CATEGORIES
Categories
વિદ્યાર્થીએ બનાવી ઈ–બાઈક
કોરોનાના આ સમયમાં લોકો આત્મનિર્ભર બની રહ્યા છે. દેશના યુવાનો પણ અવનવાં સંશોધન કરીને પોતાનું યોગદાન આપી રહ્યા છે ત્યારે સતત વધી રહેલા પ્રદૂષણના પ્રશ્નને હલ કરવા માટે ભાવનગરના તરુણે ઈ-બાઈક બનાવી છે. ઈલેક્ટ્રોનિક્સ આઈટેમ સહિત સતત કંઈક ને કંઈક નવું બનાવવાનો શોખ ધરાવતો કૉમર્સનો બારમા ધોરણનો વિદ્યાર્થી પોતે બનાવેલી આવી વસ્તુને લીધે જાણીતો બન્યો છે.
હવે મૅચ સંપત્તિની...
આમ તો અમે ક્રિકેટનાં ફેન, પણ ક્યારેક હૉકી ને ફૂટબૉલ પણ જોઈ લઈએ. કોઈ ખેલાડીની અંગત વાતોમાં પંચાતિયા પડોશણની જેમ ખૂબ રસ રાખીએ.
શેરબજારમાં આવશે સુધારાની પણ તેજી
૨૦૨૦માં તેજી રૂપે બજારનો સુધારો જોયો, જે ૨૦૨૧માં પણ ચાલુ રહેવાની આશા છે. જો કે નવા વરસે માર્કેટ રિફોર્મ્સની રેલી પણ જોવા મળશે.
સેવાને તે વળી સરનામાની શું જરૂર?
અન્નક્ષેત્ર-રામરોટી સૌરાષ્ટ્રની તો સંસ્કૃતિનો હિસ્સો છે, પરંતુ સૌરાષ્ટ્રના વતની અને વર્ષોથી બ્રિટનમાં વસી ગયેલા બિઝનેસમેન રમેશભાઈ સચદેવે લંડનમાં ભૂખ્યાઓને ભોજન કરાવવાની પ્રવૃત્તિમાં પોતાનું યોગદાન આપીને ત્યાં પણ ભારતની પરંપરાનો પ્રવાહ વહેતો રાખ્યો છે.
જીવદયાના ચસકા સાથે લાગ્યો ફોટોગ્રાફીનો છંદ - અનેરી ઉર્વશી પરમાર
ઘાયલ પશુ-પંખીની સેવા એને વિસ્મયકારી પ્રાણીસૃષ્ટિના અંતરિયાળ વિસ્તારમાં દોરી ગયો. એ પછી તો વડોદરાની આ યુવતી પોતાના પરિવારની જવાબદારી ઉઠાવવા સાથે વન-વગડામાં ફરીને પશુ-પંખીઓની અદ્ભુત તસવીરો ઝડપે છે...અને જરૂર પડે ત્યારે મગર પણ પકડે છે!
તમને પાસેનાં ચશ્માં છે કે દૂરનાં?
જે મને ચિક્કાર વાંચવાની આદત હોય અને જેમની પાસે પુસ્તકોનો લખલૂટ ખજાનો હોય એમની પાસેથી કોઈ સારા પુસ્તકની ખંડણી ઉઘરાવવી હોય તો શું કરવું જોઈએ? સિમ્પલ, એમનાં ચમાં છુપાડી દેવાનાં.
છેવટે બધું છોડીને બાબ્બભાઈ પિરામણ આવતા જ રહ્યા!
નખશિખ કોંગ્રેસી અને એથીય વિશેષ તો ગાંધી પરિવારના વિશ્વાસુ એવા એહમદ પટેલ એટલે ભારતીય રાજકારણના સર્વમિત્ર, વર્ષો સુધી સત્તાના કેન્દ્રમાં રહ્યા હોવા છતાં નહીં એનો રોફ કે નહીં ઘમંડ. અત્યંત સાલસ સ્વભાવ અને પારખું નજરના એ સ્વામી. પક્ષાપક્ષી કે મજહબી વાડાબંધીથી પર રહેલા એહમદભાઈના નિધનથી કોંગ્રેસે સંકટ સમયની સાંકળ ગુમાવી છે.
જીવનને એક પ્રવાસ તરીકે માણો.…
ભાવિન અને બરખા શાહ મંદનગઢ
ભાતીગળ મેળા ને ઉત્સવો - અઢળક ઉજવણીનો અનેરો આનંદ!
