મહેસાણાના કડી તાલુકાના ઝુલાસણ ગામમાં મુળિયાં ધરાવતાં અને અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નૅશનલ ઍરોનોટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (નાસા)નાં ઍસ્ટ્રોનોટ સુનીતા વિલિયમ્સે ગયા મહિને એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું. કોઈને થાય કે એમાં શું નવાઈ? નાસા દ્વારા આવી પ્રેસ કૉન્ફરન્સ તો ભરાતી જ હોય. તો નવાઈ એ કે સુનીતા વિલિયમ્સે પ્રેસ કૉન્ફરન્સ ભરી દરિયાઈ સપાટીથી આશરે ૪૦૮ કિલોમીટર છેટે અવકાશમાં ફરી રહેલા ઈન્ટરનૅશનલ સ્પેસસ્ટેશનમાંથી.
બન્યું એવું કે ગયા મહિને, પાંચ જૂને નાસાનાં અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે અમેરિકાની વિમાનો બનાવતી જગવિખ્યાત કંપની બોઈંગના સ્ટારલાઈન અવકાશયાનમાં બેસીને ઉડાન ભરી. સુનીતા વિલિયમ્સની આ ત્રીજી અવકાશયાત્રા છે. નાસાની મૂળ યોજના મુજબ કુલ દસ દિવસ બન્ને અવકાશયાત્રી ઈન્ટરનૅશનલ સ્પેસસ્ટેશનમાં રોકાવાનાં હતાં અને ૧૩ જૂને એ પૃથ્વી પર પાછાં આવવાનાં હતાં, પરંતુ જે યાનમાં એમણે પાછાં આવવાનું હતું એ સ્ટારલાઈનરમાં તકનિકી ખરાબી જણાતાં એમનું રોકાણ લંબાઈ ગયું અને હજી એમણે અવકાશમાં બેથી ત્રણ મહિના રહેવું પડશે.
અત્યારે બન્ને અવકાશયાત્રી સમયનો સદુપયોગ કરી રહ્યાં છે. ઈન્ટરનૅશનલ સ્પેસસ્ટેશનમાં સુનીતા અને વિલ્મોર ભારેખમ વાતાવરણમાં છોડને પાણી આપવાના તરીકા શોધી રહ્યાં છે. જુદા જુદા આકારનાં રૂટ મોડેલ । છોડ માઈક્રોગ્રૅવિટીમાં પાણી કેવી રીતે શોષી લે એનાં પરીક્ષણ બન્ને કરી રહ્યાં છે. અવકાશયાન તથા અવકાશમાં ઊગતા છોડને પોષણ આપવા હાઈડ્રોપોનિક્સ તથા વાયુ પરિસંચરણ જેવી ટેક્નિક આ પ્લાન્ટ વૉટર મૅનેજમેન્ટ સ્ટડી ચકાસી રહ્યો છે.
આમ જોઈએ તો, બોઈંગનું સ્ટારલાઈનર શરૂઆતથી જ વિવાદમાં ઊડ્યા કરે છે. ૨૦૧૪માં નાસાએ બોઈંગ અને સ્પેસએક્સ એ બે કંપનીને સ-માનવ અવકાશયાન તૈયાર કરવાનો કૉન્ટ્રાક્ટ આપ્યો હતો. એલન મસ્કની સ્પેસએક્સને ૨૦૨૨માં આમાં સફળતા મળી. પછી તો સ્પેસએક્સે અનેક સ-માનવ અવકાશયાત્રા સફળતાપૂર્વક પાર પણ પાડી. આ બાજુ, જમ્બો જેટ જેવાં વિમાનો બનાવવા માટે જાણીતી બોઈંગને અવકાશયાન તૈયાર કરવામાં દસેક વર્ષ લાગી ગયાં.
Denne historien er fra August 05, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 05, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.