હડ્રેડ પરસેન્ટ પ્રેમ...
એક છોકરો અને એક છોકરી સ્કૂલમાં રમી રહ્યાં હતાં. છોકરાએ સુંદર મજાના રંગબેરંગી દસ પથ્થર એકઠા કર્યા હતા. છોકરી ડબ્બામાં દસ રંગીન પેન્સિલ લાવી હતી. છોકરાએ કહ્યું કે તને પથ્થર આપું તો બદલામાં તું મને પેન્સિલ આપીશ? છોકરીએ હા પાડી.
છોકરાએ જે સૌથી સુંદર અને મોટો પથ્થર હતો એ પોતાની પાસે રાખી લીધો અને બાકીના નવ પથ્થર ભરેલો ડબ્બો છોકરીને આપી દીધો. છોકરીએ વચન પ્રમાણે પેન્સિલ ભરેલો ડબ્બો છોકરાને આપી દીધો. બન્નેએ ડબ્બા એમના સ્કૂલ લૉકરમાં મૂકી દીધા. એ રાતે છોકરો ઊંઘી ના શક્યો. એ આખી રાત વિચારતો રહ્યો કે જેમ એણે એક મોટો પથ્થર છુપાવી રાખ્યો હતો, તેમ છોકરીએ પણ એકાદ પેન્સિલ કાઢી લીધી હશે?
બીજા દિવસે એણે છોકરીને પૂછ્યું કે તને ઊંઘ આવી હતી? છોકરીએ કહ્યું કે હા, હું તો સરસ સૂઈ ગઈ હતી. છોકરાએ કહ્યું કે મને તો ઊંઘ જ ન આવી, આખી રાત જાગતો રહ્યો અને વિચાર કરતો રહ્યો.
છોકરીએ કહ્યું: ‘જે માત્ર આપવામાં જ માને એને શાંતિનો અનુભવ થાય. જેને માત્ર લેવામાં જ રસ હોય એ બેચેન રહે. ગિફ્ટ હોય કે પ્રેમ, આપવું તો હન્ડ્રેડ પરસેન્ટ આપવું.’
###
એંસીના દાયકામાં રિશી કપૂરની ફિલ્મ પ્રેમ રોગનું એક ગીત ઘણું મશહૂર થયું હતું: મૈં હૂં પ્રેમ રોગી મેરી દવા તો કરાઓ, ઓ જાઓ જાઓ જાઓ કોઈ વૈદ્ય કો બુલાઓ...
આ ગીતના રચિયતા સંતોષ આનંદ કે ફિલ્મનો નાયક દેવધર ખોટો નહોતો. અમેરિકાના ન્યુ જર્સીની રટગર્સ યુનિવર્સિટીના એક અભ્યાસમાં એ વાત સાબિત થઈ છે કે પ્રેમ વાસ્તવમાં વ્યક્તિને બીમાર કરી દે છે. પ્રેમ થાય એ પછી બન્ને કિડની પર આવેલી ગ્રંથિઓમાંથી કોર્ટિસોલ નામનું સ્ટ્રેસ હોર્મોન અધિક માત્રામાં છૂટે છે અને રક્તવાહિકાઓ મારફતે પેટમાં જાય છે. તમને ભૂખ નથી લાગતી? ઊંઘ નથી આવતી? કામમાં ચેન નથી પડતું? લાગણીઓનું ઝનૂન છે? પ્રિયજનના વિચારો વળગી રહે છે? તો એનું કારણ કોર્ટિસોલ છે. બીજા શબ્દોમાં, તમને પ્રેમ રોગ થયો છે.
૧૯૯૧માં ફિલ્મ દિલ હૈ કી માનતા નહીની નાયિકા પૂજા ભટ્ટ તો એ રોગમાં વૈદ્યને બોલાવવાથી પણ આગળ ગઈ હતી અને જાતે જ ખુદનું નિદાન કરી નાખ્યું હતુંઃ
Denne historien er fra May 20, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra May 20, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...