ગુજરાતના નાનકડા ગામડેથી ૨૧ વર્ષની એક નવોઢા અમેરિકાના ન્યુજર્સી રાજ્ય મધ્યે આવેલા નેવાર્ક ઍરપોર્ટની બહાર નીકળે છે ને જીવનમાં કદીય ન અનુભવેલી એવી કાતિલ ઠંડી એના શરીરનો ભરડો લે છે. કાળી ડિબાંગ રાતનું સામ્રાજ્ય સર્વત્ર છવાયેલું છે. નેવાર્ક કૅબ સર્વિસની પીળા રંગની ટૅક્સીના ડરામણા પડછંદ ડ્રાઈવર એની પાસે આવે છેઃ હેય, યુ નીડ ટૅક્સી?
ઓહ નો...
આશરે ૧૮-૧૯ વર્ષ પહેલાંની એ રાત યાદ આવતાં આજે પણ એના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ જાય છે. એનું નામ કિંજલ જોશી. અમેરિકા મધ્યે ફિલાડેલ્ફિયામાં વસવાટ. વિશ્વવિખ્યાત ડાઉ કેમિકલ્સમાં રિસર્ચ સાયન્ટિસ્ટ. કંઈકેટલા એવૉર્ડ્સ, ૧૭થી વધુ પેટન્ટ એના નામે બોલે છે. કંપનીનું પ્રતિનિધિત્વ કરવા એ દેશ-દુનિયામાં પ્રવાસ કરે છે, વૈશ્વિક સ્તરના સેમિનારમાં એ સ્પીચ આપે છે. જો કે અહીં સુધીનો પ્રવાસ એટલો સરળ નહોતો.
કિંજલનો જન્મ ઉત્તર-મધ્ય ગુજરાતના લુણાવાડા પાસે મુડાવેખ ગામમાં. માતા-પિતા બન્ને ડૉક્ટર. સ્વાધ્યાય પરિવારના દાદાજી-પાંડુરંગ શાસ્ત્રીનાં અનુયાયી અને એમના વિચારોથી પ્રભાવિત એટલે આ દંપતીએ સેવાની ધૂણી ધખાવી હતી. દાદાની અનેકવિધ સ્વાધ્યાય પ્રવૃત્તિ વચ્ચે જ કિંજલનો ઉછેર. મહેસાણાની બે સ્કૂલમાં ગુજરાતી-અંગ્રેજી માધ્યમમાં શાળાશિક્ષણ. પ્રારંભથી એ ભણવામાં હોશિયાર.
Denne historien er fra March 18, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra March 18, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.