એક મહિનો થઈ ગયો છે. વાત આમ તો જૂની થઈ ગઈ છે તોય હજી મામલતદાર ઑફિસનું વાતાવરણ ગરમ છે. ઑફિસ જ નહીં, હવે તો નાનકડા તાલુકામથકમાં પણ ચર્ચા છે. ગામના કેટલાક ખટસવાદિયા લોકો કારણ વગર મામલતદાર ઑફિસે આંટા મારે છે. શું થયું હતું? કેમ રાઠોડસાહેબ ઑફિસમાં આવતા નથી? એમની બદલી થઈ ગઈ છે? પેલા છોકરા જોડે શું માથાકૂટ હતી? જેવા પ્રશ્નોનો તાગ મેળવવા બધા મથે છે, પણ ઑફિસના સ્ટાફમાંથી કોઈ મગનું નામ મરી પાડતું નથી.
જો કે કોઈને સત્તાવાર રીતે તો ખબર પણ નથી કે રાઠોડસાહેબની બદલી થઈ ગઈ છે. કદાચ ખબર છે એ બોલતા નથી, વાતાવરણ ગોરંભાયેલા આભ જેવું છે. હા, એ વાત ખરી કે રાઠોડસાહેબ એક મહિનો થયો ઑફિસે આવતા નથી. હવે રાઠોડસાહેબને પુછાય કઈ રીતે કે આપ કેમ નોકરીએ નથી આવતા? પેલા અજયને પણ કોઈ થોડું પૂછે કે કેમ તને કોઈ બીક નથી લાગતી? તું કેમ રજા પર ઊતરી ગયો નથી?
આમ તો વાત કંઈ નહોતી. રાઠોડસાહેબ અને અજયને માથાકૂટ થઈ હતી. જો કે નાનાએવા શહેરમાં ચર્ચા જામી છે, મજાની જામી છે. રાઠોડસાહેબના વિરોધીઓને તો મસાલો મળ્યો છે. વાત નિંદારસની ખરલમાં ઘૂંટાઈ ઘૂંટાઈને મસાલેદાર બની રહી છે.
રાઠોડસાહેબ જ્યાં નોકરી કરતા એ વિસ્તાર જિલ્લાને સાવ છેવાડે આવેલો. શહેરની વસતિ સાવ પાંખી. મોટા ભાગના ગામડાંના લોકો મુંબઈ અને બીજે વર્ષો પહેલાં ચાલ્યા ગયા હતા. અહીં કોઈની બદલી પણ સજા ગણાતી. એક તો છેવાડે આવેલું શહેર અને કોઈ ખાસ આવક વગરનું. શહેર તો કહેવાનું. બાકી, સારી ચંપલેય ન મળે. મામલતદારની કચેરીનો સ્ટાફ પણ આંગળીના વેઢા વધી પડે એટલો જ. એ દિવસના બનાવ પછી ઑફિસમાં ગુસપુસ થયા કરતી, પણ કોઈ ખૂલીને બોલતું નહોતું કે ન તો કોઈ રાઠોડસાહેબની પડખે ઊભું રહ્યું હતું. અજય તો આમેય નવો વળી ગાંધીનગરનો. જોરજોરથી બેય એકબીજા સામે બોલ્યા હતા એની બધાને ખબર, પણ વાંક કોનો હતો એ જ કોઈ સમજ્યું નહોતું, છતાં અંદરખાને તો બધાને આ વાતમાં રસ પડ્યો હતો.
Denne historien er fra February 19, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra February 19, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.