રંગમંચનું મહત્ત્વ અદકેરુ.
Chitralekha Gujarati|April 01, 2024
ઓટીટી, ડિજિટલના ઘોર કળિયુગમાં પણ...
કેતન મિસ્ત્રી (મુંબઈ)
રંગમંચનું મહત્ત્વ અદકેરુ.

૨૯ ઑક્ટોબર, ૧૮૫૩ના રોજ મુંબાઈમાં ‘પારસી નાટક મંડળી’ના સ્થાપક ફ્રામજી ગુસ્તાદજી દલાલે રજૂ કરેલા પારસી-ગુજરાતી નાટક ‘રુસ્તમ સોહરાબ’ અને ભવાઈથી લઈને જૂની રંગભૂમિ, નવી રંગભૂમિ, સમાંતર રંગભૂમિ એમ જાતજાતના વેશ રંગભૂમિ પર ભજવાયા-ભજવાઈ રહ્યા છે.

ના ના, રંગભૂમિનો ઈતિહાસ આપવાનો અહીં ઈરાદો નથી. આ તો ૬૩મા ‘વર્લ્ડ થિયેટર ડે’ નિમિત્તે મુંબઈ તથા ગુજરાતનાં વિવિધ શહેરોમાં રંગમંચની શું સ્થિતિ છે એ વિંગમાંથી જોવાનો એક યત્ન છે અને અમોને જણાવતાં ખુશી થાય છે કે ગુજરાતી રંગમંચનું ભાવિ ઉજ્જવળ છે.

છેક ૧૮૨૪માં નાટ્યકાર ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરીએ પોતાના નાટક સતી પાર્વતી માટે રચેલું બહુ જાણીતું ગીતઃ નાટક તો ગુણદોષ જોવાનું, દિલડાંનું દુઃખ ખોવાનું, ઘડીક હસાવતું, રડાવતું અને બોધ બતાવતું દુનિયાનું દર્પણ રૂડું...

અબ ઘડીએ આ પંક્તિ યાદ આવવાનું કારણ છેઃ વર્લ્ડ થિયેટર ડે, જે આવતા સપ્તાહે આવી રહ્યો છે. વસ્તુ એ છે કે પેરિસસ્થિત યુનેસ્કોની ઈન્ટરનૅશનલ થિયેટર ઈન્સ્ટિટ્યૂટ ૧૯૬૧થી દર વર્ષની ૨૭ માર્ચને વર્લ્ડ થિયેટર ડે તરીકે ઊજવે છે. હેતુ છે: થિયેટ્રિકલ સ્વરૂપના મહત્ત્વને પ્રોત્સાહન મળે. થિયેટર ન કેવળ મનોરંજન આપે છે, બલકે એ કળાનું એવું સ્વરૂપ છે, જે દર્શકને શિક્ષાની સાથે પ્રેરણા આપે છે. અને હા, વિશ્વ રંગભૂમિ દિવસ્તો દર વર્ષે થીમ એક જ હોય છેઃ થિયેટર ઍન્ડ કલ્ચર ઑફ પીસ.

મુંબઈની કમર્શિયલ રંગભૂમિ મુંબઈ જ નહીં, પણ ગુજરાતના અને દેશ-વિદેશના પ્રેક્ષકોની સારાં નાટકો માટેની ભૂખ ભાંગતી રહી છે. દરેક પ્રકારનાં નાટક... કૉમેડી, થ્રિલર, સંબંધોના આટાપાટા, પેરેલલ થિયેટર, વગેરે વગેરે. કૂંડીબંધ નાટકો તૈયાર થતાં ને ભારત જ નહીં, પણ દરિયાપારના દેશોના એના પ્રવાસ, શો થતા.

આમ બધું બરાબર ચાલતું હતું ને પ્રવેશ્યો કોઈએ ક્યારેય ન ભાળ્યો એવો ખલનાયકઃ કોવિડ. આમાં ફિલ્મે પોતાનો રસ્તો કરી લીધો. થિયેટર બંધ છે? નો પ્રોબ્લેમ. મૂકી દો ઓટીટી પર. ઓવર ધ ટૉપ તરીકે ઓળખાતું ઈન્ટરનેટનું આ માધ્યમ અમુક અંશે પ્રેક્ષકોને પણ ફાવી ગયું. યુટ્યૂબ તો હતું જ.

