આ માણસ ભાજપ માટે આટલો અનિવાર્ય હતો?
Chitralekha Gujarati|January 08, 2024
ઉત્તર પ્રદેશના માથાભારે સંસદસભ્ય અને ભારતીય કુસ્તી સંઘના સર્વેસર્વા એવા બ્રિજભૂષણ શરણ સિંહ સામેના આંદોલનને એક વરસ થવા આવ્યું ત્યારે એને ગડગડિયું આપવા પાછળ દેખીતું કારણ છે, પણ એને અત્યાર સુધી કેમ સાંખી લેવામાં આવ્યો?
હીરેન મહેતા
આ માણસ ભાજપ માટે આટલો અનિવાર્ય હતો?

ભારે વિલંબ બાદ કે મોડે મોડે મળતો ન્યાય એ ન્યાય ન મળવા બરાબર છે. ભાજપના મહાભારાડી સંસદસભ્ય અને ભારતીય કુસ્તી સંઘના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે જંગે ચડેલા દેશના ટોચના કુસ્તીબાજો માટે આમ જ કહી શકાય એમ છે. પૂરા બાર મહિના આ ખેલાડીઓ બ્રિજભૂષણની જોહુકમી સામે અવાજ ઉઠાવતા રહ્યા, પણ એ સમયે કેન્દ્ર સરકારને કે ભારતીય જનતા પક્ષને કાને એમનો અવાજ પડ્યો જ નહીં. હવે છેક આટલા વખતે સરકારે હમણાં ચૂંટાઈ આવેલી કુસ્તી સંઘની નવી કારોબારીને બરખાસ્ત કરી માથે ચડેલા બ્રિજભૂષણને ખાળવાનો પ્રયાસ કર્યો છે. એ પણ ઑલિમ્પિક્સ મેડલ વિજેતા કુસ્તીબાજ સાક્ષી મલિકે આ રમતમાંથી પોતાની નિવૃત્તિ ઘોષિત કરી દીધી અને રાષ્ટ્રસમૂહ ખેલના મેડલ વિજેતા બજરંગ પુનિયાએ એને મળેલો પદ્મશ્રી એવૉર્ડ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઘર બહાર, સડક પર મૂકી દીધો એ પછી!

એના વળતા દિવસે ભાજપને આખા પ્રકરણની ગંભીરતા સમજાઈ હોય એમ મદમસ્ત માતંગ જેવા બ્રિજભૂષણ શરણ સિંહને ખેલ સંગઠનથી છેડો ફાડી નાખવાની સૂચના મળી. પક્ષપ્રમુખ જયપ્રકાશ નડ્ડાને મળ્યા પછી તો બ્રિજભૂષણે જાણે મોક્ષના માર્ગે નીકળ્યો હોય એવી વાત કરી.

ખરેખર તો આ કામ ગયા જાન્યુઆરી મહિનામાં કરવાની જરૂર હતી. દેશની એક-બે નહીં, પણ પૂરી ૧૯ મહિલા કુસ્તીબાજોએ કુસ્તી સંઘના તત્કાલીન પ્રમુખ બ્રિજભૂષણ સામે જાતીય સતામણીના આક્ષેપ કર્યા હતા, પરંતુ એ આક્ષેપ સામે આંખ આડા કાન કરવામાં આવ્યા. ખેલકૂદ મંત્રાલય દ્વારા કુસ્તીબાજોના આંદોલનની સદંતર અવગણના કરવામાં આવી. બ્રિજભૂષણ સામે તપાસ યોજવાને બદલે મહિલા કુસ્તીબાજોને એમની ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરવામાં આવ્યું. ૧૯માંથી બારેક કુસ્તીબાજોને કોઈક રીતે શાંત પાડી દેવામાં આવી. આંદોલન નબળું પડ્યું એ પછી સરકાર તરફથી બ્રિજભૂષણ સામે નક્કર પગલાંની ખાતરી મળી એટલે જંગમાં બાકી રહેલા ખેલાડીઓએ આંદોલન પાછું ખેંચી લીધું.

Denne historien er fra January 08, 2024-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra January 08, 2024-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHITRALEKHA GUJARATISe alt
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
Chitralekha Gujarati

મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના

પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...

time-read
3 mins  |
January 06, 2025
નવું વર્ષ... નવી શરૂઆાત
Chitralekha Gujarati

નવું વર્ષ... નવી શરૂઆાત

બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર

time-read
2 mins  |
January 06, 2025
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
Chitralekha Gujarati

ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?

શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.

time-read
2 mins  |
January 06, 2025
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
Chitralekha Gujarati

પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!

જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.

time-read
4 mins  |
January 06, 2025
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
Chitralekha Gujarati

જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર

જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.

time-read
4 mins  |
January 06, 2025
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
Chitralekha Gujarati

ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?

૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?

time-read
4 mins  |
January 06, 2025
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
Chitralekha Gujarati

લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?

ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!

time-read
6 mins  |
January 06, 2025
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
Chitralekha Gujarati

પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા

આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.

time-read
5 mins  |
January 06, 2025
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
Chitralekha Gujarati

માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!

નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.

time-read
4 mins  |
January 06, 2025
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
Chitralekha Gujarati

સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું

સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...

time-read
2 mins  |
January 06, 2025