સૌરાષ્ટ્રનો ઘેડ પંથક દર વર્ષે બેટમાં કેમ ફેરવાય છે?
Chitralekha Gujarati|August 05, 2024
રાષ્ટ્રના દક્ષિણ-પશ્ચિમ ભાગની દરિયાઈ પટ્ટી પર આવેલો ઘેડ વિસ્તાર વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ ધરાવતો હોવાથી વારંવાર વરસાદી પૂરની આપદાનો ભોગ બને છે. અહીંનાં ૧૦૦થી વધુ ગામોના લાખો લોકો છેલ્લા પાંચેક દાયકાથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, છતાં કોઈ સરકાર એનું કાયમી નિરાકરણ લાવી શકી નથી. તાજેતરમાં અતિભારે વરસાદથી ફરી ઘેડનાં ગામો ટાપુમાં ફેરવાયાં ત્યારે આવો, આ પ્રશ્નનાં મૂળ અને સંભવિત નિરાકરણ વિશે જાણવું મહત્ત્વનું છે.
દેવેન્દ્ર જાની (રાજકોટ)
સૌરાષ્ટ્રનો ઘેડ પંથક દર વર્ષે બેટમાં કેમ ફેરવાય છે?

સાહેબ, અમારાં ખેતરમાં ચારેકોર પાણી ફરી વળ્યાં છે. પાક ધોવાઈ સીં, માટી ધોવાઈ ગઈ. હવે ચોમાસું પાક તો લઈ શકીએ એમ નથી. લાખોનું નુકસાન છે. સરકારી સર્વે થાય છે, પણ વળતર મળતું નથી. ગયા વર્ષનું હજુ કંઈ મળ્યું નથી...

બામણાસા ગામના લાખાભાઈ નામના ખેડૂત કમરસમા પાણીમાં ઊભા રહીને આપવીતી કહી રહ્યા છે. આ પીડા ઘેડના હજારો ખેડૂતો અને લાખો લોકોની વેદનાનો પડઘો છે. બામણાસા એક જ ગામ નહીં, પણ ગત સપ્તાહે જૂનાગઢ, પોરબંદર, માંગરોળ, ઉપલેટા પંથકમાં મેઘતાંડવથી ફરી એક વાર ઘેડ પંથકનાં ૧૦૦થી વધુ ગામો ટાપુમાં ફેરવાઈ ગયાં.

જો કે આ સમસ્યા નવી નથી. ઘેડથી ૮૦-૧૦૦ કિલોમીટર દૂર રાજકોટ, ધોરાજી, ઉપલેટા કે જૂનાગઢમાં શ્રીકાર વર્ષા થાય તો અતિવૃષ્ટિનો ભોગ લાખો ઘેડવાસીઓએ બનવું પડે છે. આનું આર્થિક પરિણામ ગણો તો અહીં વર્ષના ત્રણને બદલે એક શિયાળુ પાક જ લઈ શકાય છે. તાલુકાસ્તરથી સંસદ સુધી આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે, પરંતુ એનું સમાધાન થતું જ નથી.

