મને તો યાદ નથી, પણ કુટુંબવાળા ખોફભેર એ પ્રસંગ યાદ કરે છે. હું ચાલતા શીખ્યો એના થોડાક જ મહિના પછી ઘરથી ખાસે દૂર એક કન્સ્ટ્રક્શન સાઇટનાં પગથિયાં ઊતરીને પાયાના ખાડામાં જઈ બેસી ગયેલો. શોધાશોધના અંતે એ જગ્યાએ મળ્યો. પછી રખડવું એ આ બાળકનો જન્મસિદ્ધ હક છે, એવું ઘરવાળાઓએ નાછૂટકે સ્વીકારી લીધું. કુદરતે બનાવેલી અફાટ દુનિયાને જાણી લેવાની પ્રચંડ તરસે મારા નાના પગમાં એ સાહસ પૂર્યું હશે. એ તરસને કારણે જ ૨૦ બાય ૨૦નો વર્ગખંડ મને ક્યારેય સુચ્યો નઈ. સ્કૂલમાં મેં કેદીની જેમ પ્રવેશ કર્યો અને ૧૨ વર્ષ સુધી એ કહેવાતા જ્ઞાનસંવર્ધનના ધામને સેન્ટ્રલ જેલથી ઓછું કંઈ માન્યું નહીં. મારો ફંડા ક્લિયર હતો. પાંચ કલાક જેલમાં રહેવાનું 'ને પછી કેદીને સોંપાતા હોમવર્ક જેવા કામનો રીઢા ગુનેગારની નિષ્ઠાની નિષેધ કરવાનો. ‘ઘરકામ કેમ નથી કર્યું' એવા માસ્તરના સવાલનો ‘શું પૂછો છો, એ સમજાતું નથી’ એવા ડફોળ ભાવ સાથે સામનો કરવાનો. ૧૫ દિવસમાં શિક્ષક કંટાળે પછી વરસની શાંતિ. ટૂંકમાં, મેં ડફોળ બનવાનો ઇન્ટેલિજન્ટ નિર્ણય લીધો અને બદલામાં આખી સાંજની રખડપટ્ટીનો માર્ગ મોકળો કર્યો. આ અલગારી રખડપટ્ટીએ લેખક માટે જરૂરી એવું અનુભવનું ન ખૂટે એવું ભાથું મને બાંધી આપ્યું. નિદા ફાઝલીનો એક શેર છે.
‘ધૂપ મેં નિકલો, બહારો મેં નહાકર દેખો
જિંદગી ક્યા હૈ, કિતાબો કો હટાકર દેખો'
This story is from the October 29, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 29, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