Denne historien er fra April 01, 2024-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra April 01, 2024-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHITRALEKHA GUJARATISe alt
ગરબા સંગે ડાકલાં પણ ગુંજે
Chitralekha Gujarati

ગરબા સંગે ડાકલાં પણ ગુંજે

દેવીની ઉપાસના માટે ડાકલાંનો ગેબી નાદ, આહવાન માટે હાકોટા અને ભૂવા ધૂણવાની પરંપરા હવે ગરબાના મંચ સુધી પહોંચ્યાં છે. સૌમ્ય ભક્તિના માતાજીના ગરબાની જેમ રૌદ્ર ઉપાસનાનાં દેવી માનાં ડાકલાંગીતનાં મ્યુઝિક આલબમ વધી રહ્યાં છે. આવો, મેળવીએ ડાકલાંનો પરિચય.

time-read
5 mins  |
October 14, 2024
અંગદાન કરનારા અને લેનારામાં છે આવો ભેદભાવ
Chitralekha Gujarati

અંગદાન કરનારા અને લેનારામાં છે આવો ભેદભાવ

સ્ત્રી કરતાં પુરુષ અનેક વાતે ચઢિયાતા ગણાય છે તો ઑર્ગન ડોનેશનમાં કેમ પાછળ છે?

time-read
3 mins  |
October 14, 2024
શક્તિની ઉપાસના સાથે માતાજીને ધરાવો આ પ્રસાદ
Chitralekha Gujarati

શક્તિની ઉપાસના સાથે માતાજીને ધરાવો આ પ્રસાદ

કઈ રીતે બનાવશો અંબે માને પસંદ એવી મલાઈ માવા સુખડી?

time-read
2 mins  |
October 14, 2024
ભડકીલા રંગની લિસ્ટિનો લાલચટક વિવાદ
Chitralekha Gujarati

ભડકીલા રંગની લિસ્ટિનો લાલચટક વિવાદ

સદીઓથી આજ સુધી મહિલાના સૌંદર્યપ્રસાધનની આ અનિવાર્ય આઈટેમને કારણે એક મહિલાની નોકરી જોખમમાં આવી પડતાં એ વિવાદનું કારણ બની છે.

time-read
7 mins  |
October 14, 2024
રાઈનો પહાડ ના કરવો...
Chitralekha Gujarati

રાઈનો પહાડ ના કરવો...

મોટા સુખની નાની ચાવી શાંતિનો આધાર તમારી પાસે વિકલ્પ પસંદ કરવાની અને આસપાસની સ્થિતિને નિયંત્રિત કરવાની કેટલી સ્વતંત્રતા છે એના પર છે. હું કયા સંઘર્ષનો સ્વીકાર કરું અને કઈ માથાકૂટને દૂર રાખું એ નક્કી કરવાની છૂટ હોય એ મારી શાંતિ માટેની પૂર્વશરત છે. જે સંઘર્ષ સાર્થક છે એ શાંતિનો અનુભવ કરાવે. જે સંઘર્ષ નિરર્થક છે એ અશાંતિ આપે.

time-read
5 mins  |
October 14, 2024
એક શિક્ષકની બદલીએ ગામને હિબકે ચડાવ્યું!
Chitralekha Gujarati

એક શિક્ષકની બદલીએ ગામને હિબકે ચડાવ્યું!

ઘોડે બેસાડી રાઘવ કટકિયાને વિદાય આપનારા મિતિયાળાવાસીઓ ધ્રૂસકે ધ્રૂસકે રડ્યા.

time-read
3 mins  |
October 14, 2024
ઈઝરાયલનો પ્રતિશોધ ક્યાં અટકશે?
Chitralekha Gujarati

ઈઝરાયલનો પ્રતિશોધ ક્યાં અટકશે?

ગાઝા પટ્ટીથી થયેલા હુમલાને એક વર્ષ થવા આવ્યું છે ત્યારે ઈઝરાયલ આદું ખાઈને ઈસ્લામી આતંકી સંગઠનોની પાછળ પડ્યું છે. આ જૂથોના જે આગેવાન જ્યાં હાથમાં આવે ત્યાં એને ખતમ કરવા માટે ઈઝરાયલ મોટાં જોખમ પણ લઈ રહ્યું છે. ઈઝરાયલનું ઝનૂન જોતાં લાગે છે કે એનો જંગ ઝટ પૂરો નહીં થાય.

time-read
3 mins  |
October 14, 2024
જસ્ટ, એક મિનિટ.
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ.

પસંદગી કરવાનું આપણા હાથમાં છે. સુખી થવાનો એ મહામાર્ગ છે.

time-read
1 min  |
Chitralekha Gujarati - 14 October, 2024
પ્રશંસા અને ટીકાની વચ્ચે
Chitralekha Gujarati

પ્રશંસા અને ટીકાની વચ્ચે

જીવનમાં કેટલું હજી કરવાનું બાકી છે દુનિયાની દાદ કે ટીકા માટે વખત નથી.

time-read
2 mins  |
Chitralekha Gujarati - 14 October, 2024
ઈસ્ટ યા વેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ માટે ઈન્ડિયા ઈઝ બેસ્ટ...
Chitralekha Gujarati

ઈસ્ટ યા વેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ માટે ઈન્ડિયા ઈઝ બેસ્ટ...

વિદેશી ઈન્વેસ્ટર્સ શા માટે ભારતીય માર્કેટમાં એમનું રોકાણ વધારી રહ્યા છે? એનો જવાબ ભારતીય રોકાણકારોએ ખાસ જાણવો જોઈએ. વૈશ્વિક પરિબળો પણ ચોક્કસ સંકેત આપતાં રહ્યાં છે. આ જવાબની કેટલીક પાયાની બાબત સમજીએ...

time-read
2 mins  |
October 07, 2024