CATEGORIES
Kategorier
ગીધની વસતિ પણ ઘટી છે, ગણતરી શું કહેશે?
ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ગીધની છૂટીછવાયી વસતિ છે, પણ કચ્છમાં આ પક્ષી બહુ ઓછાં જોવા મળે છે
ગુજરાતમાં ઘોરાડ પક્ષી અભયારણ્ય હવે માત્ર કાગળ પર જ રહેશે?
એક સમયે ગુજરાતના અનેક વિસ્તારોમાં આકર્ષક ઘોરાડ પક્ષી આગવી છટા સાથે ટહેલતાં જોવા મળતાં, પરંતુ કાળક્રમે એ કચ્છ પૂરતાં સીમિત થઈ ગયાં. હવે તો કચ્છમાંય ચાર જ ઘોરાડ બચ્યાં છે. છેલ્લા અઢી દાયકામાં ગુજરાતમાં ઘોરાડ સહિત કેટલાંક દુર્લભ પક્ષીની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે, એ પ્રકૃતિપ્રેમીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.
હુરટી લોચો બારેમાસ..
ખમણ બનાવવામાં કંઈક કાચું કપાયું કે ઉતાવળે અડધાં ચડેલાં ખમણ કોઈએ ખાવા માગ્યાં અને એને ભાવી પણ ગયા.. આમ ‘શોધ’ થઈ સુરતમાં બારે મહિના અને ચોવીસે કલાક ખવાતા લોચાની.
ચટાકેદાર ચાપડી-ઊંધિયું..
ભાખરી કરતાં થોડી કઠણ એવી ચાપડી સાથે ઊંધિયાની મજા જ કંઈ ઔર છે.
કહી દો જીભને કે.. શિયાળો આવ્યો છે!
ગુજરાતી એટલે ખાઈ-પીને જલસો કરવાવાળી પ્રજા. આપણી ખાસિયત એ કે દરેક ઋતુની સ્પેશિયલ વાનગીઓ આપણી પાસે છે. શિયાળાની વાત કરીએ તો આ સીઝનમાં હેલ્ધી નાસ્તો કચ્છી બાજરીની રણકલીથી લઈને બાજરીનાં ચમચમિયાં, મેથીના લાડુ, દક્ષિણ ગુજરાતનું ઊંબાડિયું, ઘીમાં લથબથ પૌષ્ટિક અડદિયાં, એવું જ પૌષ્ટિક કચરિયું અને એવી તો કંઈકેટલીય વાનગી આરોગવાની મજા છે. આવી જ એક વાનગી એટલે ઘૂટો.. અને બાય ડિફૉલ્ટ બની ગયેલો લોચો આમ તો નાસ્તામાં ખવાય છે, પણ શિયાળાની ઠંડી રાતે ગરમાગરમ નાઈટ લોચો પણ ધૂમ ખવાય છે. ચાલો, તો લઈએ મોજ આ બે મજેદાર પકવાનની.
ફરી વાર ગુજરાતમાં દાદાનું રાજ!
ગુજરાતમાં ભાજપની ડબલ એન્જિન સરકારના સુકાની મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભા ચૂંટણીમાં જંગી મતે વિજયી બનીને બીજી વાર મુખ્ય મંત્રી બન્યા. ‘દાદા’ તરીકે ઓળખાતા સરળ અને મૃદુભાષી મુખ્ય મંત્રીના વ્યક્તિત્વનાં અજાણ્યાં પાસાંની ઓળખ મેળવીએ.
વીરચંદભાઈની અણમોલ ગઠરિયામાંથી..
કાનજીભાઈ મૂંગી ફિલ્મ નરસિંહ મહેતામાં નરસિંહ મહેતા બનેલા
વીરચંદ ધરમશી: ગરવીલા ગુજરાતી.. સંન્યાસી સમા ઈતિહાસકાર
વીસરાતા જતા કાળની મૂંગી-બોલતી ફિલ્મો, પારસી રંગભૂમિ, કળાસાહિત્ય, સંસ્કૃતિ, વગેરેના ઊંડા અભ્યાસુ, સંશોધનકાર વીરચંદભાઈનું તાજેતરમાં યથોચિત સમ્માન થયું ત્યારે એક સવાલઃ તન છોટું, પણ મન મોટું ધરાવતી હે ખમીરવંતી જાતિ.. આ ઈતિહાસ-ઋષિને પોંખવામાં આપણને હજી કેટલી વાર?
ખતરનાક છે આ નાનકડી સોય
આગની સમસ્યા એટલી વિકરાળ થઈ હતી કે થોડાં વર્ષ અગાઉ સંસદમાં પણ એ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો
દાવાનળ ટાળવાનો અકસીર ઉપાય
ક્યારેક હઠીલી સમસ્યા જ એના ઉકેલનું કારણ બને છે. હિમાલયનાં જંગલોમાં પાઈન વૃક્ષ અર્થાત્ ચીડ તરીકે ઓળખાતાં ઝાડ પરથી ખરી પડતાં જ્વલનશીલ પાંદડાં વ્યાપક દાવાનળ સર્જે છે. હવે આવા દાવાનળનું કારણ જ નિર્મૂળ કરવા એક એન્જિનિયર-ટેક્નોક્રેટે સોય જેવાં પાંદડાંમાંથી અવનવી ચીજ બનાવવાની ટેક્નિક ડેવલપ કરી છે.
