ત્રણેક વર્ષ પહેલાંની વાત. બનાસકાંઠાના નેસડા ગામમાં યુવા જૈન મુનિ કલ્પરક્ષિતવિજય અને જ્ઞાનરક્ષિતવિજય ચાતુર્માસ ગાળતા હતા. એક દિવસ ત્રણ જૈનેતર મહિલા દર્શને આવી. એકે વ્યથા ઠાલવીઃ મહારાજ સાહેબ, મારી સોનાની બુટ્ટી વેચીને મારા ઘરવાળાએ દારૂ લાવીને પીધો...
બીજી બે ગૃહિણીની પણ એ જ ફરિયાદઃ પતિ ઘરની વસ્તુ વેચી દે છે... પછી દારૂ પીને મારઝૂડ કરે છે.
બન્ને મુનિએ બાદમાં જાણ્યું કે બનાસકાંઠામાં વર્ષોથી દારૂ અને અફીણના સેવનની બદી વ્યાપેલી છે. દેશી દારૂ ગળાય છે, વેચાય છે અને પીવાય છે. અમુક ગામોમાં જન્મ-મરણના સારા-નરસા પ્રસંગ તથા અમુક તહેવારમાં અફીણ પીવા–પિવડાવવાની પરંપરા પણ છે. આ વ્યસનથી ઘણાએ જાન ગુમાવ્યા છે અને અનેક પરિવાર બેહાલ થયા છે. સાથે સમાજમાં કુરિવાજ પ્રવર્તે છે. કદાચ એટલે જ અમુક લોકો ક્યારેક કટાક્ષમાં બનાસકાંઠાને બદમાશકાંઠા કહે છે.
બન્ને દૂષણને તિલાંજલિ અપાવવાની જવાબદારી આમ તો સરકાર અને સમાજની. એમાં અમુક અગ્રણીઓએ લોકોને સુધારવા સામાજિક બહિષ્કાર સુધીના નિયમો બનાવ્યા, પણ પરિણામ ન મળ્યું.
જૈન સંતો ધર્મરક્ષા, ધર્મપ્રચાર અને આત્મકલ્યાણ, જીવદયા, શિક્ષણ, સેવાની પ્રવૃત્તિ કરે. અહીં બન્ને મુનિએ ગૃહિણીઓની પીડા સાંભળીને વ્યસનમુક્તિ કાજે સમાજ સુધારણાનું ક્ષેત્ર પસંદ કર્યું. કામ લાંબા ગાળાનું અને થોડું જોખમી પણ ખરું, છતાંય વતન બનાસકાંઠાને વ્યસનમુક્ત કરવાના સદ્ભાવથી સ્વેચ્છાએ ઝુંબેશ આદરી. સૂત્ર રાખ્યું: ચાલો, બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવીએ.
મુનિ કલ્પરક્ષિતવિજય
બન્ને મુનિ મૂળ બનાસકાંઠાના ઉંબરી ગામના. જન્મ મુંબઈવાસી હીરાના વ્યવસાયી કરોડપતિ જૈનદંપતી પ્રજ્ઞા શૈલેશ શાહને ત્યાં. એમના પુત્ર હેરીન અને જિમીએ અનુક્રમે છ અને ચાર ધોરણ ભણીને કિશોરવયે આચાર્ય રામચંદ્રસૂરીજી સમુદાયના આચાર્ય આગમવિશારદ તપોરત્નસૂરીશ્વરજી પાસે ૧૯૯૮માં દીક્ષા લીધી. એ બન્યા મુનિ કલ્પરક્ષિતવિજય અને ગણિવર્ય જ્ઞાનરક્ષિતવિજય. પછી એમનાં માતા-પિતાએ પણ સંસારત્યાગ કર્યો.
गणिवर्य ज्ञानरक्षितवि४य
Denne historien er fra October 21, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra October 21, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.