અથાણું એ ભારતીય ભોજનનો આવશ્યક [અને ઘણા લોકો માટે અનિવાર્ય પણ ખરો] એવો હિસ્સો છે. જમવાની થાળીની બાજુમાં રાખવામાં આવતાં વિવિધ પ્રકારનાં અથાણાં ભોજનને વધુ લહેજતદાર અને સ્વાદિષ્ટ બનાવે છે. આથી જ ભારતીય ભોજનમાં અથાણાનું એક અલગ જ મહત્ત્વ છે. ભારતીય ઘરોમાં ગૃહિણી દ્વારા કેરી-ગૂંદાંથી માંડીને જેક ફ્રૂટ (ફણસ) અને મરચાંથી માંડીને લસણ તથા કેરબા-કરમદાં સુધી વિવિધ પ્રકારનાં અથાણાં બનાવવામાં આવે છે, જેનો ખાટો કે મીઠો અને મસાલેદાર સ્વાદ આપણા રોજના, ક્યારેક ન ભાવતા ખોરાકમાં એક ચટકારો ઉમેરે છે.
આપણાં મોટા ભાગનાં ઘરોમાં પ્રાંત અને પસંદગી પ્રમાણે લીલી (કોથમીર-મરચાંની) ચટણી, લીંબુની ચટણી, લસણની ચટણી, વગેરે તો લગભગ બારેમાસ બનતી રહે છે. એ ઉપરાંત, સીઝન પ્રમાણે ભરેલાં મરચાં, ગાજર, કોબી-ભોલર મરચાં, પપૈયાં, કાકડી-ટમેટાં, મૂળા, કાંદા (ડુંગળી), લીલી હળદર જેવાનું અથાણું કે સંભારો પણ ઘણી ગૃહિણી ઘરમાં બનાવે છે.
Denne historien er fra June 10, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra June 10, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ગરબા સંગે ડાકલાં પણ ગુંજે
દેવીની ઉપાસના માટે ડાકલાંનો ગેબી નાદ, આહવાન માટે હાકોટા અને ભૂવા ધૂણવાની પરંપરા હવે ગરબાના મંચ સુધી પહોંચ્યાં છે. સૌમ્ય ભક્તિના માતાજીના ગરબાની જેમ રૌદ્ર ઉપાસનાનાં દેવી માનાં ડાકલાંગીતનાં મ્યુઝિક આલબમ વધી રહ્યાં છે. આવો, મેળવીએ ડાકલાંનો પરિચય.
અંગદાન કરનારા અને લેનારામાં છે આવો ભેદભાવ
સ્ત્રી કરતાં પુરુષ અનેક વાતે ચઢિયાતા ગણાય છે તો ઑર્ગન ડોનેશનમાં કેમ પાછળ છે?
શક્તિની ઉપાસના સાથે માતાજીને ધરાવો આ પ્રસાદ
કઈ રીતે બનાવશો અંબે માને પસંદ એવી મલાઈ માવા સુખડી?
ભડકીલા રંગની લિસ્ટિનો લાલચટક વિવાદ
સદીઓથી આજ સુધી મહિલાના સૌંદર્યપ્રસાધનની આ અનિવાર્ય આઈટેમને કારણે એક મહિલાની નોકરી જોખમમાં આવી પડતાં એ વિવાદનું કારણ બની છે.
રાઈનો પહાડ ના કરવો...
મોટા સુખની નાની ચાવી શાંતિનો આધાર તમારી પાસે વિકલ્પ પસંદ કરવાની અને આસપાસની સ્થિતિને નિયંત્રિત કરવાની કેટલી સ્વતંત્રતા છે એના પર છે. હું કયા સંઘર્ષનો સ્વીકાર કરું અને કઈ માથાકૂટને દૂર રાખું એ નક્કી કરવાની છૂટ હોય એ મારી શાંતિ માટેની પૂર્વશરત છે. જે સંઘર્ષ સાર્થક છે એ શાંતિનો અનુભવ કરાવે. જે સંઘર્ષ નિરર્થક છે એ અશાંતિ આપે.
એક શિક્ષકની બદલીએ ગામને હિબકે ચડાવ્યું!
ઘોડે બેસાડી રાઘવ કટકિયાને વિદાય આપનારા મિતિયાળાવાસીઓ ધ્રૂસકે ધ્રૂસકે રડ્યા.
ઈઝરાયલનો પ્રતિશોધ ક્યાં અટકશે?
ગાઝા પટ્ટીથી થયેલા હુમલાને એક વર્ષ થવા આવ્યું છે ત્યારે ઈઝરાયલ આદું ખાઈને ઈસ્લામી આતંકી સંગઠનોની પાછળ પડ્યું છે. આ જૂથોના જે આગેવાન જ્યાં હાથમાં આવે ત્યાં એને ખતમ કરવા માટે ઈઝરાયલ મોટાં જોખમ પણ લઈ રહ્યું છે. ઈઝરાયલનું ઝનૂન જોતાં લાગે છે કે એનો જંગ ઝટ પૂરો નહીં થાય.
જસ્ટ, એક મિનિટ.
પસંદગી કરવાનું આપણા હાથમાં છે. સુખી થવાનો એ મહામાર્ગ છે.
પ્રશંસા અને ટીકાની વચ્ચે
જીવનમાં કેટલું હજી કરવાનું બાકી છે દુનિયાની દાદ કે ટીકા માટે વખત નથી.
ઈસ્ટ યા વેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ માટે ઈન્ડિયા ઈઝ બેસ્ટ...
વિદેશી ઈન્વેસ્ટર્સ શા માટે ભારતીય માર્કેટમાં એમનું રોકાણ વધારી રહ્યા છે? એનો જવાબ ભારતીય રોકાણકારોએ ખાસ જાણવો જોઈએ. વૈશ્વિક પરિબળો પણ ચોક્કસ સંકેત આપતાં રહ્યાં છે. આ જવાબની કેટલીક પાયાની બાબત સમજીએ...