‘માત્ર દોઢેક વર્ષની વય હતી એ વખતે જ ભારે તાવ આવ્યો અને પોલિયોની અસર થઈ. બન્ને પગ હાલતાં-ચાલતાં સાવ અટકી ગયા. હજી તો જીવનની કેડીએ ડગલાં માંડીને ઊભી થઈ રહી હતી ત્યાં જ અચાનક આવી શારીરિક પીડા આવી પડી. જો કે મારો ઉછેર એક એવા પરિવારમાં થયો છે જ્યાં નાનપણથી એવી શીખ મળી છે કે ગમે એવા પડકાર આવે, ક્યારેય હિંમત ન હારવી. એ મુજબ મનને મજબૂત બનાવીને જિંદગીની સફરને સંઘર્ષ સાથે આગળ વધારી. જીવનમાં નક્કી કર્યું હતું કે પરાવલંબી નહીં, પણ આત્મનિર્ભર બનીને જીવવું.’
આ શબ્દો છે અનેક શારીરિક-માનસિક મુશ્કેલી વેઠીને સરકારી નોકરી મેળવી રાજકોટ જિલ્લા પંચાયતમાં અત્યારે નાયબ જિલ્લા વિકાસ અધિકારી (ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઑફિસર) તરીકે ફરજ બજાવતાં ઈલાબહેન ગોહિલના. દિવ્યાંગતાને લીધે ચાલી શકતાં ન હોવાથી એ વ્હીલચરની મદદથી એમના કાર્યાલયમાં આવે છે. બહાર ક્યાંય મીટિંગ હોય તો પણ શારીરિક મુશ્કેલી સહન કરીને એમાં નિયમિત ભાગ લે છે. ૨૭ વર્ષની સરકારી સેવામાં ઈલાબહેને ક્યારેય પોતાની શારીરિક પીડાને વચ્ચે આવવા દીધી નથી.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામનાં મૂળ વતની ઈલાબહેન ગોહિલ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. સુદામડા આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત વિસ્તાર છે. એમના પિતા ગુણવંતભાઈની ગામમાં કાપડની દુકાન. ચાર બહેન અને બે ભાઈમાં સૌથી મોટાં એવાં ઈલાબહેનને નાનપણમાં જ પગ ગુમાવવાનો વારો આવ્યો. તેમ છતાં એ શાળામાં અભ્યાસ કરતાં કરતાં દુકાનમાં પિતાને મદદરૂપ થતાં હતાં.
કાર્યક્રમ ઑફિસમાં હોય કે બહાર, શારીરિક અક્ષમતા એમાં વચ્ચે ન જ આવે... એવું વિચારીને મનને નબળું પણ શા માટે પડવા દેવાનું?
Denne historien er fra April 01, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra April 01, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.