પચાસ વર્ષની સંગીતયાત્રા
બોડકદેવ-અમદાવાદ સ્થિત પંડિત દીનદયાળ ઑડિટોરિયમમાં યોજાનારા આ સૂર ત્રિવેણી કાર્યક્રમનું સંગીત સંચાલન આલાપ દેસાઈ તથા પ્રહર વોરા કરશે
આંગળી ચીંધ્યાનું પુણ્ય..
કચ્છની દસ સેવાભાવી સંસ્થા સાથે ૨૦૧૮માં કચ્છ સુસાઈડ પ્રિવેન્શન ફોરમ અને ૨૦૨૦માં નૅશનલ સુસાઈડ પ્રિવેન્શન ફોરમની રચના કરી
બાપ એવી બેટી
ઈન્સ્પેક્ટર ચેતન જાદવ અને પુત્રી યશ્વી: પિતાની જેમ ઈનામ હી ઈનામ.
કોનાં છે એ પૂતળાં?
રાજાને સાવજથી બચાવનારા બે ભાઈની સ્મૃતિ જળવાઈ છે સ્મારક રૂપે.
કતારગામની પાપડીઃ ઠોક, મારા ભાઈ ઠોક
આ પાપડી ખરેખર કતારાગામની જ કે?
આયારામ, ગયારામ..
દુનિયા રંગરંગીલી હોવાની સાથે દુનિયા તંગતંગીલી પણ લાગે
ઊંઘતા ઝડપાયા..
બધો સામાન બાજુમાં મૂકીને આડા પડ્યા. રાતની ઠંડક હતી અને ઊંઘ આવી ગઈ
જસ્ટ, એક મિનિટ..
આ પત્ર વાંચતાં જ હું ખૂબ ગુસ્સે થઈ ગયો હતો એ વાત સાચી. એ ક્રોધને હું માંડ શમાવી શક્યો. આવા ક્રોધનું નિમિત્ત બને એવા પત્રનો જેટલો વહેલો નાશ કરી નાખીએ એટલું વધારે સારું છે
કોંગ્રેસ માટે અસ્તિત્વ ટકાવી રાખવાનો જંગ
હિમાચલ પ્રદેશની ચૂંટણી જીતી કોંગ્રેસે ગુજરાતમાંથી એનો એકડો નીકળી જવા સામે થોડી રાહત મેળવી, પણ પક્ષની નેતાગીરીના નામે જે મીંડું છે એનું શું?
સુરત મારું ઝગમગ ઝગમગ થાય..
સોના-ચાંદી-હીરાથી બનેલી નવા સંસદ ભવનની પ્રતિકૃતિ.
આ તે ઘર કે ટ્રક..!
ટ્રકની યાદ હવે ઘરના નામ તરીકે કાયમ તાજી રહેશે.
પેટમાં ઘૂસેલા ચીનનું આ જોખમ પણ બહુ મોટું છે!
ચીનનો માલ: જે માગો એ હાજર છે!
કમાલ કરે છે એક ડોસી ડોસાને હજી વહાલ કરે છે..!
પચાસ વર્ષના સહજીવન પછી અમે ફરી ફેરા ફરીશું.. એ પણ સમૂહલગ્નમાં!
પોલીસ સામે જ પોલીસકેસ!
સાળી-બનેવીની લડાઈમાં મરો કોનો?
એની સુગંધનો દરિયો
હિંમત હોય તો સૂંઘી જોજો મને.
ઊંધી કળા
કવેળાએ ખૂલ્યો અવળા-સવળાનો ભેદ.
સ્વાદિષ્ટ ફૂડ ફિલ્મ કોણે રાંધી છે?
‘તડકાઃ લવ ઈઝ કૂકિંગ’માં શ્રિયા શરન-નાના પાટેકર-અલી ફઝલ-તાપસી પન્નુ.
ડૉ. સોનલ પંચાલ: એક ડોક્ટરની બધાઈ હો!
માતાના પગલે ‘પીએચ.ડી.’ થયેલાં અમદાવાદનાં આ મહિલા તબીબે વિદેશમાં સ્થાયી થવાનું ટાળીને સ્વદેશમાં નોકરી મેળવવાનો સંઘર્ષ કરવો પડ્યો. રેડિયોલૉજિસ્ટ તરીકે વખત જતાં એ વંધ્યત્વ નિવારણ માટે સોનોગ્રાફીની અત્યાધુનિક તકનિકો આત્મસાત્ કરીને અનેક સ્ત્રીના ઘરે પારણું બંધાવવામાં નિમિત્ત બન્યાં.
ફિલ્મસંગીતમાં પારસી પ્રજાનાં પ્રદાન..
પિતા કાવસ‘કાકા’ અને મોટા ભાઈ કેસી લૉર્ડની જેમ બરજોરે પહેલા જ રેકૉર્ડિંગથી સિક્કો જમાવી દીધો.
લૉર્ડ ઑફ રિધમ એક ને અજોડ બરજોર લૉર્ડ
સંગીતને વરેલા આ પારસીપરિવારના ત્રણ સભ્યોનાં હિંદી સિનેમાસંગીતમાં અદ્વિતીય પ્રદાન છે. પિતાએ પચ્ચીસ હજાર ગીતોમાં વિવિધ વાદ્યો વગાડ્યાં, નાના દીકરાએ અઢાર હજાર ગીતોને યાદગાર બનાવ્યાં તો મોટા પુત્રએ પાંચ હજારથી વધુ ગીતોમાં મ્યુઝિક એરેન્જર તરીકે અભૂતપૂર્વ સેવા આપી. ‘દાદાસાહેબ ફાળકે એવૉર્ડ’થી સમ્માનિત આ ત્રણ વાદ્યકારોની સુરીલી સફર પર એક નજર.