કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, બન્નેને દરેક શહેર અને ગામડાં સ્માર્ટ બનાવવાં છે અને અત્યારે એની હોડ લાગી છે. સ્માર્ટ સિટી કે વિલેજ હોય, એમાં ખૂણેખાંચરે મફત વાઈ-ફાઈની સુવિધા હોય, લોકો રોકડને બદલે ડિજિટલ પેમેન્ટ કરતા હોય, પાકાં મકાન હોય, મોટા રસ્તા હોય, પીવાનાં પાણીની વ્યવસ્થા અને નિયમિત વીજળી હોય, વગેરે. ટૂંકમાં, આધુનિક જમાના પ્રમાણેનુ ગામ એટલે સ્માર્ટ વિલેજ.
જો કે જૈન અગ્રણી, જીવદયાપ્રેમી અને સમાજસેવી ગિરીશ જયંતિલાલ શાહ દેશનાં ગામડાંઓને સ્માર્ટ નહીં, પણ પ્રાચીન કાળમાં હતાં એવાં સ્વાવલંબી અને નંદનવન બનાવવા મારે છે અને એમણે ગુજરાતથી એનો આરંભ પણ કરી દીધો છે અને ત્રણ ગામોને સ્વાવલંબી યોગ વ્યવસ બનાવી દીધાં છે. આ ગામના લોકોની માથાદીઠ આવક વધી છે, પશુધન અલમસ્ત થયાં છે અને સાથે સાથે લોકો આરોગ્યમય થયા છે.
ગામોને નંદનવન બનાવવાની યોજના વિશે 'સમસ્ત મહાજન સંસ્થા'ના મૅનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ કહે છે: 'વર્ષો અગાઉ ભારતની ઓળખ સોને કી ચિડિયા તરીકેની હતી. એ ઓળખ કંઈ એમ ને એમ મળી નહોતી. એ કાળમાં ગામો સ્વાવલંબી અને સમૃદ્ધ હતાં. આપણી દેશી ગાયો માટે શોચર હતાં, સૂર્યકિરણમાંથી સુવર્ણપ્રાશન કરી દેશી ગાયો દૂધ આપતી. એનાં છાણ અને ગૌમૂત્રથી ખાતર બનતું અને ખેતરો પાકથી મઘમઘતાં. યોગ્ય દેશી વૃક્ષો પણ ગામમાં રોપવામાં આવતાં. ગામનાં તળાવોના કાંપનો પણ ઉપયોગ ખેતજમીનને ફળદ્રુપ બનાવવા માટે થતો. ટૂંકમાં, લોકો અને ગામ સ્વાવલંબી, સુખી અને તંદુરસ્ત હતાં અને ગામનું પોતાનું સધ્ધર અર્થતંત્ર હતું.’
એ કહે છે કે આ પરંપરા હવે સાવ બંધ થઈ રાઈ છે. ગોચરો ાયબ થઈ ગયાં છે. ગોચરોનું સ્થાન માંડા બાવળે લઈ લીધું છે. મોચરની જમીન પચાવી પાડી ત્યાં ઉદ્યોગો સ્થાપિત થઈ થયા છે. તળાવોમાંથી કાંપ સુદ્ધાં કાઢવામાં આવતો નથી, ખેતરોમાં રાસાયણિક ખાતર વાપરવામાં આવે છે, પશુધન પણ પૂરતું દૂધ આપતાં નથી અને ગામડાંના લોકોનાં આરોગ્ય પર અસર પડી છે. આ આખા ગુજરાતનાં ગામોની સમસ્યા છે. અમારે પ્રાચીન ભારતની સમૃદ્ધ ગામની જે પ્રથા હતી એને પુનર્જીવિત કરવી છે.
Denne historien er fra May 06, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra May 06, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.