પ્રશ્નઃ તમે ક્યારેય કોઈ પુસ્તક વાંચ્યાનું ગપ્પુ માર્યું છે?
જવાબઃ ના, એવું ક્યારેય નથી કર્યું. મારી સમસ્યા એ છે કે હું કોઈ પુસ્તક સારું ન હોય તો પણ અધવચ્ચે છોડતો નથી.
પ્રશ્નઃ તમે ક્યાં વાંચો છો? અને કેવી રીતે? ઈ-બુક વાંચો છો? પ્લેનમાં વાંચો છો?
જવાબઃ મારે ડિજિટલ વાંચન શરૂ કરવું છે, પણ મને હજી પુસ્તક હાથમાં પકડીને વાંચવાની ટેવ છે, કારણ કે વાંચતી વખતે હું હાંસિયામાં નોંધ ટપકાવતો રહું છું.
પ્રશ્નઃ તમે નૉન-ફિક્શનના માણસ છો, છતાં સાથે ફિક્શન કેમ વાંચો છો?
જવાબઃ હું દુનિયા વિશે જાણવા-શીખવા મળે એવું ઘણું વાંચું છું, પરંતુ મારા મનમાંથી મને બહાર કાઢીને બીજાઓનાં મનમાં લઈ જાય એવી વાર્તાઓ પણ ગમે છે.
પ્રશ્નઃ તમને લાગે છે કે તમારી (અને બીજાઓની) સફળતામાં વાંચનનું યોગદાન છે?
જવાબઃ બિલકુલ. તમે શીખતા રહો તો ક્યારેય કંઈક ની સાખલો વૃદ્ધ ન થાવ. પ્રત્યેક પુસ્તક મને કંઈક નવું શિખવાડે છે અથવા નવો દષ્ટિકોણ આપે છે. મારું નસીબ સારું હતું કે મને મારા પેરન્ટ્સે વાંચવાની પ્રેરણા આપી હતી. વાંચનની જિજ્ઞાસાવૃત્તિ ખીલે છે અને એ કારકિર્દીમાં કામ લાગે છે.
બિલ ગેટસ (ટાઈમ સામયિકમાં)
જે દેશના રાજકારણીઓની અધધધ સંપત્તિના સમાચારો આપણને અવારનવાર સ્તબ્ધ કરતા હોય એ દેશમાં એક નેતાની સંપત્તિના નામે ૯.૬ લાખની કિંમતનાં પુસ્તકો નીકળે તો આશ્ચર્યની સાથે આનંદ પણ થાય.
કેરળની પથાનામટ્ટિા લોકસભા બેઠક પર લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટના ઉમેદવાર ડૉ. થોમસ આઈઝેકે એમના ઉમેદવારીપત્ર સાથે કરેલી એફિડેવિટ અનુસાર એમની પાસે ન પોતાની માલિકીનું ઘર છે, ન જમીન છે કે ન તો સોનું છે. કીમતી ચીજના નામે એમના ઘરમાં ૨૦,૦૦૦થી વધુ પુસ્તકો છે અને રૂપિયા ચાર લાખની બચત છે.
કેરળ સરકારમાં બે વખત નાણામંત્રી અને ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા ડૉ. થોમસ તિરુવનંતપુરમમાં એક મામૂલી ઘરમાં સાદું જીવન, ઉચ્ચ વિચારવાળું જીવન જીવે છે. ભણતરથી અર્થશાસ્ત્રી એવા ડૉ. થોમસે મલયાલમ અને અંગ્રેજીમાં પ૦ પુસ્તકો પણ પ્રગટ કર્યાં છે.
Denne historien er fra April 29, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra April 29, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...