ગુજરાતી ભાષાની શાળાઓની પરિસ્થિતિ દિવસે દિવસે ખરાબ થતી જાય છે, કેમ કે બાળકને ઈંગ્લિશ મિડિયમમાં જ ભણાવવાની લહેર હજી ચાલુ છે. નવી શિક્ષણનીતિ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ માતૃભાષા માં આપવાની ભલામણ છે એ વાત કોઈને કહીએ તો સામી દલીલ થાય છે કે ‘તમારી શાળા બંધ થવાની છે એટલે અમને પટાવો છો...'
આ હૈયાવરાળ કાઢે છે કાંદિવલી-મુંબઈની સુપ્રસિદ્ધ ગુજરાતી શાળા સરદાર વલ્લભભાઈ પટેલ (એસવીપી) વિવિધલક્ષી વિદ્યાલયના ચીફ ઍડ્મિનિસ્ટ્રેટર સંગીતા શ્રીવાસ્તવ. મુંબઈમાં સરકારી અનુદાન મેળવતી જે ગણીગાંઠી ગુજરાતી શાળા બચી છે, એમાં એસવીપીનું નામ આદરપૂર્વક લેવાય છે.
એક જમાનામાં અહીં સાત ગુજરાતી ડિવિઝન ચાલતાં. આજે નવા ઍડ્મિશન માટે શિક્ષકો ઘરે ઘરે વાલીઓને સમજાવવા નીકળે છે. હવે શાળાએ જુદાં જુદાં ક્ષેત્રમાં સફળ થનારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના વિડિયો ઈન્ટરવ્યૂ પ્રસારિત કરીને વાલીઓને સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે કે માતૃભાષામાં શિક્ષણ બાળકને . વધુ સ્માર્ટ બનાવે છે, એનો પાયો પાકો કરે છે, એ વિજ્ઞાન અને ગણિતના કન્સેપ્ટ સારી રીતે સમજી શકે છે અને સાથે અંગ્રેજી ભાષામાં નિપુણ થાય તો ગમે તે કરિયરમાં સફળ થઈ શકે છે. એસવીપી-ગુજરાતીના વિદ્યાર્થીઓમાં ડેન્ટિસ્ટ, ન્યુરો ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ, સીએ, એન્જિનિયર અને અમેરિકા-કેનેડા પહોંચેલા યુવાનો પણ છે. એક માજી વિદ્યાર્થી તો હવે ગિરનાર સીબીએસઈ સ્કૂલમાં પ્રિન્સિપાલ છે.
અત્યારે જો કે અન્ય ગુજરાતી શાળાઓની જેમ એસવીપી-ગુજરાતીમાં પણ શ્રમિક વર્ગનાં બાળકો વધુ છે. એ લોકો પણ નાછૂટકે બાળકને ગુજરાતીમાં મૂકે છે. એસવીપી શાળાના સંચાલક કાંદિવલી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મહેશ શાહ કહે છેઃ ‘આજે સમાજનો ગરીબ વર્ગ-શ્રમિક વર્ગ પણ શેઠિયાઓની જેમ પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા માગે છે. આ માનસિકતાને લીધે ઈંગ્લિશ મિડિયમમાં બિઝનેસ વધ્યો અને ગુજરાતી માધ્યમમાં સગવડો ઓછી થવા માંડી. જો કે અમે ક્યાંય બાંધછોડ કરી નથી.’
એસવીપીના સંચાલકો અંગ્રેજી અને ગુજરાતી માધ્યમનાં બાળકોને સમાન સુવિધા આપે છે. આ શાળામાં વન ચાઈલ્ડ વન કમ્પ્યુટર તો છે જ, પણ હવે કોડિંગનો કોર્સ પણ શરૂ કરવાના છે. બાકી, વિજ્ઞાન પ્રદર્શન, વકૃત્વ સ્પર્ધા કે ઈન્ટરનૅશનલ કૉમ્પિટિશન બધે ગુજરાતી માધ્યમને તક અપાય જ છે.
Denne historien er fra June 10, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra June 10, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...