રાજકોટની ઘટના બાદ ગુજરાતમાં ફેન્સી નામ ધરાવતા ગેમ ઝોન પર સરકારી તવાઈ આવી છે. ટીઆરપી ગેમ ઝોનમાં ૨૮ લોકો જીવતા ભૂંજાયાની માનવસર્જિત ગોઝારી ઘટનાના પગલે હવે સઘન તપાસ શરૂ થઈ છે, જેમાં ગુજરાતના પોલીસવડા ડીજીપી વિકાસ સહાયે રાજ્યના બધા પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને ગેમ ઝોનમાં ફાયર સેફ્ટી અને સુરક્ષાનાં સાધનો, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી), વગેરેની ચકાસણી કરવાનો તથા ગેરકાયદે ચાલતા રમતના અડ્ડા બંધ કરાવી સંચાલક સામે ગુનો નોંધવાનો આદેશ આપ્યો છે. આ સાથે પોલીસ અને પાલિકાએ નાનાં-મોટાં શહેરોમાં ઈનડોર અને આઉટડોર ગેમ ઝોન તથા મેદાનોમાં ચાલતા આનંદમેળાની તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન, ફાયર, પોલીસ, એસ્ટેટ વિભાગની ટીમે ૩૫ ગેમ ઝોનની તપાસ કરી, જેમાં ચાર ઝોનમાં પોલીસ અને ફાયર એનઓસી નહોતાં એટલે એને સીલ કર્યા. હવે એની સામે પોલીસફરિયાદ નોંધાશે. એક સંચાલક એક ગેમ ઝોનની મંજૂરી લઈને ત્રણ-ત્રણ ઝોન ચલાવતો હતો. અમુકમાં ડીઝલ, ઑઈલનો જથ્થો અને અમુક જગાએ વાયર ખુલ્લા પડ્યા હતા. ક્યાંક એક જ એન્ટ્રી-એક્ઝિટ ગેટ હતા. કોઈ પણ જાતની મંજૂરી વિના ચાલતા અમુક ઝોનના સંચાલકો રાતોરાત તાળાં મારીને ઘરભેગા થઈ ગયા.
Denne historien er fra June 10, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra June 10, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.