દુષ્કાળ સાથેનો જુગ જૂનો નાતો ધરાવતા કચ્છના ખેડૂતો તદ્દન વિપરીત પરિસ્થિતિમાં અન્ય વિસ્તારના ખેડૂતો કરતાં વધુ જહેમત ઉઠાવીને નવા નવા પાકનું સફળતાપૂર્વક વાવેતર કરે છે. બાગાયતી ખેતીમાં તો આ જિલ્લો રાજ્યનો પ્રથમ નંબરનો જિલ્લો બન્યો જ છે, પરંતુ હવે તો જંગલના પાક ગણાતાં વૃક્ષોનું પણ મોટાપાયે વાવેતર કરીને તેમાં પણ આગેકૂચ કરી રહ્યો છે. જેમાંથી પેપર બનાવવા માટેનો પલ્પ બનાવાય છે, દીવાસળી બને છે તે મિલિયાદુબિયાના વૃક્ષમાંથી પ્લાયવૂડ પણ ખૂબ સારું બની શકે છે. આવા મિલિયાદુબિયા એટલે કે મલબાર નીમલીમડોના નામે ઓળખાતાં વૃક્ષોની ખેતી પણ કચ્છના ખેડૂતોએ શરૂ કરી છે. સાથે સાથે જિલ્લામાં નીલગિરિનાં વૃક્ષોનું વાવેતર પણ થઈ રહ્યું છે. દુકાળિયો રણપ્રદેશ મનાતા કચ્છમાં દક્ષિણ ભારતમાં લીલોતરી વધારનારાં વૃક્ષો પણ ઊગી રહ્યાં છે. ખેતી માટે નર્મદાનું પાણી પણ હવે જિલ્લાના અનેક વિસ્તારોમાં પહોંચવામાં છે ત્યારે ખેડૂતો બમણાં ઉત્સાહથી નવા નવા પાકોનું વાવેતર કરવાના પ્રયત્ન કરશે તે નક્કી છે.
કચ્છમાં છેલ્લા બે દાયકામાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. નર્મદાનાં પાણી પણ ખેડૂતોને મળવા લાગ્યા છે. હવે ધરતીપુત્રો આકાશી મહેર પર આધાર રાખવાના બદલે પોતે પણ જળસંચય કરીને ખેતીમાં તેનો ઉપયોગ કરી રહ્યા છે. પહેલાં માત્ર પરંપરાગત પાકો લેનારા ખેડૂતો હવે વિવિધ પ્રકારના બાગાયતી પાક લઈ રહ્યા છે. ઠંડા પ્રદેશમાં થનારાં સફરજન અને અમેરિકન કેસર અહીં પાકી રહ્યાં છે. ત્યારે દક્ષિણ ભારતમાં થનારાં મલબાર નીમ કે મિલિયાદુબિયા અને નીલિંગિર જેવાં વૃક્ષો પણ કચ્છની ગરમ આબોહવામાં ઊગી રહ્યાં છે.
This story is from the November 12, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 12, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