૧૯એપ્રિલે પહેલો મત પડશે અને ચોથી ૧૯ જૂને એકસાથે લોકસભાની તમામ બેઠકોની મતગણતરી પછી પરિણામ જાહેર થશે એ વચ્ચેનો ગાળો સ્કૂલ-કૉલેજનાં વૅકેશન જેટલો, ખાસ્સો લાંબો છે. સ્કૂલ-કૉલેજના વિદ્યાર્થીઓનું ભલે વૅકેશન હોય, આ ગાળામાં ચૂંટણી માટેના ઉમેદવારોની પરીક્ષા થવાની છે. ૯૬ કરોડથી વધુ મતદારો ૫૪૩ બેઠક માટેના ઉમેદવારો પર એમની પસંદગીનું મતું મારશે.
અત્યારે પ્રચાર સાથે દેશભરમાં મતદાર જાગૃતિના કાર્યક્રમ ચાલે છે.
ચૂંટણી પહેલાંનાં ઘણાંખરાં અનુમાન વધુ એક વખત ભાજપ સરકારની શક્યતા બાંધે છે. વિપક્ષો આ હવા સામે એક થવા ઈચ્છે છે, પણ એમના જ કેટલાક આગેવાનોની મહત્ત્વાકાંક્ષા વચ્ચે આવે છે. બંગાળમાં મમતા બેનરજીએ અને પંજાબમાં આમ આદમી પાર્ટીએ નોખો ચોકો કરી જ ઊ નાખ્યો છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે પ્રણિત શિવસેનાએ એના ઉમેદવારોનાં નામ જાહેર કરી કોંગ્રેસનો અણગમો વહોરી લીધો છે, કારણ કે ભાજપવિરોધી મહાવિકાસ આઘાડીની બેઠક-વિતરણ ફૉર્મ્યુલા હજી નક્કી થઈ નથી. કોંગ્રેસ હવે એટલી ઘસાઈ ગઈ છે કે મોટા ભાગનાં રાજ્યોમાં એકલપંડે ચૂંટણી લડવાની એની ત્રેવડ નથી. દેશનાં લગભગ બધાં રાજ્યોમાં એનું ભાંગ્યુંતૂટ્યુંય સંગઠન માળખું તો છે જ, પણ એ માળખું એની બેઠકનો સરવાળો ત્રણ આંકડા સુધી લઈ જઈ શકે એટલું સમર્થ નથી.
Denne historien er fra April 15, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra April 15, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.