શાંત, અહંશૂન્ય, સરળ અને સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખસ્વામી મહારાજ. સદાય બીજા માટે વિચારવું, જીવવું અને પોતાની જાતને ભૂલી જઈને પરમાત્મામય રહેવું તેનું બીજું નામ એટલે પ્રમુખસ્વામી મહારાજ. ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના આ પાંચમા ગુરુદેવનો જન્મ એક સામાન્ય ખેડૂત પરિવારમાં તા. ૭ ડિસેમ્બર, ૧૯૨૧ના રોજ ગુજરાતના વડોદરા પાસે આવેલા ચાણસદ ગામમાં થયો હતો. તેમનું બાળપણનું નામ શાંતિલાલ હતું, જેવું નામ તેવા જ ગુણ બાળપણથી જ તેમનામાં હતા.
શાસ્ત્રીજી મહારાજના ચરણે જીવન સમર્પિત કર્યું
કિશોરવયે ભગવાન શ્રી સ્વામિનારાયણની આધ્યાત્મિક પરંપરાના તૃતીય ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના પવિત્ર વ્યક્તિત્વથી તેઓ આકર્ષાયા. પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કરીને ૧૮ વર્ષની વયે તેમણે શાસ્ત્રીજી મહારાજના ચરણે જીવન સમર્પિત કર્યું. દીક્ષા લઈને ઈ.સ. ૧૯૪૦માં તેઓ નારાયણસ્વરૂપદાસ સ્વામી બન્યા. સન ૧૯૫૦માં માત્ર ૨૮ વર્ષની ઉંમરે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખનું ઉપનામ તેમને મળ્યું. બસ ત્યારથી જ તેઓ પ્રમુખસ્વામી મહારાજના લોકપ્રિય નામથી લોકોના સ્વામીબાપા બની ગયા. ઈ.સ. ૧૯૭૧માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના અનુગામી તરીકે ગુરુપદે બિરાજમાન થયા ત્યારથી અસંખ્ય લોકોના આધ્યાત્મિક પ્રેરણામૂર્તિ બન્યા અને અગણિત લોકોના જીવનમાં આધ્યાત્મિક પ્રેરણાઓનું સિંચન કર્યું.
વિશ્વભરમાં શાંતિનો સંદેશો ફેલાવ્યો
‘બીજાના ભલામાં આપણું જ ભલું છે..!' આ જીવનસૂત્ર સાથે અનેકવિધ સામાજિક સેવાકાર્યમાં સમગ્ર જીવન સમર્પિત કરીને તેઓ અસંખ્ય લોકોના તારણહાર બન્યા. લોકસેવા માટે જીવનભર પરિવ્રાજક રહીને પ્રમુખસ્વામી મહારાજે અવિરત ૧૭૦૦૦થી વધુ ગામડાંઓ, નગરોમાં ફરતા રહ્યા. અક્ષરધામ જેવા જગવિખ્યાત સંસ્કૃતિકધામ ઉપરાંત વિશ્વભરમાં ૧૧૦૦થી વધુ મંદિરોનું સર્જન કરીને તેમણે સંસ્કૃતિના ચિરંતન સ્મારકો અને લોકસેવાનાં ધામ સ્થાપ્યા. ૨,૫૦,૦૦૦થી વધુ ઘરોની મુલાકાત, ૭,૦૦,૦૦૦થી વધુ પત્રોનું લેખન, કરોડો લોકોની વ્યક્તિગત મુલાકાત કરી જગતભરમાં શાંતિનો સંદેશો ફેલાવ્યો છે.
પ્રથમ વખત જન્મજયંતી મહોત્સવની ઉજવણી
This story is from the December 24, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 24, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