રાજસ્થાનની સંસ્કૃતિમાં વણાયેલાં લોકસંગીત અને લોકનૃત્યો, અહીંની લોક તથા આદિવાસી પરંપરા તથા લૌકિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિ-આ બધાંનું પ્રતિનિધિત્વ રાજ્યના વિવિધ મેળા ને ઉત્સવોથી સમૃદ્ધ કેલેન્ડરમાં થાય છે. અહીં બારેય માસ ઉત્સવનો માહોલ હોય છે. અહીં બારેય મહિનાની તિથિઓમાં પથરાયેલા તથા વિવિધ રંગ, સુગંધ ને ધ્વનિથી સભર એવા આ મેળા-ઉત્સવો એટલે અનોખાં વિધિવિધાનોનો ભવ્ય નજારો, જે વિરોધાભાસી ભૂભાગ ધરાવતી આ ધરતીને એક અનેરી ચમકદમક આપે છે.
પ્રકૃતિને અનુકૂળ બનીને રહો.. પૂજા દોમડિયા મુંબઈ
જોઈ લે.. તારો સ્પેશિયલ કચરો તારા સ્પેશિયલ બકેટમાં જ નાખ્યો છે!
કામચલાઉ નહીં, કાયમી ઉકેલ લાવો...
ભૂમિપુત્રોનાં હિતમાં જ સરકાર કાયદા બદલવા માગતી હોય તો ખેડૂત આગેવાનો સાથે વાત કરવામાં વાંધો શું છે? આખરે તો સવાલ સરકાર પરના ભરોસાનો છે.
સર્જરીનું સાહસ
કોરોના મહામારીના લીધે નાની-મોટી શારીરિકમાનસિક વ્યાધિવાળા ઘણા દરદીએ પીડા વેઠવી પડી. બે મહિના પહેલાં અમદાવાદનાં ૪પ વર્ષી ગૃહિણી ઊર્મિલાબહેન (નામ બદલ્યું છે)ને પેટમાં દુખાવો ઊપડ્યો. એમણે ગેસ્ટ્રોએન્ટ્રોલૉજિસ્ટને બતાવ્યું. ડૉક્ટરે નિદાન કર્યું: સ્વાદુપિંડનું કૅન્સર છે, સર્જરી કરાવવી પડશે.
માસ્કનું મૂલ્ય આ ભાઈ પાસેથી સમજો!
વેક્સિન ન શોધાય ત્યાં સુધી માસ્ક જ કોરોનાનો એકમાત્ર યોગ્ય ઉપચાર છે. આટઆટલાં મૃત્યુ બાદ પણ અસંખ્ય લોકો કોરોનાને ગંભીરતાથી લેતા નથી. તંત્રની ચેતવણી હોવા છતાંય બજારમાં ભારે ભીડ જોવા મળે છે. લોકો એકબીજા વચ્ચે યોગ્ય અંતર રાખતા નથી. એ પરિસ્થિતિમાં માસ્ક પહેરવું ખૂબ જરૂરી છે એ સચ્ચાઈ ધ્યાનમાં રાખી વડોદરાના એક ચાની લારીવાળા યુવકે ચા કે કોફી સાથે ગ્રાહકને માસ્ક મત આપવાનું શરૂ કર્યું છે. એ માસ્ક માટે કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવતો નથી.
કાન સંભાળજો...સાવધાન!
કોરોનાને પગલે આવેલા લૉકડાઉનમાં ઑનલાઈન ભણતરનું ચલણ વધ્યું, ઘરમાં જ ભરાઈ રહેવાની ફરજ પડી એટલે લોકો મોબાઈલ ફોન, લૅપટૉપ અને કપ્યુટર પર વધુ સમય પસાર કરવા લાગ્યા. પરિણામે ઈયરફોનનો વપરાશ બહુ વધી ગયો, એનું પરિણામ હવે દેખાય છે કાનની બીમારીના વધેલા કિસ્સામાં.
કેવી છે એમની જમાત...
આપણે ત્યાં હજારો નાગા બાવા ભાગ્યે જ કોઈ ચીજવસ્તુનો વપરાશ કરે છે. કમંડળ અને પોતડીમાં રહેતા સાધુ-મુનિઓ લાખો હશે. જો કે શહેરના ભણેલા-ગણેલા લોકો પૂરી સમજથી મિનિમલિસ્ટિક લાઈફસ્ટાઈલ અપનાવે ત્યારે નવાઈ તો લાગે જ.
પેહચાન કૌન?
