આજકાલ ભારતના સૌથી શ્રીમંત અંબાણી પરિવારમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનાં લગ્ન ચાલી રહ્યાં છે અને દેશ તેમ જ દુનિયાના મીડિયામાં તેની ચર્ચા છે. અંબાણી સામ્રાજ્યનો પાયો એક પ્રાથમિક શાળાના શિક્ષક હીરાચંદ ગોરધનભાઈ અંબાણીના પુત્ર ધીરુભાઈ અંબાણીએ નાખ્યો હતો. ધીરુભાઈનો જન્મ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૨ના રોજ સૌરાષ્ટ્રના ચોરવાડ નગરમાં માતા જમનાબહેનની કૂખે થયો હતો. શાળાનો અભ્યાસ પૂરો કર્યા બાદ એ મધ્યપૂર્વના યમનના શહેર એડન, જે ત્યારે ભારતની માફક બ્રિટિશ કોલોની હતું, ત્યાં કામની શોધમાં જતા રહ્યા હતા. ત્યાં એમણે એક પેટ્રોલ પમ્પ પર એટેન્ડન્ટની નોકરી કરી હતી. ત્યાર બાદ એડનની મોટી એ. બેસી એન્ડ કંપનીમાં ક્લાર્ક તરીકે કામ કર્યું. ૧૯૫૮માં મુંબઈ આવી ગયા અને યાર્નના ધંધામાં દલાલીનું કામ શરૂ કર્યું હતું. ધીરુભાઈ એડનમાં હતા ત્યારે એમના એક કઝીન ચંપકલાલ દામાણીની સાથે રહેતા હતા. એમની સાથે મળીને એમણે ‘માજીન’ નામની એક પેઢી શરૂ કરી. માજીન યાર્નની આયાત અને યમન તરફ તેજાનાની નિકાસ કરતી હતી.
૧૯૬૫માં દામાણી સાથેની ભાગીદારીમાંથી છૂટા થયા અને યાર્નના ધંધામાં આગળ વધ્યા. સખત મહેનત અને સૂઝબૂઝથી એ એટલા આગળ વધ્યા કે અમદાવાદમાં રિલાયન્સ ટૅક્સટાઇલ મિલ શરૂ કરી. ૧૯૭૭માં રિલાયન્સ કંપનીને શેરબજારમાં લઈ આવ્યા અને તેનો પબ્લિક ઇસ્યુ ખૂબ લોકપ્રિય થયો. ધીરુભાઈ એમના સમયમાં દેશમાં ‘સૌથી શ્રેષ્ઠ બિઝનેસ દિમાગ’ ગણાતા થયા. શેરબજારમાં કોલકાતાની મારવાડી લોબી એમના વિરુદ્ધ પડી હતી, પણ ધીરુભાઈએ તેઓને ફાવવા ન દીધા. શેરબજારના ટ્રેડિંગમાં સામાન્ય લોકોને રસ લેતા ધીરુભાઈએ કર્યા હતા. એમની યાદશક્તિ અને ગણિતશક્તિ ખૂબ જ તીવ્ર હતી. એમની રિલાયન્સ કંપની સારી માત્રામાં ડિવિડન્ડ આપતી, તેથી એમના શેર્સ ખૂબ આકર્ષક બન્યા હતા, જે આજ દિવસ સુધી છે.
સિદ્ધાર્થ આદિત્ય
ઘણી કંપનીઓ એમની નજર હેઠળ સ્થાપવામાં આવી અને તેઓના આઇપીઓ લાવ્યા. યાર્ન ઉપરાંત પેટ્રોલિયમ, ફાઇનાન્સ, ટૅલિકોમ્યુનિકેશન્સ, ઇલેક્ટ્રિસિટી (પાવર) વગેરેમાં એમની કંપનીઓ આગળ વધી. ધીરુભાઈ ભારતના ઉદ્યોગ જગતના બેતાજ બાદશાહ બની ગયા.
Denne historien er fra Abhiyaan Magazine 27/07/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 27/07/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
જગતની ગત ન્યારી
પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?
વિઝા વિમર્શ,
કચરાનો ડબ્બો
બિજ-થિંગ
રંગ-રેખાને વાચા આપતાં એટ્રેક્ટ આર્ટિસ્ટ - સિદ્ધાર્થ પટેલ
ફેમિલી ઝોન ફેશન
ફેશનની સાથે ફેબ્રિકનું પણ રાખો ધ્યાન
અંધશ્રદ્ધા સામે વર્ષોથી ચાલતી નાનકડી લડાઈ
અંજારનાં શિક્ષિકા ૩૫ વર્ષથી કાળીચૌદસે કિશોરવયના વિદ્યાર્થીઓ સાથે ‘મેલી' મનાતી જગ્યાઓ, સ્મશાનોમાં જઈને અંધશ્રદ્ધા દૂર કરવાનો પ્રયોગ કરે છે.
કચ્છનાં રખાલો રખડતાં પશુઓનું ઘર બની શકે
કચ્છમાં રખડતાં પશુઓની સમસ્યાએ માઝા મુકી છે. આખલા, વસૂકી ગયેલી ગાયો કે દૂધ દોહીને નધણિયાતી છોડી દેવાતી ગાયોના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે, માનવમૃત્યુ પણ થાય છે. રખડતાં પશુઓના માલિકો સામે કડક પગલાં લઈ શકાતાં નથી, ત્યારે આવાં પશુઓને સુરક્ષિત આશ્રયસ્થાન આપવાથી ગામડાં અને શહેરોની સમસ્યાનું મહદ્અંશે નિરાકરણ આવી શકે તેમ છે. કચ્છ રાજના સમયમાં જંગલનો અમુક વિસ્તાર પશુઓના ચરિયાણ માટે અનામત રખાયો હતો. રખાલો તરીકે ઓળખાતા આ વિસ્તારો આજે વન વિભાગ હસ્તક છે. રખાલોમાં રખડતાં પશુઓને આશ્રય આપવાની માંગ ઊઠી રહી છે.
વિશ્વખ્યાત ગ્રિફિફ્થ ઑબ્ઝર્વેટરી ખગોળશાસ્ત્રની માહિતી જ્યાં ઠસોઠસ ભરેલી છે
બ્રહ્માંડના અનેક તારાઓ દેખાડવાનું કામ આ ઑબ્ઝર્વેટરી ૯૦ વર્ષથી કરે છે. ગ્રિફિથ પ્લેનેટોરિયમમાં ઍસ્ટ્રોનોમી શૉ એન્કર વાર્તા સ્વરૂપે રજૂ કરે છે.
મુકામ મુંબઈ
મહારાષ્ટ્રના મતદારોનો ઝુકાવ કઈ તરફ?
ઇન્ટરનેટનું અક્ષયપાત્ર અને ખાઉધરી આંખો
ખોરાકની સ્પષ્ટ માત્રા હોય તો માણસને ભાન રહે કે એણે કેટલું ભોજન આરોગ્યું છે, પરંતુ જો માત્રા દેખાય જ નહીં તો વધુ ખોરાક આરોગવા છતાં મન એમ જ માનશે કે માપમાં જ ખાધું છે
કવર સ્ટોરી
અમેરિકાના પ્રમુખની સાથે સતત રહેતા ‘ફૂટબોલ’નું રહસ્ય શું છે?