પુષ્ટિમાર્ગીય સંપ્રદાયમાં પરંપરાને જાળવી રાખી સમાજસેવાનાં કાર્યોને એક નવી દિશા આપવા ગિરનારની પાવન ભૂમિ નજીક વડાલમાં પુષ્ટિસંસ્કાર ધામના સાત દિવસના મહોત્સવે લાખો વૈષ્ણવોને હરખની હેલીમાં ભીંજવ્યા હતા.
વૈષ્ણવ સંપ્રદાય માટે આનંદ અને ઉત્સવની એ ઘડી હતી. પ્રસંગ હતો જૂનાગઢ નજીક વડાલ ગામની એ પાવન ભૂમિમાં એક સપ્તાહ સુધી પુષ્ટિસંસ્કાર ધામના સપ્તદિવસીય મહોત્સવની ઉજવણીનો. ગુજરાત જ નહીં, દેશ-વિદેશથી લાખો વૈષ્ણવોએ આ મહોત્સવમાં ભાગ લઈને પુષ્ટિમાર્ગીય સંપ્રદાયની પરંપરાને વૈશ્વિક સ્તરે આજની પેઢી સુધી લઈ જવા સંકલ્પ કર્યો. આચાર્યશ્રીઓના આશીર્વાદથી આ વિરાટ મહોત્સવમાં અનેક નવા પ્રકલ્પોનાં વિચારબીજ પણ રોપાયાં.
વૈષ્ણવાચાર્ય પીયૂષબાવાશ્રીઃ કર્મ અને ધર્મમાં માનવીને પૂર્ણતા અપાવે એવું આ પુષ્ટિસંસ્કાર ધામનું સર્જન છે.
વડાલના કાથરોટા રોડ પર વિશાળ જગ્યામાં ૧૪થી ૨૦ ડિસેમ્બર સુધી જૂનાગઢની મોટી હવેલીના વડપણ હેઠળ પુષ્ટિ સંપ્રદાયનો આ મહોત્સવ ઊજવાયો હતો. સંપ્રદાય માટે આ ઉત્સવ યાદગાર બની રહ્યો. પુષ્ટિસંસ્કાર ધામના બીજા તબક્કાનાં કાર્યોની શિલાન્યાસવિધિ હવેલીના આચાર્યશ્રીઓ, સંતો અને સમાજના અનેક વરિષ્ઠ આગેવાનોની હાજરીમાં વેદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે સંપન્ન થઈ હતી.
Denne historien er fra January 01, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra January 01, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...