કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે પુનઃ વસનના કામમાં જોડાવા અમે સંસ્થાની ટીમ લઈને ત્યાં પહોંચી ગયાં હતાં. ઈશા ત્યારે હજી તો સાવ નાની. મારી સાડી અને ઓઢણીનો છેડો પકડી બધે જ સાથે ફર્યા કરે. બાળસહજ સવાલ કરે, બીજાં બાળકોને જોઈ સંવેદના અનુભવે. અમારી સાથે જ ટેન્ટમાં રહેવાનું. કુદરતે નુકસાન એટલું વેર્યું હતું કે ક્યારે શું મળશે એ વિશે કશું વિચારવાનું જ નહીં. અમારા દ્વારા પણ પૂરું ધ્યાન ન આપી શકાય, છતાં કોઈ જ ફરિયાદ નહીં અને સૌથી નાના કાર્યકરની જેમ અમારી સાથે ને સાથે જ. હવે એ જાતે ડેડિયાપાડામાં ‘શૈશવ’ને સંભાળી રહી છે અને ‘આરણ્યક’ પ્રોગ્રામ દ્વારા આ વિસ્તારનાં બાળકોની ખેવના કરી રહી છે ત્યારે માતા તરીકે થાય કે નાની દીકરી સાથે જ મોટી થઈ ગઈ...
એક માતા તરીકે પારુલ શેઠ આ શબ્દ ઉચ્ચારે છે ત્યારે એમની આંખોની ચમક ખુશી અને આનંદની આખી વાર્તા કહી જાય છે.
તકવંચિત બાળકોનાં શિક્ષણ, સર્વાંગી વિકાસ અને સ્વાવલંબન માટે કામ કરતી ભાવનગરની શૈશવ સંસ્થા મલ્ટિ-પર્પઝ મોબાઈલ સ્કૂલ, બાલસેના, તરુણસેના, બાળસુરક્ષા સમિતિ જેવી વિશિષ્ટ પ્રવૃત્તિ માટે જાણીતો છે ભાવનગર જિલ્લામાં ચાઈલ્ડ હેલ્પલાઈન ૧૯૦૮ની સેવા પણ આ સંસ્થા સંભાળી રહી છે તો બાળ અધિકાર તાલીમ અને સંશોધન કેન્દ્ર દ્વારા બાળકોના વિકાસ માટે પરિણામલક્ષી પ્રયાસ પણ શૈશવ દ્વારા થઈ રહ્યા છે. ૧૯૯૩થી કાર્યરત એવી આ સંસ્થા બાળકોની સહભાગીતા અને સંવાદિતા સાથે ચાલી રહી છે.
ધારાવી (મુંબઈ), ઝઘડિયા (ભરૂચ) અને અમદાવાદ સહિતનાં સ્થળે વિવિધ સામાજિક સંસ્થા સાથે કામ કરી આખરે ભાવનગરમાં ધૂણી ધખાવનારાં પારુલ અને ફાલ્ગુન શેઠનું શૈશવ એ માનસ સંતાન તો શિચ અને ઈશા એમની દીકરીઓ. મોટી દીકરી શચિ આર્કિટેક્ટ તરીકે પોતાની ઓળખ બનાવી રહી છે તો ઈશા માતાની આંગળી ઝાલી ને શૈશવની સાથી બની છે.
સગવડતાભર્યાં ક્ષેત્રો છોડીને બાળકોની પ્રવૃત્તિમાં આવવાનું મન કેમ થયું?
Denne historien er fra May 20, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra May 20, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.