૧૯૬૦ના દાયકાની સંબંધના એક ગીતની પંક્તિ છે: અંધેરે મેં જો બેકે હૈ... નઝર ઉન પર ભી કૂછ ડાલો અરે ઓ રોશની વાલોં.... આમાં કવિ પ્રદીપ મુઠ્ઠીભર ધનપતિઓને અરજ કરે છે કે તમારા સિવાયની દેશની બીજી પ્રજા કેવી રીતે જીવે છે એ પણ જરા જુઓ. ગયા અઠવાડિયાથી નેટફ્લિકસ પર આરંભાયેલી સિરીઝ ફેબ્યુલસ લાઈવ્સ ઑફ બોલીવૂડ વાઈલ્સ પણ આવી જ અરજ કરે છે. ફરક માત્ર એટલો કે અન્ય લોકોનાં જીવન વિશેની એની વ્યાખ્યા છે. અતિ ધનાઢ્ય, દુનિયાભરમાં ઊડાઊડ કરતી અને લાઈફ જેમને માટે ક્યારેય પૂરી ન થતી પાર્ટી છે એવી બોલીવૂડની ચાર ઘરવાળી.
મામાને મારો લાઠી...
દશેરાએ દશાનન રાવણના દહન કાર્યક્રમ આખા દેશમાં ને જ્યાં જ્યાં હિંદુ સંસ્કૃતિ કાયમ છે એ તમામ દેશોમાં થાય છે, પણ મથુરાનરેશ કંસના પૂતળાને લાઠી મારવાની અનોખી પરંપરા માત્ર મથુરામાં જ ઊજવવામાં આવે છે.
પ્રેમના નામે ધર્મપરિવર્તન? તો પ્રેમ ક્યાં આવ્યો?
અઢી અક્ષરનો શબ્દ પ્રેમ એ હંમેશાં મસમોટા વિવાદનો વિષય રહ્યો છે અને પાછલાં કેટલાંક વર્ષોમાં આપણે ત્યાં એને એક નવું પરિમાણ મળી રહ્યું છે. પ્રેમ આંધળો છે, એ નાત-જાત જોતો નથી, એ ધરમ-મજહબમાં માનતો નથી એવું ઘણું બોલાય છે અને એ હકીકત હોય તો પણ નાત-જાત કે ધરમ-મજહબ પ્રેમની આડે આવે જ છે.
કંઈ કમાવાનું નહીં...કંઈ ખર્ચવાનું નહીં!
સંદીપ અનિરુદ્ધન્ બેંગલુરુ
આગ પણ છે અને ધુમાડો પણ છે.…
આપણે ત્યાં કહેવત છે કે ધુમાડો હોય ત્યાં આગ પણ ક્યાંક હશે.. ગુજરાતમાં કોરોના કાળમાં રાતોરાત શરૂ થયેલી અને ડૉક્ટર્સ માટે કુબેર ભંડાર જેવી બનેલી કોવિડ હૉસ્પિટલોમાં બનતી દુર્ઘટનામાં તો આ કહેવત તદ્દન સ્પષ્ટ થઈ જાય છે.
આ પાણી પીવા માટે છે કે કચરો પધરાવવા?
ગુજરાતનાં ઘણાં ગામડાં-શહેરની પીવાનાં તેમ જ સિંચાઈના પાણીની સમસ્યા દૂર કરનારી નર્મદાની મુખ્ય કેનાલ અમદાવાદ-ગાંધીનગર શહેરની વચ્ચેથી પસાર થાય છે.
અમારોય એક જમાનો હતોવર્સિસ અમારો જ જમાનો છે!
તાજેતરમાં આયુષ્યના ૮૯મા વર્ષમાં પ્રવેશ કરનારા અમેરિકાના નવા પ્રમુખ જો બાઈડના યુએસ-ઈતિહાસના સૌથી વયોવૃદ્ધ પ્રેસિડન્ટ છે. આ સાથે જગતભરમાં ચર્ચા ચાલી રહી છે કે માણસે રિટાયર ક્યારે થવું? નિવૃત્તિની યોગ્ય વય કઈ? ઉપયોગી શું... અનુભવની એરણ કે યુવા હવા?
આવ રે, વેક્સિન...
‘ઉતાવળે આંબા ન પાકે' એવી ઉક્તિ આપણે ત્યાં છે. આંબા ભલે ઉતાવળે ન પાકે, પણ કોરોના વાઈરસ સામેની રસી અસાધારણ ઝડપે તૈયાર થઈ રહી છે અને બધું સમુંસૂતરું પાર ઊતરશે તો થોડા મહિનામાં સરકારે ઠેરવેલા અગ્રક્રમ પ્રમાણે એના ડોઝ લોકોને આપવાનું શરૂ પણ થઈ જશે. આવતાં બેએક વર્ષમાં દેશના ૧૩૦ કરોડથી વધુ નાગરિકોને આ રસી આપવાની ઝુંબેશ તબીબી ક્ષેત્રે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી બની રહેવાની છે. એક લશ્કરી કવાયત જેટલા પરફેક્ટ પ્લાનિંગ સાથે એની તૈયારી ચાલી રહી છે ત્યારે એ પણ જાણીએ કે કેવા છે પડકાર આ વેક્સિનેશન પ્રોગ્રામ સામે?
