એનડીએ સરકારમાં નીતિશકુમારનો પક્ષ જનતા દળ (યુ) જુનિયર પાર્ટનર છે એ બાબતનું 'ફ્રસ્ટ્રેશન’, તેની હતાશા નીતિશકુમારની પીડાનું મુખ્ય કારણ હોવાનું માનવામાં આવે છે
રશિયાના સસ્તા ઓઇલની ભારતની ખરીદી યોગ્ય
એનર્જીની બાબતમાં યુરોપના દેશો રશિયા પર આધાર રાખે છે અમેરિકા તેમને નારાજ કરી શકે તેમ નથી. ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદે તો સામે સવાલ કરવાનો કોઈને અધિકાર નથી
રિયલ ક્રાંતિકારીઓની ફિક્શન ફિલ્મ!
૨૫ માર્ચે રિલીઝ થઈ રહેલી RRRના બે મુખ્ય ક્રાંતિકારી પાત્રો સીતારામ રાજુ અને કોમારામ ભીમ કોણ છે? ફિલ્મમાં કેટલી સચ્ચાઈ છે અને કેટલું કાલ્પનિક છે? ‘બાહુબલી: ધ કનક્લુઝન' બાદ ૫ વર્ષે આવી રહેલી આ ફિલ્મને લઈને રાજામૌલીને કેટલું પ્રેશર છે? જાણીએ બધું જ...
શરણાર્થી બનવું એ કદી ભૂલી ન શકાય તેવો કડવો અનુભવ !
૧૯૪૭માં ભાગલા પછી પૂર્વ પાકિસ્તાને માત્ર ભૌગોલિક રીતે જ નહીં, પરંતુ સાંસ્કૃતિક રીતે વિસંગતતા રજૂ કરી. બંગાળી અને પાકિસ્તાની સંસ્કૃતિનું કોઈ સંકલન નહોતું અને પૂર્વ પાકિસ્તાનની મોટી હિન્દુ વસ્તી ધરાવતા બંગાળી મુસ્લિમો અને પશ્ચિમ પાકિસ્તાનના પઠાણો વચ્ચે વંશીય તણાવ ઊભો થયો હતો
ફોરમતો ફાગણ અને કાવ્યોનું ઊર્મિલ આકાશ
વસંતના મદમાં નહાયેલું બહારનું જગત જયારે ક્ષણેક્ષણની ઉજવણી કરતું હોય, ત્યારે એવાં સ્ત્રી-મનમાં ખાલીપો, એકાંત અને અધૂરી ઝંખનાઓ પ્રગટતી હોય છે, જે પીયુના સંગાથ વિના એકલું પડી ગયું હોય
આજે ધુળેટી છે, મને ખબર છે તમે કોને રંગવા જાઓ છો..!
ગઈ ધુળેટીએ બાજુની સોસાયટીના એક ભાઈને મહિલાઓએ રંગી નાખેલા. પછી છાપામાં આવ્યું કે ત્રણ ત્રણ સંતાનોનો બાપ સોસાયટીની મહિલા સાથે ભાગી ગયો
અનુપમ ખેર અને મહેશ ભટ્ટની 'સારાંશ'
“અનુભવેલાં તમામ દુ:ખ 'સારાંશ'માં કામ આવ્યાં.” ૭મી માર્ચે અનુપમ ખેર ૬૬ વર્ષના થયા. પહેલી ફિલ્મ 'સારાંશ' રિલીઝ થઈ ત્યારે તેમની ઉંમર ૨૮ વર્ષની હતી અને તેમાં ભજવેલા પાત્રની ઉંમર ૬૫ વર્ષ! વાસ્તવિક ઘટનાઓથી પ્રેરાઈને મહેશ ભટ્ટે બનાવેલી ‘સારાંશ’ અને તેની સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સાઓની આજે વાત કરવી છે.
કૃષ્ણના મુસ્લિમ ચાહકો
અકબરના દરબારમાં નવરત્ન હતાં એ જાણીતી બાબત છે. એમાંથી એક રતન એટલે કે ગુરુ, સૈનિક, અનુવાદકાર, બહુભાષાવિદ, દાનવીર, પ્રશાસક, કૂટનીતિજ્ઞ, કલાપ્રેમી એવા ભક્ત કવિ રહીમ.
અખા દેશ હરવલા, ડાંગ મુલખ નાહી હરવલા..