આ સમસ્યાને સમજવા માટે સૌરાષ્ટ્રની ભૌગોલિક પરિસ્થિતિ જાણવી પડે. ખેડૂતો અને સ્થાનિક આગેવાનો કહે છે કે સૌરાષ્ટ્ર પ્રદેશ ઊંધી રકાબીના આકારનો છે. ચોટીલા એ ઊંચો ભાગ છે, જ્યાંથી સમુદ્ર તરફ જતો વિસ્તાર ઢાળવાળો બને છે એટલે રાજકોટ, જસદણ, જેતપુર કે જૂનાગઢ તરફ સાંબેલાધાર મેહ વરસે તો નદીઓ અને ડેમ ઓવરફ્લો થાય, જેનું ધસમસતું પાણી ઘેડને જળબંબાકાર કરી નાખે. મુખ્ય તો ભાદર, ઓઝત અને મધુવંતી નદીનાં ઘોડાપૂર ઘેડને ધમરોળે છે. અધૂરામાં પૂરું, ઘેડની જમીન સમથળ હોવાથી ખેતરો પાણીથી લથબથ થઈ જાય છે. બીજું, રાજકોટ જિલ્લામાં ભાદર નદીની ૨૦૦ મીટરની પહોળાઈ ઘેડ સુધીમાં તો ૩૦-૩૫ મીટરની થઈ જાય છે. ઓઝત નદી પણ વંથલી પાસે પહોળી છે, પણ માંગરોળનાં ગામોમાં એ પહોંચે ત્યારે સાંકડી થઈ જાય છે. પરિણામે પૂરના સંજોગોમાં આ નદીનાં પાણી કાંઠા વળોટીને ખેતરોમાં ફરી વળે છે.

ઘેડ પંથકની સમસ્યા એ છે કે એક વાર અહીંનાં ગામોમાં ઘૂસેલાં પાણી ક્યારેક તો બે-બે મહિના સુધી ઊતરતાં નથી!

Denne historien er fra August 05, 2024-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra August 05, 2024-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHITRALEKHA GUJARATISe alt
નવ વર્ષ મેં કંઈ દીકરીનાં લગ્નની ઉંમર છે?
Chitralekha Gujarati

નવ વર્ષ મેં કંઈ દીકરીનાં લગ્નની ઉંમર છે?

છોકરી શારીરિક અને માનસિક રીતે પરિપક્વ ન થાય ત્યાં સુધી કોઈ પણ સંબંધમાં ‘સલામત અંતર’ રાખવું હિતાવહ છે.

time-read
3 mins  |
September 09, 2024
સામતા પર કેમ મેળવશો અંકુશ
Chitralekha Gujarati

સામતા પર કેમ મેળવશો અંકુશ

તમને કે બીજાને નુકસાન પહોંચાડી શકે એવું વર્તન બદલવા આટલું કરો.

time-read
3 mins  |
September 09, 2024
ચોમાસું છે ત્યાં સુધી મકાઈ ખાઈ લો..
Chitralekha Gujarati

ચોમાસું છે ત્યાં સુધી મકાઈ ખાઈ લો..

આમ તો હવે લગભગ બારે મહિના કૉર્ન મળે છે, પરંતુ વરસાદમાં મસાલેદાર ડૂંડાંની મજા કંઈક વિશેષ છે.

time-read
2 mins  |
September 09, 2024
પ્રકૃતિ વચાળે તાજગીનો શ્વાસ લેવા નીકળો છો ને?
Chitralekha Gujarati

પ્રકૃતિ વચાળે તાજગીનો શ્વાસ લેવા નીકળો છો ને?

મેઘરાજાએ હેત વરસાવ્યા બાદ સૌરાષ્ટ્ર-ગુજરાતના ગ્રામ્યવિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. ધરતીએ લીલીછમ ચાદર ઓઢી હોય એવું દૃશ્ય હરકોઈનું મન મોહી લે છે ત્યારે કૉન્ક્રીટનાં જંગલોથી દૂર જઈને પ્રકૃતિના ખોળે રમવા વધુ ને વધુ લોકો બહાર નીકળી રહ્યા છે.

time-read
4 mins  |
September 09, 2024
જુવાન દીકરીને જોખમ સમયે મદદ કરે એવી કોઈ ઍપ ખરી?
Chitralekha Gujarati

જુવાન દીકરીને જોખમ સમયે મદદ કરે એવી કોઈ ઍપ ખરી?

ઘરનાં મહિલા સદસ્યોના ફોનમાં આમાંથી કોઈ એક ઍપ અને આ બન્ને હેલ્પલાઈન નંબર છે કે નહીં એ આજે જ ચેક કરજો...

time-read
3 mins  |
September 09, 2024
હવે પડશે દ્વારકાનો વટ...
Chitralekha Gujarati

હવે પડશે દ્વારકાનો વટ...

