પ્રમુખસ્વામી મહારાજનગરને શોભાવતાં આકર્ષણો
ABHIYAAN|December 24, 2022
પ્રમુખસ્વામી મહારાજની જન્મશતાબ્દીના મહોત્સવ નિમિત્તે અમદાવાદના પશ્ચિમ છેડે સરદાર પટેલ રિંગ રોડ પાસે વિશાળ ભૂમિ પર નિર્માણ પામેલું પ્રમુખસ્વામી મહારાજનગર એકાધિક આકર્ષણોને લીધે ‘કલ્ચરલ વન્ડરલૅન્ડ’ બની ગયું છે. અહીં આબાલવૃદ્ધ સૌનાં મન મોહી લે એવા વૈવિધ્યનું સર્જન કરવામાં આવ્યું છે. છેલ્લા ૩૬૫ દિવસથી દેશવિદેશના શ્રદ્ધાળુ સેવકોની રાતદિવસની મહેનતને પરિણામે સર્જાયેલાં ૧૪ જેટલાં આકર્ષણોથી પ્રમુખસ્વામી નગર દીપી ઊઠ્યું છે. ૧૫ ડિસેમ્બરથી લોકો રોજ બપોરે ૨ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી આ પ્રમુખ સ્વામીનગરમાં વિચરણ કરી શકશે.
ઇમરાન દલ
પ્રમુખસ્વામી મહારાજનગરને શોભાવતાં આકર્ષણો

બેનમૂન સ્થાપત્ય સમા પ્રવેશદ્વારો

કોઈ શહેરમાં પ્રવેશવા માટેના દ્વાર બનાવવા એ આપણી ઐતિહાસિક પરંપરા રહી છે. એવી રીતે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રવેશવા માટે કુલ સાત પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યા છે. જેમાં મુખ્ય પ્રવેશદ્વાર સરદાર પટેલ રિંગ રોડ પર આવેલું છે, જે ૨૮૦ ફૂટ પહોળું અને ૫૧ ફૂટ ઊંચું છે. આ પ્રવેશદ્વાર ભારતીય સંસ્કૃતિના મહાન જ્યોતિર્ધર સંતોનું સ્મરણ કરાવે છે. મહોત્સવ સ્થળની બંને તરફ વિશાળ પાર્કિંગ એરિયા છે. જેમાંથી નગરમાં પ્રવેશ કરાવતાં અન્ય છ પ્રવેશદ્વાર પણ કળા-કારીગરીના શ્રેષ્ઠ નમૂનારૂપ છે. ૧૧૬ ફૂટ લાંબા અને ૩૮ ફૂટ ઊંચા આ દરેક પ્રવેશદ્વાર પ્રમુખસ્વામી મહારાજની જીવનગાથાને દર્શાવે છે. મુખ્યપ્રવેશ દ્વાર પાસે વીવીઆઈપી પાર્કિંગ છે, જ્યારે બાકીના દરેક પ્રવેશદ્વાર બહાર સામાન્ય મુલાકાતીઓ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તરફથી આવતા પ્રવાસીઓને નગરમાં પ્રવેશવાનું સરળ બને એ માટે પ્રવેશદ્વારને એ પ્રકારે સ્થાન અપાયેલાં છે.

પ્રમુખસ્વામી મહારાજની ભવ્ય પ્રતિમા

જેમના પાવન સ્મરણમાં આ નગરની રચના કરવામાં આવી છે એ પ્રમુખસ્વામી મહારાજની પ્રતિમાથી નગરને ચાર ચાંદ લાગ્યા છે. મુખ્ય પ્રવેશદ્વારમાં દાખલ થતાં જ સામે ઝીણવટભર્યા કોતરકામની ભાતથી શોભતી દીવાલ ધરાવતું વિશાળ વર્તુળ જોવા મળે છે. એ વર્તુળ વચ્ચે ૧૫ ફૂટ ઊંચી પીઠિકા પર પ્રમુખસ્વામી મહારાજની ૩૦ ફૂટ ઊંચી સ્વર્ણિમ પ્રતિમા તરત ધ્યાન ખેંચે છે. છેક દૂરથી જ પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન કરીને ભાવક ધન્ય બને છે.

વર્તુળની અંદરની દીવાલ પર નયનરમ્ય ચિત્રોની સજાવટ સાથે પ્રમુખસ્વામી મહારાજની વહેલી સવારથી માંડી રાત્રિના સૂવા સુધીની દિનચર્યાનો વિસ્તૃત આલેખ આપવામાં આવ્યો છે.

દિલ્હીના અક્ષરધામ મહામંદિરની પ્રતિકૃતિ

This story is from the December 24, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the December 24, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024