વિનેશ ફોગાટે પેરિસ ઑલિમ્પિક્સ૨૦૨૪માં મહિલા કુસ્તીની રમતમાં જીતેલો ચંદ્રક ગુમાવવો પડ્યો એમાં આખા દેશમાં નિરાશા ફેલાઈ ગઈ હતી. વધુમાં ભારતીય મેન્સ હૉકી ટીમ સેમિ ફાઈનલ મૅચમાં જર્મની સામે હારી ગઈ એટલે બધાનાં દિલ તૂટી ગયાં. એક વધુ સુવર્ણચંદ્રક આપણને હાથતાળી આપી ગયો. જો કે ત્યાર પછી હૉકી ટીમે પરાક્રમ બતાવીને સતત બીજી ઑલિમ્પિક્સમાં કાંસ્યચંદ્રક જીતતાં આપણા જખમ પર થોડો તો મલમ લાગ્યો. એ કામ કરી આપ્યું ગોલકીપર પી.આર. શ્રીજેશ અને કૅપ્ટન હરમનપ્રીત સિંહે.
ઑલિમ્પિક ગેમ્સમાં પુરુષ હૉકી રમતમાં આજ સુધી ભારતે જેટલા મેડલ્સ જીત્યા છે એટલા બીજી કોઈ ટીમે જીત્યા નથી. આપણે અત્યાર સુધીમાં કુલ ૧૩ મેડલ જીતી ચૂક્યા છીએ.
અને એમાં છેલ્લા બે ઑલિમ્પિક્સ મેડલ જીતનારી ટીમમાં મહત્ત્વનું પ્રદાન રહ્યું ગોલકીપર પી.આર. શ્રીજેશનું. ૩૬ વર્ષની ઉંમરે પણ હરીફ ટીમના ખેલાડીઓના બુલેટની ઝડપે આવતા શૉટ્સ રોકવાની એની ચીલઝડપે જ શ્રીજેશને ભારતીય હૉકી ટીમમાં ધ વૉલનું સ્થાન મેળવી આપ્યું. ક્રિકેટમાં રાહુલ દ્રવિડ તો હૉકીમાં શ્રીજેશ!
શ્રીજેશે ટીમના વિજય બાદ આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાંથી નિવૃત્તિ જાહેર કરી, એને કારણે ચાહકોને એના પ્રત્યે ગર્વની લાગણી ઔર વધી ગઈ. ખરેખર, ભારતની આ જીત હૉકી પ્રત્યે શ્રીજેશના જુસ્સા, મહેનત અને સમર્પણના પુરસ્કાર સમાન છે.
Denne historien er fra August 26, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 26, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.