પ્રાચીન મંદિરોમાં યાત્રાળુઓને વધુ મોકળાશ, વધુ સુવિધા, વધુ આરામ મળી રહે એ હેતુથી કાશી, મહાકાલ અને અયોધ્યાના કોરિડોર બન્યા છે. એ જ ધોરણે ગુજરાત સરકારે દ્વારકા અને બેટ દ્વારકાની કાયાપલટ કરવાનું આયોજન કર્યું છે. આગામી સમયમાં દ્વારકાધીશની નગરી કદાચ આપણે ઓળખી ન શકીએ એવી બની જાય.

time-read
3 mins  |
September 09, 2024
તીર્થરક્ષા માટે જંગ છેડ્યો એક સાધુ... અને એક સંસારી સ્ત્રીએ
Chitralekha Gujarati

તીર્થરક્ષા માટે જંગ છેડ્યો એક સાધુ... અને એક સંસારી સ્ત્રીએ

પર્યટનસ્થળ તરીકે વિકસાવવાની સાથે આવતી કેટલીક અનીતિથી જૈનોના યાત્રાધામ સમ્મેત શિખરજીને બચાવવાને લગતો કેસ આખરે વીસ વર્ષે સુપ્રીમ કોર્ટમાં ખૂલ્યો છે ત્યારે જોઈએ, આ સંકટ નિવારવા અદાલતની બહાર શું ચાલી રહ્યું છે.

time-read
4 mins  |
September 09, 2024
ભોજનનો બગાડ અટકાવી ભૂખ્યાને ભોજન આપીએ...
Chitralekha Gujarati

ભોજનનો બગાડ અટકાવી ભૂખ્યાને ભોજન આપીએ...

ઘરે કે હોટેલમાં, કોઈ પાર્ટીમાં કે લગ્નસમારંભમાં આપણે કેટલું અન્ન વેડફીએ છીએ એનો કોઈ અંદાજ જ આપણને નથી. કમોસમી વરસાદને કારણે ખેતરમાં પલળીને બગડી જતાં કે ગોદામોમાં સરખી સાચવણને અભાવે સડી જતાં અનાજના જથ્થાના પ્રમાણ વિશે પણ આપણે અજાણ છીએ. આપણે સુધરવાનું નામ ક્યારે લેશું?

time-read
4 mins  |
September 09, 2024
હરિશંકર પરસાઈની વ્યંગની વાંસળી
Chitralekha Gujarati

હરિશંકર પરસાઈની વ્યંગની વાંસળી

ગુજરાતી વાચકોએ હિંદી ભાષાના આ અનન્ય સર્જકનો પરિચય કેળવવા જેવો છે. એમણે ભારતીય સમાજની અને રાજનીતિની એવી સૂક્ષ્મતાઓને ઉજાગર કરી હતી, જે ભાષાની સીમા તોડીને હરેક ભારતીયનાં દિલને સ્પર્શતી હતી. આઝાદી પહેલાંના ભારતને સમજવા માટે પ્રેમચંદને અને આઝાદી પછીની પરિસ્થિતિને સમજવા માટે હરિશંકર પરસાઈને વાંચવા જરૂરી છે.

time-read
5 mins  |
September 09, 2024
સ્ટેજ નું કૅન્સર? ડરવાની નહીં, યોગ્ય સમયે નિષ્ણાત ડોક્ટરો પાસે સારવારની જરૂર છે...
Chitralekha Gujarati

સ્ટેજ નું કૅન્સર? ડરવાની નહીં, યોગ્ય સમયે નિષ્ણાત ડોક્ટરો પાસે સારવારની જરૂર છે...

HIPEC મશીન દ્વારા કીમોથેરેપી સોલ્યુસનથી સારવાર

time-read
3 mins  |
September 09, 2024