Prøve GULL - Gratis
બોલીવુડ દીવા પાસેથી શીખો સ્ટાઈલિંગ ટિપ્સ
Grihshobha - Gujarati
|July 2023
તમે પણ સિને અભિનેત્રી જેવા સુંદર દેખાવા ઈચ્છો છો, તો આ ટિપ્સ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે..
-
લોકો હંમેશાં ફિલ્મી હસ્તીથી પ્રભાવિત થતા રહ્યા છે. તેમાં પણ ખાસ મહિલાઓ અને છોકરીઓ હીરોઈનના પહેરવેશ અને ફેશનની કોપી કરવાની કોશિશ કરે છે. આખરે સુંદર દેખાવું કોને ન ગમે? જ્યારે આપણને કોઈની સ્ટાઈલ ગમતી હોય છે ત્યારે સ્વાભાવિક છે કે આપણે પણ તેમના જેવું કરવાનો પ્રયત્ન કરીશું. આમ પણ બોલીવુડ દીવાની ફેશન સેન્સ હંમેશાં શાનદાર રહી છે. તેમની અદાઓ, ભવ્યતા અને સુંદરતા લોકોને ખૂબ આકર્ષિત કરે છે. એવી અનેક હીરોઈન છે, જે યંગ જનરેશનને પ્રભાવિત કરી રહી છે.
આવો, એવી કેટલીક હીરોઈનોની સ્ટાઈલ પર ધ્યાન આપીએ જેને જોઈને તમે પણ સ્ટાઈલિંગ ટિપ્સ શીખી શકો :
ઐશ્વર્યા રાય બચ્ચનની મેકઅપ ટિપ્સ
ઉંમરના ૪૫ મા પડાવને પાર કર્યા પછી પણ ઐશ્વર્યાની સુંદરતામાં કોઈ ફરક નથી પડ્યો. નેચરલી સુંદર વિશ્વ સુંદરી ઐશ્વર્યાના મેકઅપ અને હેરસ્ટાઈલ હંમેશાં આકર્ષક રહ્યા છે. ઐશ્વર્યા રાય ન માત્ર ઓનસ્ક્રીન આકર્ષક દેખાય છે, પરંતુ તેનો રેડકાર્પેટ લુક પણ મેકઅપ લવર્સ માટે બ્યૂટિ લેસન્સનું માધ્યમ બનતો હોય છે. તમે પણ ઐશ્વર્યા પાસેથી શીખી શકો છો કે મેકઅપથી પોતાની કુદરતી સુંદરતામાં ચાર ચાંદ કેવી રીતે લગાવી શકાય
વિંગ્ડ આઈ મેકઅપ : આંખોનો આ મેકઅપ તમારી આંખોને સારો શેપ આપવામાં મદદ કરે છે. તેમાં પણ ખાસ બદામ આકારની આંખો ધરાવતી મહિલાઓએ વિંગ્ડ આઈલાઈનર જરૂર ટ્રાય કરવી જોઈએ. ઐશ્વર્યાની આંખો પણ વિંગ્સ આઈલાઈનરના પ્રયોગથી વધારે સુંદર અને લાંબી દેખાય છે. તેની સાથે તેની ભરાવદાર પાંપણ તેના લુકને વધારે સુંદર બનાવે છે.
બ્લો ડ્રાઈ હેર : ઐશ્વર્યા હંમેશાં ક્લાસિક સિંપલ બ્લો ડ્રાય હેરમાં જોવા મળે છે. આ એવરગ્રીન હેરસ્ટાઈલ ન માત્ર તેને સૂટ કરે છે, પરંતુ કોઈને પણ એટ્રેક્ટ કરી શકે છે. એક ક્લાસિક લુક માટે તમે પણ એશની જેમ એક બાઉન્સી બ્લો ડ્રાઈ હેરસ્ટાઈલ પસંદ કરી શકો છો. તેનાથી તમારા વાળ શાઈની અને ભરાવદાર દેખાશે, સાથે સ્મૂધ પણ થશે.
ઓવરઓલ ગ્લો : મોટાભાગની મહિલાઓ ચીકબોન, નાક અને બ્રો બોન પર હાઈલાઈટર લગાવતી હોય છે, પરંતુ ઐશ્વર્યા ઓવરઓલ ગ્લો પર વિશ્વાસ ધરાવે છે. તેના દરેક લુકમાં તે જોવા મળે છે. આ એક એવી ટ્રિક છે જેનાથી તેના ચહેરાનો વચ્ચેનો ભાગ ગ્લો કરે છે અને આ એ ભાગ હોય છે જેની પર સૌથી વધારે લાઈટ પડે છે. તેનાથી તે હંમેશાં પિક્ચર પરફેક્ટ લુકમાં દેખાય છે.
Denne historien er fra July 2023-utgaven av Grihshobha - Gujarati.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA Grihshobha - Gujarati
Grihshobha - Gujarati
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
4 mins
December 2024
Grihshobha - Gujarati
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
3 mins
December 2024
Grihshobha - Gujarati
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
3 mins
December 2024
Grihshobha - Gujarati
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
4 mins
December 2024
Grihshobha - Gujarati
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
5 mins
December 2024
Grihshobha - Gujarati
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
4 mins
December 2024
Grihshobha - Gujarati
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
2 mins
December 2024
Grihshobha - Gujarati
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
2 mins
December 2024
Grihshobha - Gujarati
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
6 mins
December 2024
Grihshobha - Gujarati
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
2 mins
December 2024
Translate
Change font size

