આધ્યાત્મ સાથેની મારી સંગીત યાત્રાના કારણે મારી અંતરયાત્રા વધુ સુખદ બની છે. અમારા ઘરના સંસ્કારમાં કોઈ જ ધાર્મિક ભેદભાવની વાત ન હતી. મારું બાળપણ જ સાધુ, સંત અને કીરોની સંગતમાં વિત્યું છે. અમે સંગીતને, સૂરને દેવતા માનીએ છીએ અને તેની સાધના જ સર્વોપરી છે.
મારો જન્મ ૨૨મી મે, ૧૯૭૪ના રોજ કચ્છના અબડાસા તાલુકાના વાયોર ગામે થયો હતો. બાળપણ માંડવી તાલુકાના બાયઠ ગામે વિત્યું. મારા પિતા હુસેનભાઈ અને કાકા અબુભાઈ સારા તબલાંવાદક હતા. તેઓ લોકડાયરા કે સંતવાણીના કાર્યક્રમમાં સંગત કરવા જતાં. આમ નાનપણથી જ મારામાં સંગીતની સાથે-સાથે સર્વધર્મ સમભાવના સંસ્કાર રેડાયા હતા. ૬-૭ વર્ષની ઉંમરે હું પિતા અને કુટુંબની સાથે વાયોરથી બાયઠ આવીને વસ્યો હતો. મારા પૂર્વજો રોહા જાગીરના રાજગાયકો હતા. મારું ભણતર લાયજા ગામમાં થયું. જોકે સંગીતની આરાધનામાં હું પરોવાઈ જતાં ધો.૯થી વધુ આગળ ભણી શક્યો ન હતો. પિતા અને કાકાનો વસ્તાર મળીને કુટુંબમાં ૧૪ વ્યક્તિઓ હતી. પિતા પાસેથી તબલાં વગાડવાનું શિખવાનું શરૂ કર્યું હતું, પરંતુ પિતા કે કાકા પાસેથી સંગીતની પદ્ધતિસરની તાલીમ મેળવું તે પહેલાં જ બંનેનો કાયમ માટે વિયોગ થયો હતો. હું ૧૪ વર્ષનો હતો ત્યારે જ પિતાનો દેહાંત થયો. ઘરની પરિસ્થિતિ જરાય સારી ન હતી આથી માતા અને બહેનો ખેતમજૂરી કરતાં. મેં પોતે પણ થોડો સમય મજૂરી કરી હતી.
This story is from the October 29, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 29, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