એ તેર દિવસ...
ત્રણથી ૧૬ ડિસેમ્બર...ભાગલા પછીનાં ૭૦ વર્ષમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ તો ચાર થયાં, પણ ૧૯૭૧ના ડિસેમ્બરમાં ખેલાયેલું યુદ્ધ કંઈક અલગ હતું. માત્ર તેર દિવસમાં ભારતે ન માત્ર પાકિસ્તાનને કારમો પરાજય આપ્યો, પણ બાંગ્લાદેશ નામના નવા રાષ્ટ્રને જન્મ પણ આપ્યો. એ ઐતિહાસિક ઘટનાનું સુવર્ણ જયંતી વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે એ યુદ્ધનો હિસ્સો રહેલા લશ્કરની ત્રણેય પાંખના અધિકારી પોતાની સ્મૃતિ તાજી કરે છે.
હા, હું છું પોઝિટિવ... એચઆઈવી પોઝિટિવ!
આજકાલ કોરોના કાળમાં રિપોર્ટ પોઝિટિવ કે નેગેટિવની બહુ ચર્ચા છે. બે-અઢી દાયકા પહેલાં કોઈ સ્ત્રી કે પુરુષનો એઈડ્સનો રિપોર્ટ પોઝિટિવ આવે તો આખા પરિવાર પર કલંક લાગી જતું હતું. એવા સમયે એઈડ્યગ્રસ્ત લોકોને સંગઠિત કરી એમને સારવાર, સલાહ અને સ્વીકૃતિ મળે એ માટે સંઘર્ષ કરનારાં આ માનુની આજે એચઆઈવી પોઝિટિવ લોકોનો પોઝિટિવ ચહેરો છે. એક ડિસેમ્બરે ‘વિશ્વ એઈસ દિન’ છે એ નિમિત્તે ચાલો, સાંભળીએ એમની સંઘર્ષકથા.
ડબલ ડેકરમાં પ્રવાસનો ડબલ આનંદ!
નૂતન વર્ષમાં મુંબઈગરાને મળશે નવાં રૂપ-રંગવાળી આરામદાયક ડબલ ડેકર બસ. )
માત્ર લશ્કરી તાકાત નહીં, જવાનોના સંસ્કાર પણ જુઓ...
હું ત્યારે ઢાકામાં જ હતો. લેફ્ટનન્ટ જનરલ સગતસિંહજી અમને દોરવણી અને માર્ગદર્શન આપતા હતા.
બૅન્કિંગ માહોલ બદલાશે?
‘પીએમસી બૅન્ક’ની ગોબાચારીના આઘાતમાંથી હજી લોકો પૂર્ણપણે મુક્ત થયા નથી ત્યાં ‘લક્ષ્મી વિલાસ બૅન્ક'નું પ્રકરણ બહાર આવતાં આ ક્ષેત્ર પ્રત્યેની વિશ્વસનીયતા સામે પુનઃ સવાલ ઊભા થયા છે. બીજી બાજુ ‘રિઝર્વ બૅન્ક’ દેશનાં ટોચનાં વેપારીગૃહો માટે બૅન્ક સ્થાપવાના દરવાજા ખુલ્લા કરી રહી છે.
બાદમાંથી આબાદ તરફ
નવું વર્ષ સંવત ૨૦૭૭ શરુ થઈ ગયુ છે, હવે આપણી પાસે એવી સામુહિક સમજણ છે, જે સાર્વજનિક અનુભવમાંથી જન્મી છે. જેટલું ડૉક્ટરને ખબર હોય લગભગ એટલું પેશન્ટ કે સંભવિત પેશન્ટને ખબર હોય એ સ્થિતિમાં આપણે છીએ. બેજવાબદારીનાં પરિણામ આપણે જોઈ લીધાં અને જવાબદારીનું મહત્ત્વ પણ સમજી લીધું. હવે આ શીખ સ્વીકારીને નખશિખ પૂર્વવત્ પહોંચવાની મથામણ વ્યક્તિગત ધોરણે અને રાષ્ટ્રીય સ્તરે અનિવાર્ય છે.
લવારો લખીને સપડાયા...
સુરત ભાજપના ઉપ-પ્રમુખ, ભૂતપૂર્વ કોર્પોરેટર અને મૂળ વ્યવસાયે ભૂતપૂર્વ આવકવેરા અધિકારી એવા પી.વી.એસ. સર્મા દિવાળી પહેલાંથી સતત સમાચારમાં છે.