આજે પણ ડાંગના આહવાની રંગ ઉપવન નામની જગ્યાએ હોળીના દિવસોમાં ડાંગ દરબાર યોજાય છે જ્યાં ગુજરાતના રાજ્યપાલના હસ્તે રાજાઓને પોલિટિકલ પેન્શન એનાયત થાય છે
ગુજરાતમાં કેજરીવાલની એન્ટ્રી કોંગ્રેસને નુકસાન કરશે
નજીકના ભવિષ્યમાં જ અરવિંદ કેજરીવાલ ગુજરાત આવવાના છે અને પંજાબના વરાયેલા મુખ્યપ્રધાન ભગવંત માન પણ ગુજરાત આવશે. આગામી દિવસોમાં ગુજરાતના રાજકીય ધરાતલ પર અનેક નવા-જૂની થવાની સંભાવનાઓ છે
ફાગણ ખીલ્યો કસૂડે 'ને ફેલાયો દેશ-વિદેશ
ઔષધિનો રાજા કેસૂડો દેશ-વિદેશમાં એક્સપોર્ટ થઈ રહ્યો છે. સખી મંડળો, એનજીઓ, આત્મા પ્રોજેક્ટ દ્વારા કેસૂડાનું વેચાણ થઈ રહ્યું છે, જેનાથી અનેક વિસ્તારના પરિવારોને રોજીરોટી મળે છે. ન્યૂ જર્સી, ન્યૂ યોર્ક, દુબઈ, નૈરોબી સહિતના વિદેશનાં શહેરોમાં કેસૂડો ઊંચા ભાવે વેચાઈ રહ્યો છે. ભારતીયો આજે પણ નવજાત બાળકોને કેસૂડાના પાણીથી પ્રથમ સ્નાન કરાવવા કેસૂડો મગાવે છે. ધાર્મિક વિધિ માટે કેસૂડાનાં પર્ણ, ફૂલ અને દંડીકાઓની નિકાસ થાય છે.
આવતા ફાગણે કચ્છમાં કેસૂડા લહેરાશે!
ભુજ પાસેના માધાપરની બે મહિલાઓ અત્યારે વિલુપ્ત થવા જઈ રહેલા કેસૂડા અને સિંદૂરનાં વૃક્ષનું સંવર્ધન કરે છે. તેના છોડ બનાવીને લોકોને વાવવા માટે આપે છે. કેસૂડા સાથે તેઓ અર્જુન, પારિજાત, બોરસલી, કૈલાસપતિ જેવાં વૃક્ષોને પણ બચાવવા માટે પ્રયત્ન કરી રહી છે.
પાંચ રાજ્યોનાં પરિણામ ભાવિ રાજનીતિના સંકેત
પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોનો એક સંકેત એ છે કે હવે પછીની ચૂંટણીઓ મહદંશે નેતૃત્વના આધારે લડાશે. લોકો માટે પક્ષ અને ઉમેદવારની મહત્તા એ પછીના ક્રમે આવશે
નઈ રીત ચલાકર તુમ યે રીત અમર કર દો..
જીવનના દરેક પડાવ પર વ્યક્તિને કોઈ ને કોઈના સહારાની જરૂર પડતી હોય છે. જેમાં સૌથી ખાસ છે પતિ-પત્નીનો સહારો, જે જીવનપર્યત એકમેકની સાથે રહે છે, પરંતુ આ સફરમાં જ્યારે એક સાથી બીજાને અલવિદા કહી જાય ત્યારે જીવન અઘરું લાગે છે, પણ હવે તેમાં એક પ્રગતિશીલ પગલું ઉમેરાતું દેખાય છે.
વેદ અને વિજ્ઞાનનો સમન્વય એટલે ડો. ફાલ્ગની સુરેજાનું ‘ડીવાઇન ગર્ભસંસ્કાર'
'માતા - પિતા બનવા ઇચ્છુક દંપતિઓને વેદોકત શિક્ષણ પધ્ધતિ દ્વારા ગર્ભ માંજ બાળક સુધી આપવામાં આવતું શિક્ષણ એટલે જ ગંભસંસ્કાર'
હિંસક યુવાનોને સુધારવાની જવાબદારી કોની?
માણસનો મૂળ સ્વભાવ બદલી શકાતો નથી. નાની-મોટી ખામીઓમાં સ્વેચ્છાએ સુધારો ચોક્કસ કરી શકાતો હોય છે. અમુક વ્યક્તિઓ અંતિમ હદે ડેમેજ થયેલા વ્યક્તિત્વ હોય છે, જે ક્યારેક તેના સૌથી નજીકના કે આસપાસના લોકો માટે જ જોખમી કે જીવલેણ નીવડતા હોય છે. તેવા સંભવિત જોખમી વ્યક્તિઓ તરફ આપણે અજાણ ન રહેવું જોઈએ.
હું, ભાંગ અને રાજકારણ!
સત્તાનો નશો હોય.પૈસાનો કે સંપત્તિનો નશો હોય. સગુણનોય નશો હોય, તો કોઈને અવગુણોનોય નશો હોય છે! નશો છે જ એવો નશાદાર! નશો લેતાં આવડવું જોઈએ!