નવા વર્ષનો સાચો ઉપયોગ આનાથી વધારે બીજો કયો હોઈ શકે, કે આ અવસર પર આપણે કેટલાક નવા નવા સંકલ્પો લઈએ! મજબૂત મનના માણસો તો જોકે ભીષ્મ બ્રાન્ડની પ્રતિજ્ઞાઓ લેતા હોય છે. હું રહ્યો કોમનમેન અને ઍવરેજ હસબન્ડ એટલે મેં બહુ કડક પણ નહીં અને બહુ નરમ પણ નહીં, એવા મધ્યમ અવસ્થાવાળા એકાદ-બે સંકલ્પો લેવાનો મહાસંકલ્પ કર્યો!
વાસ્તવમાં તો જીવનને વધારે ઊજળું દેખાડવા માટે (બનાવવા માટે નહીં!) આવા કેટલાક સંકલ્પો ડિટરજન્ટ પાઉડર જેવા હોય છે. સંકલ્પોના નામમાત્રથી જ તમે ઊજળા દેખાવા લાગશો. સંકલ્પોનું પાલન થાય છે કે નહીં, એની પડપૂછ ક્યાં કોઈ કરતું જ હોય છે. આ બાબતે પૂરો સમાજ હવે સમજુ બની ગયો છે. કોઈએ કહ્યું છે ને કે, ‘બોલનેવાલા ઔર સૂનનેવાલા દોનોં યે જાનતે હો, કિ યે જૂઠ હૈ, તો જૂઠ કોઈ અપરાધ નહીં બનતા!’ સંકલ્પોનું પણ આવું જ છે!
જ્યારથી મને મીઠાઈઓ અને સંકલ્પોનું એકસાથે જ્ઞાન થયું છે ત્યારથી મેં એકપણ નૂતન વર્ષ સંકલ્પહીન જવા દીધું નથી. આ બાબતે હું ક્યારેય સ્વાર્થી નથી રહ્યો. મીઠાઈઓ હું લઉં અને સંકલ્પો હું બીજાંને લેવડાવું! શાસ્ત્રોમાં સ્પષ્ટ કહ્યું છે કે જે મનુષ્ય બીજાંનો વિચાર કરે છે એ જ મનુષ્ય ‘માનવ’ કહેવાને લાયક બને છે. કેટલાક સંકલ્પવાદીઓ એવું માનતા હોય છે કે સંકલ્પ ભલે સિદ્ધ ન થાય, સંકલ્પ લેનાર તો ચોક્કસ પ્રસિદ્ધ થઈ જાય છે. આમાં જે સંકલ્પવાદી નિત્યનૂતન સંકલ્પમાં માને છે, એ તો જ્યારે વર્ષ બદલાય છે ત્યારે સંકલ્પો પણ બદલી નાખે છે. આવા લોકો વાસી સંકલ્પમાં માનતા જ નથી. એમનું માનવું એવું એવું હોય છે કે જે માણસ દર નવા વર્ષે સંકલ્પો નથી બદલી શકતો, એ પોતાના જીવનમાં કશું જ બદલી નથી શકતો. જીવનમાં પરિવર્તન લાવવું હોય તો સંકલ્પોમાં પણ પરિવર્તન લાવવું જોઈએ એવો એમનો જીવનમંત્ર હોય છે.
આ વર્ષે મેં પણ એક મહાસંકલ્પ લીધો છે. આમ તો આજ સુધી મારો એક અને એકમાત્ર સંકલ્પ એ જ રહ્યો છે કે કોઈ વર્ષે કોઈ સંકલ્પ જ નહીં લેવો! પણ સમાજમાં વર્ષે વર્ષે નહીં, હવે તો દિવસે દિવસે સંકલ્પવાદીઓ વધતા જાય છે એ જોઈને વાઇફે પણ એવો સંકલ્પ કર્યો કે, ‘હું (એટલે કે વાઇફ પોતે) આજના ૨૦૨૨ના નૂતન વર્ષે સંકલ્પ લઉં છું કે ટિચુડાના પપ્પા પાસે (એટલે કે મારી ખુદની પાસે) ૨૦૨૩ની દિવાળી સુધીમાં મને ચાર હિલસ્ટેશનોની યાત્રા કરાવવાનો સંકલ્પ લેવડાવીશ અને એનું પૂરેપૂરું પાલન કરાવડાવીશ!'
This story is from the November 12, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 12, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